બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Pneumonia terror in China Thousands of people fell ill, expert advised

એલર્ટ! / ચીનમાં કોરોના જેવી નવી બીમારીને દહેશત.. હજારો બાળકો પડ્યા બીમાર, એક્સપર્ટે આપી સલાહ

Megha

Last Updated: 11:25 AM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ચીનમાં રહસ્યમય ન્યુમોનિયા જેવી બીમારી ફેલાવી એ દુનિયાભરના લોકોનું ટેન્શન વધારી રહ્યું છે કારણ કે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર 20219માં કોરોનાની શરૂઆત આ જ દેશમાંથી થઈ હતી.

  • ચીનમાં ફરી એક મહામારી દસ્તક આપી રહી છે!
  • દરરોજ સાત હજારથી વધુ લોકો હોસ્પિટલમાં એડમીટ થઈ રહ્યા છે
  • કોરોનાની પાબંધીઓ હટવાને કારણે બાળકો પડી રહ્યા છે બીમાર 

છેલ્લા ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે ચીનમાં ફરી એક મહામારી દસ્તક આપી રહી છે. ચીનમાં ન્યુમોનિયા જેવી બીમારી ફેલાઈ રહી છે અને ખાસ કરીને બાળકોને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી છે. હવે સમાચાર એમ છે કે હાલમાં દરરોજ સાત હજારથી વધુ લોકો હોસ્પિટલમાં એડમીટ થઈ રહ્યા છે. એવામાં ચીનનું કહેવું એમ છે કે આમાં કોઈ ટેન્શનની વાત નથી. 

આ વાતને લઈને ચીનના એક અધિકારીનું કહેવું છે કે, 'ફ્લૂ જેવી બીમારીનું કારણ કોઈ નવું પેથોજન કે નવું સંક્રમણ નથી. ચીનમાં હાલ જે બીમારી ફેલાઈ રહી છે  તેમાં કઈં પણ આસામાન્ય નથી. કોરોનાની પાબંધીઓ હટવાને કારણે બાળકોને તાવ અને શરદી થઈ રહ્યા છે. આ જ વાત ચીને ગયા અઠવાડિયે WHOને પણ જણાવી હતી. 

કોરોના બાદ હવે નવી મહામારીએ ચીનમાં માથું ઉચક્યું! બાળકોમાં તેજીથી ફેલાઈ રહી  છે આ બીમારી, સ્કૂલોને તાળાં | china pneumonia new pandemic chinese school  shut down warning ...

હાલ ચીનમાં આવી ન્યુમોનિયા જેવી બીમારી ફેલાવી એ દુનિયાભરના લોકોનું ટેન્શન વધારી રહ્યું છે કારણ કે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર 20219માં કોરોનાની શરૂઆત આ જ દેશમાંથી થઈ હતી. ધીરે ધીરે આ બીમારી ચીનમાંથી નીકળીને આખી દુનિયામાં ફેલાઈ હતી અને મહામારીનું સ્વરૂપ લઈ લીધું હતું. 

ચીનના નવા રોગ વિશે અત્યાર સુધી શું જાણીતું છે?
- 13 નવેમ્બર, 2023ના રોજ, ચીનના નેશનલ હેલ્થ કમિશને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપી કે દેશમાં શ્વાસ સંબંધી એક નવો રોગ ફેલાયો છે.
- 19 નવેમ્બર, 2023ના રોજ ઉત્તર ચીનમાં બાળકોમાં રહસ્યમય ન્યુમોનિયા જોવા મળ્યો હતો. આ સમાચાર ProMED એટલે કે પ્રોગ્રામ ફોર મોનિટરિંગ ઇમર્જિંગ ડિસીઝ તેના સર્વેલન્સ પછી આપવામાં આવ્યા છે.
- ProMED ના રિપોર્ટ અનુસાર, આ નવો ચેપ બેઇજિંગ અને 800 કિમી ઉત્તર-પૂર્વીય શહેર લિયાઓનિંગમાં ફેલાયો છે.
- 22 નવેમ્બર 2023 ના રોજ, WHOએ ચીનને નવા ફાટી નીકળવાની તમામ વિગતવાર માહિતી પ્રદાન કરવા કહ્યું. ક્લિનિકલ માહિતી પ્રદાન કરો. તમારા પાર્ટનર લેબોરેટરીમાં મેળવેલ પરિણામો વિશેની માહિતી પણ શેર કરો.
- અત્યાર સુધી ચીને આ રોગ સાથે સંબંધિત કોઈ સત્તાવાર ડેટા અથવા માહિતી શેર કરી નથી. બેઇજિંગની હોસ્પિટલોમાં બાળકોના વોર્ડ ભરેલા છે.
- દરરોજ લગભગ 1200 બાળકો અને દર્દીઓને બેઇજિંગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એક સપ્તાહથી શાળાઓ બંધ છે.

ચીન બાદ હવે USAમાં પણ ન્યુમોનિયાની દહેશત: હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે  બાળકો, ભારત પણ ઍલર્ટ | After China, now in the USA also the fear of  pneumonia: children are entering hospitals,

ચીનમાં રહસ્યમય ન્યુમોનિયા કેમ ફેલાય છે?
ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ રહસ્યમય રોગ કોવિડ-19 સંબંધિત નિયમોમાં છૂટછાટનું પરિણામ છે. કેટલાક લોકો તેને લોકડાઉન એક્ઝિટ વેવ પણ કહી રહ્યા છે. જેમ ઈંગ્લેન્ડમાં જોવા મળ્યું હતું. યુનિવર્સિટી કોલેજ લંડનના જિનેટિક ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ફ્રાન્કોઇસ બેલોક્સે જણાવ્યું હતું કે ચીન હાલમાં રોગપ્રતિકારક શક્તિના ઋણમાં છે. જે તેને સતત અને લાંબા લોકડાઉન અને કડક કોવિડ-19 નિયમોને કારણે મળ્યું હતું. આનાથી સ્થાનિક રોગોને રોકવામાં મદદ મળી, પરંતુ જલદી છૂટછાટ આપવામાં આવી, તેઓ ઝડપથી બહાર આવ્યા. ફ્રાન્કોઈસે કહ્યું કે આ સમયે કોઈ નવો રોગાણુ આવ્યો હોવાની શંકા કરવી ખોટી હશે. જે અત્યારે માયકોપ્લાઝમા ન્યુમોનિયાના કારણે સમસ્યા સર્જી રહી છે. તે સામાન્ય રીતે બાળકોને થાય છે. ખાસ કરીને નાના બાળકો. સામાન્ય રીતે તે એટલું નુકસાન કરતું નથી.

WHOએ ચીન પાસેથી વધુ માહિતી માંગી
ચીનની સરકારે માયકોપ્લાઝમાને ફેફસાં સંબંધિત રોગોની યાદીમાં પણ સામેલ કર્યો છે. આ સાથે, રેસ્પિરેટરી સિંસિટીયલ વાયરસ (RSV) અને કોવિડ વાયરસ SARS-CoV-2 પણ યાદીમાં છે. WHOએ ચીન પાસેથી આ ત્રણ ઘાતક સૂક્ષ્મ જીવોની તાત્કાલિક પેટર્ન વિશે વધુ માહિતી માંગી છે. કતારમાં વેઇલ કોર્નેલ મેડિસિનના પ્રોફેસર લેથ અબુ-રદાદે કહ્યું કે ચીનમાં ફેલાતા રોગને લઈને સાવધ રહેવાની જરૂર છે. અત્યારે ગભરાવાની જરૂર નથી. કારણ કે આ બિમારી હજુ સુધી આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગી નથી. જો તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરે તો ચિંતાનો વિષય છે. ચીનની સરકાર કહી રહી છે કે તે યોગ્ય પગલાં લઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ