બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Modi's photo and message will be displayed on fertilizer bags says central government

દેશ / હવે ખાતરની થેલી પર છપાશે PM મોદીની તસવીર: ખેડૂતોને આ ખાસ અપીલ કરશે કેન્દ્ર સરકાર, નવી ડિઝાઇન તૈયાર

Vaidehi

Last Updated: 06:23 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેથી રસાયણિક ખાતરોની થેલી પર PM મોદીનો ફોટો અને વડાપ્રધાનનો ખેડૂતો માટેનો સંદેશો મૂકવામાં આવશે.

  • કેન્દ્ર સરકારે ખાતરોની થેલી પરની ડિઝાઈનને લઈને કર્યો નિર્ણય
  • નવી ડિઝાઈનમાં PM મોદીનો ફોટો અને સંદેશો ફરજિયાત
  • વહેલીતકે નવી ડિઝાઈનવાળી થેલીમાં જ ખાતર વેંચવાના આદેશ

કેન્દ્ર સરકાર ફર્ટિલાઈઝર બેગ્સ એટલે કે રસાયણિક ખાતરની થેલીઓ પર PM મોદીનો સંદેશો છાપશે જેમાં PM મોદી ખેડૂતોને ઓછામાં ઓછું રસાયણિક ખાતર વાપરવા અને તેનું યોગ્ય સંતુલન જાળવવાની અપીલ કરશે.

લેટર લખીને આપવામાં આવ્યો આદેશ
ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઈઝરે શુક્રવારે તમામ ખાતર બનાવતી કંપનીઓનાં અધિકારીઓને લેટર લખીને કહ્યું કે ફર્ટિલાઈઝર બેગ્સ પર PM નરેન્દ્ર મોદીનો સંદેશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં કંપનીઓને બેગની નવી ડિઝાઈન પણ મોકલવામાં આવી છે. જેમાં PM મોદીનો ફોટો પણ છે.

PM મોદીનાં ફોટોની સાથે સંદેશો
નવી બેગ પર PM મોદીનો ફોટો હશે અને તેની નીચે તેમનો સંદેશો પણ છાપવામાં આવશે. આ સંદેશામાં લખેલું હશે કે હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ કેમિકલ ફર્ટિલાઈઝરનો ઓછો અને સંતુલિત ઉપયોગ કરીને ધરતી માંને બચાવવા માટે પગલું ભરે. કંપનીઓને વહેલીતકે નવી બેગ્સમાં જ ફર્ટિલાઈઝરને ડેલીવર કરવાનું કહેવામાં આવ્યું છે.

વન નેશન, વન ફર્ટિલાઈઝર્સની યોજના લાગૂ 
ગતવર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે ' વન નેશન, વન ફર્ટિલાઈઝર'ની યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંતર્ગત તમામ ફર્ટિલાઈઝર ભારતીય બ્રાંડ તરીકે વેંચાઈ રહી છે. તેની નીચે પ્રધાનમંત્રી ભારતીય માસ ફર્ટિલાઈઝર પ્રોજેક્ટનો લોગો પણ હોય છે. સમગ્ર દેશમાં હવે તમામ ફર્ટિલાઈઝર એકસમાન પેકિંગમાં વેંચાઈ રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ