બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મુંબઈ / PM Modi will inaugurate the country's largest sea bridge on January 12

સૌથી મોટો દરિયાઈ પુલ / દરિયાની ઉપર 22 કિમી લાંબો પુલ, 100ની સ્પીડમાં દોડશે ગાડીઓ, 18 હજાર કરોડનો ખર્ચ: PM મોદી કરશે લોકાર્પણ

Priyakant

Last Updated: 01:19 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Longest Sea Bridge Mumbai Latest News: દેશના સૌથી મોટા દરિયાઈ પુલનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને વડાપ્રધાન પોતે આ મેગા પ્રોજેક્ટ દેશને સોંપશે

  • PM મોદી 12 જાન્યુઆરીએ દેશના સૌથી મોટા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરશે
  • દરિયાઈ પુલની શરૂઆત થયા બાદ 2 કલાક ની જગ્યાએ 35 મિનિટમાં પૂર્ણ થશે પ્રવાસ 
  • આ પુલ પરથી વાહનો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકશે

Longest Sea Bridge Mumbai : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ દેશના સૌથી મોટા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે, દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં વધુ એક સફળતા મળવાની છે. દેશના સૌથી મોટા દરિયાઈ પુલની શરૂઆત થયા બાદ જે પ્રવાસ પૂર્ણ કરતાં 2 કલાક થતાં હતા તે માત્ર 35 મિનિટમાં સમાપ્ત થશે. દરિયા પર બનેલા આ પુલ પરથી વાહનો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકશે.

શું કહ્યું મુખ્યમંત્રીએ ? 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માહિતી આપી છે કે, 12 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કરશે. તેમણે કહ્યું કે, દેશના સૌથી મોટા દરિયાઈ પુલનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને વડાપ્રધાન પોતે આ મેગા પ્રોજેક્ટ દેશને સોંપશે. તેની લંબાઈ 21.8 કિલોમીટર છે, જે દેશમાં સમુદ્ર પર બનેલો સૌથી લાંબો પુલ છે. તે હાલમાં બાંદ્રા-વરલી સી લિંક કરતાં લગભગ 4 ગણો લાંબો છે, જે દેશના સૌથી લાંબો દરિયાઈ પુલ છે.

35 મિનિટમાં પૂરી થશે આખી મુસાફરી
આ  MTHL દક્ષિણ મુંબઈમાં સેવરીથી શરૂ થશે અને કોઈપણ લાલ બત્તી વિના તે ફ્લાયઓવર દ્વારા થાણે ક્રીક અને ચર્ચિલને પાર કરીને નવી મુંબઈની બહાર સમાપ્ત થશે. કુલ 22 કિલોમીટરના અંતરમાંથી 16.5 કિલોમીટર સમુદ્ર ઉપરથી આવરી લેવામાં આવશે. આ પુલ ભારતીય એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ રજૂ કરે છે. હાલમાં દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં 2 કલાકનો સમય લાગે છે, જે આ બંદર દ્વારા માત્ર 35 મિનિટમાં પૂર્ણ થશે.

વાંચો વધુ: સુપ્રીમ કોર્ટથી રાહત બાદ અદાણીની કમાણીમાં બમ્પર ઉછાળો: અંબાણીને પછાડી ફરી બન્યા નંબર વન, જાણો નેટવર્થ

એરપોર્ટ અને પૂણે જવાનું પણ બનશે સરળ 
MTHL પ્રોજેક્ટ પૂરો થયા પછી દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ જવાનું સરળ બનશે એટલું જ નહીં, નવી મુંબઈ એરપોર્ટ અને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે સુધી પહોંચવું પણ સરળ બનશે. તમે આ લિંક પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી શકશો. એક અંદાજ મુજબ દરરોજ લગભગ 70 હજાર વાહનો અહીંથી પસાર થશે. આ પ્રોજેક્ટ પર કુલ ખર્ચ 17,843 કરોડ રૂપિયા છે.

હવે જાણો કેટલો ટોલ ટેક્ષ હશે ? 
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ હજુ સુધી આ લિંક પર વસૂલવામાં આવનાર ટોલ ટેક્સનો ખુલાસો કર્યો નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 250 થી 300 રૂપિયા એક રીતે વસૂલવામાં આવી શકે છે. અગાઉ દરેક એન્ટ્રી પર 500 રૂપિયા ટોલ ટેક્સ વસૂલવાના સમાચાર હતા. આનો વિરોધ કરતાં મહારાષ્ટ્ર સરકારે તેને સામાન્ય માણસ માટે અતિશય ગણાવ્યું હતું. તેથી હવે તેમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ