બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Narendra Modi mega roadshow in Karnataka Bengaluru, Huge crowd of people to see Modi

કર્ણાટક / VIDEO: લોકોને મળવા ટ્રકમાંથી નીચે ઉતર્યા PM મોદી, જ્યાં નજર જાય ત્યાં લોકોની ભારે ભીડ, જુઓ બેંગલુરુનો મેગા રોડ શૉ

Megha

Last Updated: 09:45 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલુરુમાં એક વિશાળ રોડ શો કર્યો હતો જે દરમિયાન મોદી એ કેસરી ટોપી પહેરી હતી અને એમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા

  • નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં એક વિશાળ રોડ શો કર્યો હતો
  • રોડ શો દરમિયાન મોદી એ કેસરી ટોપી પહેરી હતી
  • મોદીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કર્ણાટકના ઉત્તર બેંગલુરુ ક્ષેત્રમાં એક વિશાળ રોડ શો કર્યો હતો, જ્યાં ભારે ભીડ જોવા મળી હતી. જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી રાજ્યમાં તેમની ત્રીજી જનસભાને સંબોધિત કર્યા બાદ સાંજે લગભગ 5 વાગ્યે બેલાગવી જિલ્લાના કુડાચીથી અહીં પહોંચ્યા હતા જ્યાં તેઓ ખાસ ડિઝાઇન કરેલા વાહનમાં સવારી કરીને રોડ શોમાં ભાગ લીધો હતો.

એ રોડ શો દરમિયાન મોદી એ કેસરી ટોપી પહેરી હતી અને એમની સાથે બેંગલુરુ ઉત્તરના સાંસદ ડી.વી. સદાનંદ ગૌડા અને ભાજપના વિધાન પરિષદના સભ્ય સી. નારાયણસ્વામી પણ હાજર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને બાજુએ એકઠા થયા હતા અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી.

આ સાથે જ રોડ શોમાં ભવ્ય નજારો જોવા મળ્યો હતો અને રસ્તાઓ પર ભાજપના ધ્વજ અને પોસ્ટરો જોવા મળ્યા હતા. આ સાથે જ મુખ્ય આકર્ષણ એ હ્યુ કે રોડ શોના માર્ગ પર કલાકારોના જૂથે લોકપ્રિય નૃત્ય 'ડોલુ કુનીતા' રજૂ કર્યું હતું. જણાવી દઈએ કે આ રોડ શો અંદાજે 5.3 કિલોમીટર લાંબો હતો જે ઉત્તર બેંગલુરુમાં મગડી રોડ, નાઇસ રોડ જંકશનથી સુમનહલ્લી સહિત વિવિધ સ્થળોએથી પસાર થયો હતો.

મહત્વનું છે કે રોડ શોના કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને પોલીસે લોકોને ટ્રાફિક એડવાઈઝરી જારી કરીને એ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળવા જણાવ્યું હતું જ્યાં રોડ શો હતો. આ સાથે જ રોડ શોના માર્ગ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

નોંધનીય છે કે PM મોદી દિલ્હી પાછા જતા પહેલા રવિવારે મૈસુરમાં રોડ શો પણ કરશે. કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ