બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Police hunted for 23 years, the killer was walking around as a monk after murder: Police caught in a trick that will shock you

સુરત / પોલીસ 23 વર્ષથી શોધતી હતી, હત્યારો મર્ડર કરીને સાધુ બનીને ફરતો હતો: પોલીસે એવી ચાલાકીથી પકડ્યો કે જાણીને ચોંકી જશો

Vishal Khamar

Last Updated: 03:58 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં ઉધનાં વિસ્તારમાં હત્યા કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર મુખ્ય આરોપીને પોલીસ ફિલ્મી ઢબે મથુરાથી પકડી પાડ્યો હતો. હત્યા કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર ઈનામી આરોપીની ધરપકડ કરવામાં પીસીબીની ટીમને સફળતા મળી છે.

  • ઉધના વિસ્તારમાં વર્ષ 2001 માં થયેલ હત્યા કેસનો ફરાર આરોપી ઝડપાયો
  • મથુરા ખાતે સાધુનાં વેશમાં છુપાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
  • યુવકને ગળે ટૂંપો દઈ હત્યા કરી લાશને ખાડીનાં પાણીમાં ફેંકી દીધી હતી

 ઉધના વિસ્તારમાં વર્ષ 2001 માં થયેલ હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરવા સુરત પીસીબીની ટીમના ત્રણ જવાનો દ્વારા સાધુ વેશ ધારણ કરી છેલ્લા 23 વર્ષથી પોલીસ ધરપકડથી બચવા યુપીના મથુરા ખાતે જઈ સાધુ વેશમાં છુપાયેલા આરોપીને સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. વર્ષ 2001 માં આરોપી સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો અને બાજુમાં રહેતી મહિલા સાથે તેણે પ્રેમ સંબંધ હતો. જ્યાં મહિલાના ઘરે અવરજવર કરતા યુવકની ગળે ટૂંપો દઈ આરોપી અને તેના અન્ય બે સાગરીતોએ હત્યા કરી લાશને ખાડીના પાણીમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. જે હત્યા કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર ઈનામી આરોપીની ધરપકડ કરવામાં પીસીબીની ટીમને સફળતા મળી છે.

23 વર્ષથી ફરાર હત્યાના આરોપીની ધરપકડ કરી
સુરત પીસીબીની ટીમે છેલ્લા 23 વર્ષથી ફરાર હત્યાના આરોપીની ધરપકડ કરી છે.આરોપીની ધરપકડ કરવા પીસીબી પોલીસના માત્ર ત્રણ જવાનોએ પીઆઇ આર.એસ.સુવેરાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું.જે ઓપરેશન કોઈ હિન્દી ફિલ્મથી અલગ નહોતું.શહેર પીસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન પણ કંઈક હિન્દી ફિલ્મ જોલી એલએલબી-2 ની સ્ટોરીની જેમ જ છે.જ્યાં ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
 

વર્ષ 2001 માં ઉધના પોલીસ ચોપડે હત્યાનો ગુનો નોંધાયો હતો
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરના જણાવ્યાનુસાર,વર્ષ 2001 માં ઉધના પોલીસ ચોપડે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી પદમ ઉર્ફે રાકેશ ઉર્ફે પદમ ચરણ ગૌરવહરિ ઉર્ફે ગૌરાંગદાસ પાંડા ઉધના સ્થિત શાંતીનગર સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતો હતો. જ્યાં બાજુમાં રહેતી મહિલા જોડે તેને પ્રેમસંબંધ હતો. દરમ્યાન મહિલાના ઘરે વિજય સાંચીદાસ નામનો યુવક અવરજવર કરતો હતો. જેની સાથે આરોપી દ્વારા ઝઘડો કરી મારામારી કરવામાં આવી હતી.
 

હત્યા બાદ આરોપી યુપીનાં મથુરા ખાતે છુપાયો હતો
ત્યારબાદ ત્રીજી સપ્ટેમ્બર 2023 ના રોજ આરોપીએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળી ઉધના સ્થિત ખાડી કિનારે લઈ જઈ યુવકને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના પર પડદો પાડવા આરોપીઓ દ્વારા બાદમાં લાશને સગેવગે કરવા ખાડીના પાણીના ફેંકી દેવામાં આવી હતી. ઘટના અંગે ઉધના પોલીસે આ મામલે આરોપી અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપી હત્યાની આ ઘટના બાદ પોતાના વતન નાસી છૂટ્યો હતો. જ્યાં પોલીસ તપાસ માટે તેના વતન પહોચતા આરોપી ત્યાંથી ભાગી અને યુપીના મથુરા ખાતે છુપાયો હતો.

અજય તોમર (સુરત પોલીસ કમિશ્નર)

23 વર્ષથી ફરાર આરોપી વિરુદ્ધ 45 હજારનું ઇનામ હતું
પોલીસ અવારનવાર તપાસ માટે જતી હતી. પરંતુ આરોપી મળી આવતો નહોતો. એટલું જ નહીં આરોપી પોતાની પાસે મોબાઈલ પણ રાખતો ન હોવાથી તેની ધરપકડ કરવામાં પણ પોલીસને મુશ્કેલી પડી હતી.જ્યાં છેલ્લા 23 વર્ષથી ફરાર આરોપી વિરુદ્ધ 45 હજારનું ઇનામ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.આ માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એસઓજી,પીસીબી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખાસ સૂચના આપવામાં આવી હતી.દરમ્યાન સુરત પીસીબીને માહિતી મળી હતી કે,હત્યાના ગુનાનો આ આરોપી પોતાની ધરપકડ ટાળવા યુપીના મથુરા ખાતે સાધુ વેશનો પલ્ટો ધારણ કરી એક આશ્રમમાં છુપાયો છે.
 

પોલીસ જવાનોએ ત્રણ દિવસ સુધી સાત જેટલા આશ્રમોમાં સાધુનાં વેશમાં  રેકી કરી
સુરત પીસીબીના પીઆઇ આર.એસ.સુવેરાના માર્ગદર્શન હેઠળ ત્રણ પોલીસ જવાનોએ સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું.જ્યાં પીસીબી પોલીસ મથકના પીઆઇ  સહદેવસિંહ વરવાભાઈ ,જર્નાદન હરિચરણ તેમજ હેડ કોન્સ્ટેબલ અશોક લાલુભાઈ નામના ત્રણ પોલીસ જવાનોની ટીમ મથુરા ખાતે તપાસ અર્થે ગઈ હતી.જ્યાં આરોપી વેશ પલ્ટો કરીને રહેતો હોવાથી તેને ઓળખી કાઢવા પોલીસ માટે ખૂબ જ ચેલેન્જરૂપ બાબત હતી.જેથી પીસીબી પોલીસના ત્રણ જવાનોએ છેલ્લા ત્રણ દિવસ સુધી મથુરા ખાતે આવેલ વિવિધ સાત જેટલા આશ્રમોમાં રેકી કરી હતી.પોલીસ તરીકેની ઓળખ છતી ના થાય તે માટે શહેર પીસીબીના ત્રણેય જવાનોએ સાધુનો વેશ પલ્ટો કરી સેવાર્થી તરીકેની ત્યાંના લોકોને ઓળખ આપી હતી.
 

હત્યાનામાં ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં  આવ્યો
અંતે મથુરાના નંદગામ ખાતે આવેલ નદી કિનારે કુંજફૂટી આશ્રમમાં પોલીસ જવાનોએ રેકી કરી આરોપીની પૃષ્ટિ કર્યા બાદ પદમ ઉર્ફે રાકેશ પદમ ચરણ ગૌરવહરિ ઉર્ફે ગૌરાંગદાસ પાંડાને ઝડપી પાડ્યો હતો.જે આરોપી પોતાનું નામ બદલી અને સંપૂર્ણ સાધુ વેશમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યાં મથુરા ખાતેથી સ્પેશિયલ ઓપરેશન દ્વારા હત્યાનામાં ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં શહેર પીસીબીની ટીમને સફળતા મળી હતી.આરોપી પોતાની ધરપકડ ટાળવા મોબાઈલનો પણ ઉપયોગ કરતો નહોતો. જ્યાં પરિવાર જોડે પણ સંપર્ક કરતો નહોતો.
 

પોલીસ કમિશ્નર દ્વારા કામગીરીની સરાહના કરવામાં આવી
આમ ,સુરત પીસીબી ની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી ઈનામી આરોપીની ધરપકડ કરી હતી.જ્યાં હાલ આગળની તપાસ ઉધના પોલીસને સોંપવામાં આવી છે.સુરત પીસીબીએ કરેલ ઉમદા કામગીરી બદલ શહેર પોલીસ કમિશન અજય તોમર દ્વારા પણ સરાહના કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ