બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Police arrests anti-social elements who created ruckus in Rajkot! The accused were taken to task, bullying came to the fore

કાર્યવાહી / રાજકોટમાં ધમાલ મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે કર્યા સીધાદોર! આરોપીઓનું કાઢ્યું સરઘસ, દાદાગીરી હવા નીકળી

Vishal Khamar

Last Updated: 11:54 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પાનના ગલ્લા પર તોડફોડ કરનાર ધાક જમાવનાર ગેંગની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં 9 આરોપીઓની ભક્તિનગર પોલીસે હથિયારો સાથે તોડફોડ કરનાર તમામ આરોપીઓનું પોલીસે સરઘસ કાઢી પાઠ ભણાવ્યા હતા.

  • રાજકોટના જંગલેશ્વર વિસ્તારની ઘટના
  • ઘટનાના CCTV આવ્યા સામે
  • આતંક મચાવનાર આરોપીઓની ધરપકડ
  • પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ

રાજકોટ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરની શાંતિની ડહોળનારા અને પોતાની ધાક જમાવવાના પ્રયાસમાં ફરી કેટલાંક અસામાજિક તત્વો સક્રીય થતાં જોવા મળી રહ્યાં છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની આ ઘટના છે. જ્યાં બે દિવસ પહેલાં એક દુકાનમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અહીં પાનની દુકાન બંધ કરાવવા માટે કેટલા શખ્સો હથિયારો સાથે દુકાનમાં તોડફોડ કરી હતી. ત્યારે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા બાદ ભક્તિનગર પોલીસે 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. અને ત્યાર બાદ આરોપીઓનું સરકસ કાઢી ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

કેટલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અસમાજિક તત્વો બેફામ બન્યા છે. આ શખ્સો તલવાર, પાઇપ અને લાકડીઓ વડે પાનની દુકાન પાસે બેઠા લોકોને મારમારી દુકાન બંધ કરવી હતી. બાદમાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓએ લોકોમાં ધાક જમામવવા માટે આ પ્રકારનું કૃત્ય કરાયાનું સામે આવ્યું છે.. આમાથી કેટલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે પોલીસે હથિયારો સાથે તોડફોડ કરનાર તમામ આરોપીઓનું સરઘસ કાઢી કાયદાના પાઠ ભણાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ