બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Police nabbed a man trying to take a video of a girl taking a bath in Vadodara

હદ થઇ ગઇ / પિતાની સારવાર માટે આવેલી યુવતીનો જૈન ધર્મશાળામાં નહાતી હોય એવો વીડિયો ઉતરી ગયો, મામલો પોલીસ સુધી પહોચ્યો

Malay

Last Updated: 12:05 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની જૈન ધર્મશાળાના બાથરૂમમાં નહાતી યુવતીનો વીડિયો ઉતારવાની કોશિશ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડી જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે.

 

  • જૈન ધર્મશાળામાં યુવતીનો નાહતો વીડિયો ઉતારવાનો મામલો
  • યુવતીનો બારીમાંથી વીડિયો ઉતારતો હેલ્પર CCTVમાં કેદ
  • વીડિયો ઉતારનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

વડોદરામાંથી યુવતીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રી વિજય વલ્લભ ધર્મશાળામાં બાથરૂમમાં નહાતી યુવતીનો વીડિયો ઉતારવાની કોશિશ કરતા શખ્સને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. હાલ પોલીસે આરોપીનો મોબાઇલ કબજે લઇ એફ.એસ.એલ.માં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. ઘટનાને પગલે ધર્મશાળાના સંચાલકો પણ દોડતા થયા છે. 

બારીમાંથી ઉતારી રહ્યો હતો વીડિયો
મળતી માહિતી અનુસાર, મધ્ય પ્રદેશના નાગદા ખાતે રહેતી 30 વર્ષીય યુવતી પોતાના પિતાની આંખની સારવાર કરવા માટે વડોદરા આવી હતી. વડોદરામાં તે પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રી વિજય વલ્લભ જૈન ધર્મશાળામાં રોકાઈ હતી. ગત બુધવારે તે ધર્મશાળાના બાથરૂમમાં નહાવા ગઈ હતી, આ દરમિયાન તેને ભાસ થયો હતો કે બારીમાં કોઈ છે. જેથી તેણે પાછળ વળીને જોતા કોઈ શખ્સ બારીમાંથી વીડિયો ઉતારી રહ્યો હતો. જેથી​ યુવતીએ બુમાબુમ કરતા તે શખ્સ નાસી છૂટ્યો હતો. 

સમગ્ર હકીકત પિતાને જણાવી
યુવતીએ બહાર આવીને સમગ્ર હકીકત પિતાને જણાવતા પિતાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી. જે બાદ યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

સીસીટીવી ફૂટેજમાં વીડિયો ઉતારનાર પકડાયો
પોલીસની ટીમે ધર્મશાળામાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસતા ધર્મશાળાના રસોડામાં હેલ્પર તરીકે કામ કરતા વિજય મહેતા નામનો યુવક યુવતીના રૂમમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેને બોલાવીને કડક પૂછપરછ કરતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક ધર્મશાળાના રસોડાના હેલ્પરની અટક કરી લીધી હતી અને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ