બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / pm narendra modi speech in bjp parliamentary board meeting today

BJP સંસદીય દળની બેઠક / ભાજપ સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી તે પાપ છે, તો હાં એ પાપ મને મંજૂર : PM મોદી

Pravin

Last Updated: 01:57 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે રીતે ભાજપે દેખાવ કર્યો છે, તેનાથી પાર્ટી ગદગદ થઈ છે, આજે સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સંબોધન કર્યું હતું.

  • પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની જીત
  • આજે મળી સંસદીય દળની બેઠક
  • પાર્ટીમાં પીએમ મોદીનું સાંસદોને સંબોધન

પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય નજતા પાર્ટીની શાનદાર જીત પર આજે પાર્ટીએ સંસદીય દળની બેઠક બોલાવી હતી, જેમાં પીએમ મોદીએ અને જેપી નડ્ડાને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ વંશવાદ પર ભાજપના સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાંસદોના દિકરાઓને મારા કહેવા પર ટિકિટ કાપવામાં આવી હતી અને ભાજપ સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી તે પાપ છે તો હાં એ પાપ મને મંજૂર છે. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ પોતાના દિકરા માટે લખનઉની ટિકિટની માગ કરી હતી, પણ તેમને ટિકિટ આપવામાં આવી નહોતી.

 

ભાજપમાં નહીં ચાલે વંશવાદ

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે, જો પાર્ટીના કોઈ નેતાની ટિકિટ કપાઈ છે, તો તે મારી જવાબદારી છે. તેમણે સંસદીય દળની બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે ઓપરેશન ગંગા વિશે પણ જાણકારી આપી હતી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટીમાં વંશવાદને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. તેમણે સાંસદોને કહ્યું છે કે, ભાજપમાં પરિવારવાદની રાજનીતિ ચલાવી લેવામાં આવશે નહીં. અમે વંશવાદની રાજનીતિની વિરુદ્ધમાં છીએ.

રીતા બહુગુણાના દિકરાને ન મળી ટિકિટ

યુપી વિધાનસભા ચૂંટણી 2022માં ટિકિટ વહેંચણી સમયે ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ કેંટ સીટથી દિકરા મયંક જોશીને ટિકિટ અપાવાના ખૂબ પ્રયત્નો કર્યો હતા. ત્યાં સુધી કે, તેમણે કહ્યું હતું કે, જો મારા દિકરાને ટિકિટ નહીં મળે, તો હું સાંસદ પદ છોડી દઈશ. જો કે, ભારતીય જનતા પાર્ટીએ તેમ છતાં પણ ટિકિટ આપી નહોતી. ઉપરાંત ઉત્તરાખંડમાં પૂર્વ ભાજપ નેતા હરક સિંહ રાવત પણ પોતાની વહુ સહિત બે ટિકિટ માગી રહ્યા હતા, પણ પાર્ટીએ તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ આપી નહીં. બાદમાં હરક સિંહ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જતાં રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ