બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Modi's address in the Rajya Sabha today, yesterday the opposition in the Lok Sabha was taken lightly

Budget Session / આજે રાજ્યસભામાં PM મોદીનું સંબોધન, ગઇકાલે લોકસભામાં વિપક્ષને લીધું હતું આડે હાથ

Priyakant

Last Updated: 09:36 AM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે બુધવારે પ્રસ્તાવ પર છેલ્લા સ્પીકર બોલ્યા પછી કહ્યું કે, PM મોદી આવતીકાલે (ગુરુવારે) બપોરે 2 વાગ્યે જવાબ આપશે

  • PM મોદીનું આજે રાજ્યસભામાં સંબોધન
  • ધન્યવાદ પ્રસ્તાવ પર આજે રાજ્યસભામાં PMનું સંબોધન
  • PM મોદીએ કઈ પણ મુદ્દાનો જવાબ આપ્યો નથી: રાહુલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે બુધવારે પ્રસ્તાવ પર છેલ્લા સ્પીકર બોલ્યા પછી કહ્યું કે, વડાપ્રધાન આવતીકાલે (ગુરુવારે) બપોરે 2 વાગ્યે જવાબ આપશે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા બુધવારે સમાપ્ત થઈ ગઈ. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રના પહેલા દિવસે 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. આ પહેલા બુધવારે પીએમ મોદીએ લોકસભામાં જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના કાર્યકાળની ખામીઓને ગણીને PM મોદીએ ગૃહમાં પોતાની વાત રાખી. સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે PM મોદીના જવાબમાં ક્યાંય પણ અદાણીનો ઉલ્લેખ નથી.

PM મોદીએ કઈ પણ મુદ્દાનો જવાબ આપ્યો નથી: રાહુલ 
PM મોદીના ભાષણ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર મીડિયા સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, PM મોદીએ કોઈપણ મુદ્દા પર જવાબ આપ્યો નથી. અદાણી કેસ પર PM મોદીએ કશું કહ્યું ન હતું. PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કંઈ કહ્યું ન હતું. એવું લાગે છે કે, PM મોદી બધાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આંતકવાદીઓને આપ્યો હતો વળતો જવાબ
જમ્મૂ-કાશ્મીરનાં લાલ ચોકમાં હું ત્રિરંગો લહેરાવવાનો સંકલ્પ લઈને ચાલ્યો હતો. ત્યારે ત્યાં આતંકવાદીએ ત્યાં પોસ્ટર લગાડ્યાં હતાં કે જોઈએ... જેણે પોતાની માનું દૂધ પીધું હશે તે લાલચોકમાં આવીને ત્રિરંગો ફરકાવે છે. "ત્યારે મેં જમ્મૂમાં કહ્યું હતું કે આતંકવાદીઓ કાન ખોલીને સાંભળજો...26 જાન્યુઆરીનાં બરાબર 11 વાગ્યે હું લાલ ચોક પહોંચીશ, વગર સિક્યોરિટી આવીશ, બુલેટ પ્રૂફ જેકેટ વગર આવીશ અને ત્યારે જોશું કે કોણે માનું દૂધ પીધું છે..."

દુશ્મન દેશે પણ આપી બારૂદની સલામી- PM
PMએ કહ્યું કે જ્યારે શ્રીનગરનાં લાલચોકમાં ત્રિરંગો લહેરાવ્યો ત્યારે મીડિયાનાં લોકોને મેં કહ્યું કે સામાન્યરીતે તો 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીનાં રોજ જ્યારે ભારતનો ત્રિરંગો લહેરાય છે ત્યારે ભારતનાં બારૂદ સલામી આપે છે, આજે હું જ્યારે લાલચોકમાં ત્રિરંગો ફરકાવું છું ત્યારે દુશ્મન દેશનાં બારૂદ પણ અવાજ કરી રહ્યાં હતાં, બોમ્બ ફેંકી રહ્યાં હતાં.

લોકો સેંકડોની સંખ્યામાં જમ્મૂ-કાશ્મીરમાં ફરી શકે છે...- PM
તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આજે જે શાંતિ આવી છે, તમે આજે શાંતિથી ત્યાં જઈ શકો છો, સેંકડોની ભીડમાં જઈ શકો છો, આ માહોલ અને પર્યટનની દુનિયામાં અનેક દશકો બાદ જમ્મૂ કાશ્મીરે રેકોર્ડ તોડ્યાં છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા'નો સફળ કાર્યક્રમ થઈ રહ્યો છે.'

વિપક્ષ પર કર્યાં પ્રહારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, ' કેટલાક લોકો કે જે કહેતાં હતાં કે જમ્મૂ-કાશ્મીરમાં ત્રિરંગાથી શાંતિ બગડવાનો ભય લાગતો હતો, હવે સમય જુઓ કે તેઓ પણ ત્રિરંગા યાત્રામાં શામેલ થાય છે. '

આ સાથે PM મોદીએ કહ્યું કે, તેમણે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ખર્ચ કર્યો છે. દેશવાસીઓનો મોદી પર જે ભરોસો છે તે માત્ર તેમની સમજની બહાર નથી, તેમની સમજથી પણ ઉપર છે. શું દેશના 80 કરોડ લોકો જેઓ મફત રાશન મેળવી રહ્યા છે તેઓ આ ખોટા આરોપો લગાવનારા પર વિશ્વાસ કરશે ? જ્યારે ગરીબોને એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ દ્વારા રાશન મળે છે, ત્યારે તેઓ તમારા જુઠ્ઠાણા અને ગંદા આરોપો પર કેવી રીતે વિશ્વાસ કરશે ?

આ સાથે કહ્યું કે, જ્યારે સન્માન નિધિના પૈસા 11 કરોડ ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ વખત જમા થાય છે, ત્યારે તેઓ તમારા પર કેવી રીતે વિશ્વાસ કરશે. મોદી મુસીબતના સમયે તેમની મદદે આવ્યા છે, તેઓ તમારા આરોપો પર કેવી રીતે વિશ્વાસ કરશે. તમારા આ આરોપો કરોડો ભારતીયોમાંથી પસાર થવાના છે. કેટલાક લોકો પોતાના અને પોતાના પરિવાર માટે જીવતા હોય છે. મોદી કરોડો દેશવાસીઓના પરિવારના સભ્ય છે. 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ મારી સૌથી મોટી ઢાલ છે. તમે આ બખ્તરમાં જૂઠાણા અને દુરુપયોગના શસ્ત્રોથી પ્રવેશ કરી શકતા નથી.

નક્કી કરો કે ભારત નબળું થયું છે કે મજબૂતઃ PM મોદી
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે,  આ લોકોને માથા અને પગ વગર વાત કરવાની આદત છે. આ કારણે તેઓ પોતે કેટલા વિરોધાભાસી બની જાય છે તે યાદ નથી. તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને ઓછામાં ઓછું તેમના પોતાના વિરોધાભાસને સુધારવું જોઈએ. તેઓ 2014થી સતત કહી રહ્યા છે કે ભારત કેટલું નબળું બની રહ્યું છે. હવે તેઓ કહી રહ્યા છે કે ભારત એટલું મજબૂત બની ગયું છે કે તે અન્ય દેશોને નિર્ણય લેવાની ધમકી આપી રહ્યું છે.

અરે ભાઈ, પહેલા નક્કી કરો કે ભારત નબળું થયું છે કે મજબૂત. કોઈ પણ વાઈબ્રન્ટ સંસ્થા અથવા વ્યવસ્થા હોય, જે જમીન સાથે જોડાયેલ હોય, તો દેશ તેના વિશે વિચારે છે, તેમાંથી શીખવાનો પ્રયાસ કરે છે અને પોતાનો રસ્તો પણ બદલતો રહે છે. જેઓ અહંકારમાં ડૂબેલા છે, જેઓ વિચારે છે કે તમામ જ્ઞાન તેમની પાસે છે, તેઓ વિચારે છે કે મોદીને ગાળો આપીને તેઓ તેમનો માર્ગ મેળવી લેશે.

જો માતા મજબૂત હોય તો આખો પરિવાર મજબૂતઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો માતા મજબૂત હોય તો આખો પરિવાર મજબૂત હોય છે અને જો પરિવાર મજબૂત હોય તો આખો સમાજ મજબૂત હોય છે. મને માતા-બહેનોની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે અમે આદિવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરી. અમે મહિલાઓને ધુમાડાથી મુક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે અમે માતાઓ અને બહેનો માટે શૌચાલયની વ્યવસ્થા કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ