બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / pm narendra modi mann ki baat rajkot painter pratapsinh barhat shivaji painting

મન કી બાત / રાજકોટના ચિત્રકાર સ્વ. પ્રભાતસિંહની નેમ પુરી કરશે મોદી સરકાર, 1990થી શરૂ કરેલું શિવાજી મહારાજના સંસ્મરણનું અધૂરું ચિત્ર કરશે પૂર્ણ, કહાની રસપ્રદ

Kishor

Last Updated: 06:10 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવાજી મહારાજના વિવિધ પ્રસંગને આવરી લેવાય તે રીતે 888 મીટર લાંબુ ચિત્ર બનાવવાના નીર્ધાર સાથે કામ કરતા રાજકોટના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટનું નિધન થતા કઅજે PM નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં રાજકોટ અને ચિત્રકાર પ્રભાતસિંહ બારહટનો ઉલ્લેખ કર્યો હતો.

  • વર્ષ 2018માં ચિત્રકાર પ્રભાતસિંહ બારહટ દેવ થઈ ગયા 
  • શિવાજી  મહારાજની સવારી નામથી બનાવતા હતા ચિત્ર
  • નિધન બાદ અધુરા ચિત્રને પૂરું કરશે કેન્દ્ર સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિ રવિવારે "મન કી બાત "કાર્યક્રમ રજુ કરે છે. જેમા દેશ દુનિયાની મહત્વ બાબતો અને વ્યક્તિત્વની વાત રજુ કરે છે. ત્યારે આજે રવિવારે મન કી બાત ના એપિસોડમાં રાજકોટ અને રાજકોટના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને યાદ કરી શિવાજી મહારાજના સસ્મરણનું ઐતિહાસીક, અદ્દભુત ચિત્ર કર્યું છે. તેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. જેને લઈને આ ચિત્રકારનું વિશિષ્ઠ કાર્ય અને રાજકોટ દેશભરમાં ગાજ્યું હતું. કોણ છે આ રાજકોટના આ ચિત્રકાર અને શિવાજી મહારાજ વિષયક એણે શું બનાવ્યું છે. આવો જાણીએ વિસ્તારથી

 pm narendra modi mann ki baat rajkot painter pratapsinh barhat shivaji painting

હિન્દુ સામ્રાજ્યની વાત વિશ્વ રેકોર્ડની રૂપમાં તૈયાર કરવાનો નેમ હતી 

રાજકોટના કલાકાર સ્વ. પ્રભાતસિંહ બારહટનાં શિવાજી મહારાજની સવારી ઉપરનું ચિત્રના આજે મન કી બાત કાર્યક્રમમાં કર્યા મોદીએ વખાણ કર્યા હતા. રાજકોટમાં જ રહેતા ચિત્રકાર પ્રભાતસિંહ બારહટની આજે દુનિયામા ગેરહાજરી છે. પણ તેઓની ચીત્રકલાની કદર તેઓ દ્વારા તૈયાર કરેલ મહારાજા શિવાજીના તમામ સસ્મરણો જીવંત કરતા 888 મીટર લાબું ચિત્ર જોતા જ થાય છે. ભલે 888મીટર લાંબુ આ ચિત્ર બનાવવાનો નિર્ધાર પછી આજે 110મીટર સુધી ચિત્ર બન્યું છે અને 2018માં પ્રભાતસિંહ ભાઈ દેવ થઇ ગયા.

 ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે ચિત્રના વખાણ કરતા પોતાને ન રોકી શક્યા તે ચિત્રની વાત કરીએ તો, પ્રભાતસિંહે આ ચિત્રને ‘શિવાજીની સવારી’ નામ આપ્યું હતું. આ ચિત્ર બનાવતા પ્રભાતસિંહજીને 15 વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2018માં તેમનું અવસાન થયું હતું અને તેઓ પેઇન્ટિંગ પૂરું કરી શક્યા નહોતા.

છેલ્લા 18 વર્ષથી આ ચિત્ર બનાવતા હતા પ્રભાતસિહ બારહટ 

રાજકોટના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટએ 18વર્થી જ ચિત્ર બનાવતા હતા અને તે માટૅ શિવાજી મહારાજ ના જીવનમાં અશ્વ હોઈ શસ્ત્ર હોઈ કે શિવાજી મહારાજના અરવલ્લી પહાડો માં આવેલા કુળદેવીના મંદિરની રૂબરૂ મુલાકાત લઇ શિવાજીના સંસ્મરણો ચિત્રાકન કરી અદભુત કલાનો પરિચય અને હિન્દૂસમ્રાટ શિવાજી મહારાજ પ્રત્યેનો પ્રેમ કલામાં દેખાય છે. તેથી જ સ્વ. પ્રભાતસિંહ બારહટના પત્ની કહે છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની આ કલાને યાદ કરી તે એમના અને અમારા પરીવાર માટૅ ગૌરવની વાત છે. પણ શિવાજી મહારાજને સૌથી મોટા લાંબા ચિત્રની તેઓ મહેનતની આજે કદર થઇ તે અમારા માટૅ મોટી વાત છે.

 pm narendra modi mann ki baat rajkot painter pratapsinh barhat shivaji painting


પ્રતાપસિંહ બારહટ અવસાન પામ્યા બાદ કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા પરીવાર સાથે સબંધ હોવાથી PM સુધી વાત પહોંચી હતી.  પ્રતાપસિંહ બારહટએ શિવાજી મહારાજનું પેઇન્ટિંગ કરતા અધૂરું હતું અને તેઓ મૃત્યુ પામ્યા બાદ હવે આ ચિત્ર અધૂરું છે જેને કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

 વધુમાં તેમણે કહ્યુ હતુ કે, તેમના મોટાભાઈ પ્રભાતસિંહ જ્યારે આ ચિત્ર બનાવતા હતા ત્યારે તેમને કોઈ પૂછ્યું હતું કે, આટલી બધી મહેનત કરો છો તેનો અર્થ શું છે. ત્યારે તેમણે કહ્યુ હતુ કે, જ્યારે સંસદમાં 350થી વધુ સીટો હશે ત્યારે આ ચિત્રની કદર થશે.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ