બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / PM Modi will call an all-party meeting on Afghanistan, information will be given to the opposition

રાજકીય સંકટ / અફઘાન મામલે નવાજુની કરવાની તૈયારીમાં ભારત, PM મોદી 26 ઓગસ્ટે કરશે મોટું કામ, વિદેશમંત્રીની જાહેરાત

Hiralal

Last Updated: 02:53 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. સર્વપક્ષીય બેઠક 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે યોજાશે.

  • 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે યોજાશે સર્વપક્ષીય બેઠક
  • વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને માહિતી આપી 
  • અફઘાન મામલે સરકારની રણનીતિની માહિતી વિપક્ષને અપાશે

કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરે આ માહિતી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાન મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે થશે. તેમણે કહ્યું કે બેઠકમાં વિદેશ મંત્રાલય વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે.

વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને માહિતી આપી 
વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને લખ્યું કે અફઘાન ઘટનાક્રમને જોતા પ્રધાનમંત્રી મોદીએ વિદેશ મંત્રાલયે રાજકીય પક્ષોના નેતાઓને માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી આગળની જાણકારી આપશે.

વિપક્ષના સવાલના જવાબ આપશે સરકાર 
જ્યારથી અફઘાનમા તાલિબાની શાસન આવ્યું છે ત્યારથી વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યાં છે કે ભારતે અફઘાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રાખ્યું હોવાથી હવે ભારતની અફઘાન મુદ્દે કઈ રણનીતિ છે તેની જાણકારી દેશને મળવી જોઈએ. વિપક્ષના આ સવાલનો જવાબ આપવા માટે બેઠક બોલાવાઈ છે. 

અફઘાનમાંથી બચાવાયેલા 146 ભારતીયો દોહાથી ભારત પરત ફર્યા
અફઘાનિસ્તાનમાંથી બચાવાયેલા 146 ભારતીય નાગરિકો સોમવારે કતારની રાજધાનીથી ચાર અલગ અલગ વિમાનોમાં ભારત પહોંચ્યા. આ નાગરિકોને અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) વિમાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લઈ જવામાં આવ્યા હતા. ભારતે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે અમેરિકા, કતાર, તાજિકિસ્તાન અને અન્ય ઘણા મૈત્રીપૂર્ણ દેશો સાથે સંકલન કર્યું. અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી તેના નાગરિકોને બહાર કાઢવાના તેના પ્રયાસોના ભાગરૂપે, ભારત તેની ચાર ફ્લાઇટ દ્વારા અત્યાર સુધીમાં બે અફઘાન ધારાસભ્યો સહિત 400 થી વધુ લોકોને પરત લાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ