બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Police in Ahmedabad spa administration? Sawing of parts till approval-management

શંકાસ્પદ ભૂમિકા / અમદાવાદમાં પોલીસ કરે છે સ્પાનો વહીવટ? મંજૂરી-વ્યવસ્થાપન સુધી ભાગબટાઈનો આરોપ, એક પોલીસકર્મીની તો 10 વર્ષથી નથી થઈ બદલી

Vishal Khamar

Last Updated: 08:15 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સિંધુભવન રોડ પર સ્પામાં કામ કરતી મહિલાને માર મારવાનો કેસમાં પોલીસે મોહસીનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતું હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં મોટા ભાગનાં સ્પા સેન્ટરોમાં પોલીસ સંકળાયેલી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

  • અમદાવાદમાં સિંધુભવન પર સ્પામાં મહિલાને માર મારવાનો કેસ
  • શહેરના મોટા ભાગના સ્પામાં પોલીસ સંકળાયેલી હોવાની શંકા
  • અમદાવાદનાં મોટા ભાગનાં સ્પા સેન્ટરમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા

અમદાવાદનાં સિંધુભવન પર સ્પામાં મહિલાને માર મારવા કેસ મામલે પોલીસ દ્વારા ગત રોજ સ્પા સંચાલક મોહસીનની ધરપકડ કરી હતી. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ શહેરનાં મોટા ભાગનાં સ્પામાં પોલીસ સંકળાયેલી હોવાનો આરોપ છે. અમદાવાદમાં ચાલતા સ્પા સેન્ટરનો વહીવટ પોલીસકર્મી કરતો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. જેમાં સ્પાની મંજૂરી અને વ્યવસ્થાપનમાં કોન્સ્ટેબલની ભૂમિકા હાલ ચર્ચામાં છે.  તેમજ દર મહિને લાખોનો વહીવટ પણ કોન્સ્ટેબલ દ્વારા કરાતો હોવાની ચર્ચાએ હાલ પોલીસ બેડામાં જોર પકડ્યું છે. 

મોટાભાગના સ્પા સેન્ટરમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા
અમદાવાદમાં લગભગ ચાર હજારથી વધુ સ્પા ધમધમે છે. તેમજ છેલ્લા કેટલાય સમયથી આ પોલીસ કર્મી એક જ જગ્યાએ ફરજ બજાવતો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.  ત્યારે સ્પામાં આવતા પૈસાદાર લોકોનો તોડ પણ થતો હોવાની વાતે હવે જોર પકડ્યું છે. પણ સમાજમાં આબરૂ જવાની બીકે લોકો ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે.  અમદાવાદ શહેરમાં આવેલ મોટા ભાગનાં સ્પા સેન્ટરમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે.

આરોપીએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા
આ મામલે ACPએ જણાવ્યું હતું યુવતીને માર મારવા પ્રકરણમાં અમે તપાસ કરી આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં હ્યુમન ઈન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે ફરિયાદી આરોપીને મળવા જવાના છે તેવી માહીતી મળી હતી. આથી  આરોપીને ટ્રેસ કરીને પકડી લેવામાં આવ્યો છે. એસીપીએ કહ્યું કે અગાઉ ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હતી.  જોકે અમેં સફળ કાઉન્સેલિંગ કરી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું. 

પોલીસની બેદરકારી જણાશે તો...
પહેલા આરોપીને પકડ્યો ત્યારે પણ ફરિયાદીએ ફરિયાદ ન કરવા કહ્યુ હતુ અને બને વચ્ચે અંગત બનાવ હોવાનું રટણ રટ્યું હતુ. મહત્વનું છે કે આરોપી-ફરિયાદી બંને ધંધાકીય પાર્ટનર હતા. જેમાં ડખ્ખામાં આરોપીએ યુવતીને ધૃણાસ્પદ માર માર્યો હતો. યુવક યુવતીને વીડિયોમાં બેરહમીપૂર્વક માર મારતો હતો.જે વીડિયો બહાર આવ્યા બાદ હાલ આરોપીને દબોચી લઈ તેમની વિરુદ્ધ કલમ 354, 323, 294-ખ હેઠળ ગુનો નોંધાયો છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીના થોડા દિવસ પહેલા લગ્ન થયા હતા. લગ્નને લઈને નાનુ ફંકશન રાખ્યુ હતુ મોડે સુધી રોકાયા હતા. આ બનાવ અંદરના પ્રિમાઈસિસમાં બન્યો છે. વધુમાં પોલીસની બેદરકારી જણાશે તો તેમની સામે પણ પગલા લેવાશે તેવું એસીપીએ અંતમાં કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ