બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Police conducted vehicle checking late at night on SG Highway in Ahmedabad

સ્પેશ્યલ ડ્રાઈવ / હજુ નથી સુધરી રહ્યા અમદાવાદના નબીરા! પોલીસની ચેકિંગમાં કારમાંથી મળી દારૂની બોટલ, યુવતી પણ હતી સાથે

Malay

Last Updated: 12:48 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના એસ.જી હાઈવે પર મોડી રાતે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું, તપાસ દરમિયાન એક કારમાંથી મળી આવી દારૂની બોટલ.

  • એસ.જી હાઈવે પર પોલીસની ડ્રાઈવ
  • ચેકિંગ દરમિયાન કારમાંથી મળ્યો દારૂ
  • કારમાં એક યુવક અને એક યુવતી હતા સવાર

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા ભયાનક અકસ્માત બાદથી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. શહેરમાં પોલીસ દ્વારા સતત ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. આ અંતર્ગત ગઈકાલે રાત્રે શહેરના એસ.જી હાઈવે પર પોલીસની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે કારમાં સવાર યુવક અને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.  

ચેકિંગ દરમિયાન પોલીસે જપ્ત કરી દારૂની બોટલ
મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતોને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ અંતર્ગત એસ.જી હાઈવે પર ગઈકાલે રાત્રે પોલીસની ટીમ વાહનોનું ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ એક્ટિવ 
આ કારમાં એક યુવક અને એક યુવતી સવાર હતા. જે બાદ પોલીસે દારૂની બોટલ જપ્ત કરી કારમાં સવાર યુવક અને યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આપને જણાવી દઈએ  કે, ગત 19 જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 9 લોકોના જીવ લીધા બાદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને સતત ડ્રાઈવ યોજી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ બોલાવી રહી છે.

પોલીસ કમિશનરે આપ્યો છે કડક આદેશ
બીજુ થોડા દિવસ પહેલાં શહેરના પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળતાંની સાથે જ આદેશ કર્યો છે કે અમદાવાદમાં દારૂ મળવો જ ના જોઇએ. કમિશનરનો આદેશ મળતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને સિંઘમ બનીને દારૂ, જુગારના અડ્ડા પર ત્રાટકી રહી છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ શહેરના મ‌િણનગર વિસ્તારમાં કેદાર દવે નામના યુવકે દારૂના નશામાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો, જ્યારે સેટેલાઇટમાં પણ બીએમડબ્લ્યુ કારચાલકે દારૂના નશામાં ડ્રાઈવિંગ કરીને અકસ્માત કર્યો હતો. આ બંને ઘટનાઓને જોતાં એ વાત નક્કી થાય છે કે જો બુટલેગરો પર લગામ લગાવી દઇએ તો યુવકો દારૂ ઢીંચીને વાહન ચલાવવાના નથી. ગુનાખોરીના મૂળમાં નશો મહત્ત્વનો ભાગ ભજવે છે, જેના કારણે હવે પોલીસ કમિશનર જી.એસ. મલિકે દારૂનો ધંધો કરતા બુટલેગર તેમજ ડ્રગ્સ વેચતા પેડલર્સને ઝડપી પાડવાની કડક સૂચના આપી છે, સાથોસાથ જુગારના અડ્ડા પણ બંધ કરાવવાના આદેશ આપી દીધા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ