બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police conducted raids in Punjab in connection with drug syrup seized in Devbhoomi Dwarka

તપાસ / આયુર્વેદ દવાના નામે દ્વારકાના ખંભાળિયામાં ચાલતો નશાનો વેપલો, 3 આરોપીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત

Dinesh

Last Updated: 05:27 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devbhoomi Dwarka news : ખંભાળિયા પંથકમાંથી નશાયુક્ત સીરપ ઝડપાયુ હતું, જે મામલામાં દ્વારકા પોલીસે પંજાબના સંગુરમાં દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યા છે

  • દ્વારકાના નશીલા સીરપના તાર પંજાબ સુધી પહોંચ્યા
  • દ્વારકા પોલીસે પંજાબમાં પાડ્યા દરોડા 
  • પંજાબના સંગુરમાં આરોપીને ઝડપ્યો

 

Devbhoomi Dwarka news : દ્વારકાના નશાયુક્ત સીરપના તાર પંજાબ સુધી પહોંચ્યા છે. ખંભાળિયા પંથકમાંથી નશાયુક્ત સીરપ ઝડપાયુ હતું, જે મામલામાં દ્વારકા પોલીસે પંજાબના સંગુરમાં દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યા છે. રૂપિયા 35.96 લાખની 19 હજાર નંગ નશાયુક્ત બોટલ ઝડપાઇ હતી. 

એસ પી નીતિશ પાંડેયનું નિવેદન
પંજાબમાં આયુર્વેદિક દવાના નામે નશો ગુજરાત મોકલાતો હતો. ખંભાળિયામાંથી ચિરાગ થોભાણી, અક્રમ બનવાની ધરપકડ કરાઈ છે જ્યારે પંજાબથી પંકજ ખોસલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના એસ પી નીતિશ પાંડેયએ જણાવ્યું કે, ખંભાળિયા પોલીસ ટીમ દ્વારા ભાનવડી વિસ્તારમાંથી એક ગોડાઉનમાંથી આયુર્વેદિક પીણો લગભગ સાડા પંદર હજાર બોટલ કબજે કરી હતી. જેની માર્કેટ વેલ્યું આશરે 26 લાખ જેટલી છે, જે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પાસે જે કાયદેસરની પરવાનગી હોવી જોઈએ તે હતી નહી, તેમજ ખોટા દસ્તાવેજોના આધારે વેચાણ ચાલતો હતો. જેને લઈ 10 ઓક્ટોમ્બરે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

એસ પી નીતિશ પાંડેય

પોલીસે વધુ તપાસ હાથ ધરી
દેવભૂમિ દ્વારકાના એસ પીએ કહ્યું કે, જે ગુનામાં બે આરોપીઓ ચિરાગ થોભાણી, અક્રમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પંજાબના સંગુર જિલ્લામાંથી પંકજ ખોસલાની પણ અટકાયત કરવામાં આવી હતી. જેની દ્વારકામાં પેઢી પણ છે તેમજ આયુર્વેદની ફેક્ટરી પણ છે. જેમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી છે તેમજ અહીની ફેક્ટરીમાં રેડ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, પરવાનગીને ખોટી રીતે ઉપયોગ કરી આયુર્વેદિક પીણાના નામે છેતરપિંડી કરતા હતા અને આલ્કોહોલ પીણા બનાવતા હતા. જે ફક્ત ગુજરાતને ટાર્ગેટ કરી સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટરને મોકલતા હતા. આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ ધંધો કરતા હતા અને 1.5થી 2 લાખ બોટલો વિતરણ કરી છે. રેડ દરમિયાન આલ્કાહોલનો લૂઝ માલ મળી આવ્યો છે. જે સમગ્ર બાબતને લઈ આગળની તપાસ ચાલુ છે, તેમ પણ એસ પી નીતિશ પાંડેય જણાવ્યું છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ