બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / pm narendra modi tops list of most popular world leaders with 75 percent rating

World Leader / PM મોદી ફરી એક વાર બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, બીજો અને ત્રીજો નંબર જાણીને લાગશે નવાઈ

Pravin

Last Updated: 07:46 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એંથોની અલ્બેનેસ જેવા નેતાઓને પછાડતા આ સિદ્ધિ મેળવી છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક દુનિયાના સૌથી વધુ પસંદ કરાયેલા નેતા બન્યા
  • અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને પછાડી આગળ નિકળ્યા પીએમ મોદી
  • પીએમ મોદીને 75 ટકા લોકો પસંદ કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એંથોની અલ્બેનેસ જેવા નેતાઓને પછાડતા આ સિદ્ધિ મેળવી છે. મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઈંટેલિજેંસ દ્વારા જાહેર થયેલ ગ્લોબલ અપ્રુવલ રેટિંગ અનુસાર પીએમ મોદીને 75 ટકા લોકો પસંદ કરે છે. 

મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઈંટેલિજેંસ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટ ન્યૂ અપ્રુવલ રેટિંગ 17થી 23 ઓગસ્ટ 2022 સુધી એકઠા કરવામા આવેલા ઼ડેટા પર આધારિત છે. આ રિપોર્ટમાં બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રાડોર રહ્યા છે. જેમને 63 ટકા લોકોએ વોટ કર્યો છે. તો વળી ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એંથોની અલ્બેનેસ રહ્યા છે, જેમને 58 ટકા લોકોએ પસંદ કર્યા છે. 

આપને જણાવી દઈએ કે, આ GLOBAL LEADER APPROVAL RATINGS દરેક દેશમાં 7 દિવસ સુધી ચાલ્યો છે. તેમાં વયસ્ક નાગરિકો પાસેથી વોટ કરાવ્યો હતો. જેમાં સેમ્પલ અલગ અલગ હોય છે. 

દુનિયાના સૌથી લોકપ્રિય નેતા

  1. નરેન્દ્ર મોદી (ભારત)- 75 ટકા
  2. આંદ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રાડોર (મેક્સિકો)- 63 ટકા
  3. એંથોની અલ્બેનેસ (ઓસ્ટ્રેલિયા)- 58 ટકા
  4. મારિયો ડ્રેગી (ઈટલી)- 54 ટકા
  5. ઈગ્નાઝિયો કૈસિસ (સ્વિટ્ઝરલેન્ડ)- 52 ટકા
  6. મેગ્ડેલેના એંડરસન (સ્વીડન)- 50 ટકા
  7. અલેક્ઝેંડર ડી ક્રૂ (બ્લેઝિયમ)- 43 ટકા
  8. ઝાયર બોલ્સોનારો(બ્રાઝિલ)- 42 ટકા

આ અગાઉ પણ નંબર 1 રહી ચુક્યા છે મોદી

આ પહેલી વાર નથી કે, જ્યારે પીએમ મોદીને સૌથી લોકપ્રિય નેતા પસંદ કરવામાં આવ્યા હોય. આ અગાઉ પીએમ મોદી મે 2020માં 84 ટકા લોકપ્રિયતાની સાથે યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સપ્ટેમ્બર 2021માં પીએમ મોદીને ફરીથી સૌથી ચર્ચિત અને લોકપ્રિય નેતાનો દરજ્જો મળ્યો હતો. આ વર્ષે 13થી 19 જાન્યુઆરીના અઠવાડીયામાં 71 ટકા લોકોની પસંદ સાથે પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ