બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / pm modi visit today shirdi saibaba temple know miracles stories

સાંઈ બાબા મંદિર / શિરડીના સાંઈ બાબાના આ બે ચમત્કાર વિશે જાણીને તમે પણ ચોંકી જશો, આજે PM મોદી પણ કરશે દર્શન

Arohi

Last Updated: 01:06 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shirdi Saibaba Temple: આજે PM નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ફેમસ તીર્થસ્થળ શિરડીના સાંઈ બાબાના દર્શન કરશે. આવો જાણીએ કે શિરડીનું આ મંદિર આટલું ફેમસ કેમ છે? સાથે જ સાંઈ બાબા સાથે જોડાયેલી અમુક ચમત્કારી ઘટાનાઓ પણ જાણીએ.

  • આજે PM મોદી કરશે શિરડી સાંઈ બાબાના દર્શન 
  • જાણો શિરડીના સાંઈ બાબાની ચમત્કારી ઘટનાઓ
  • સાથે જાણો શિરડીનું આ મંદિર આટલું ફેમસ કેમ છે?

શિરડીના સાંઈ બાબા મંદિર વિશ્વપ્રસિદ્ધ છે. દેશ-વિદેશથી લોકો આ મંદિરમાં સાંઈ બાબાના દર્શન કરવા અને પોતાની માનતા પુરી થવાની આશા લઈને અહીં આવે છે. આજે 26 ઓક્ટોબર 2023એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસ પર મહારાષ્ટ્ર અને ગોવા જઈ રહ્યા છે. 

એવામાં પીએમ મોદી બપોરે 1 વાગ્યા શિરડીના સાઈ બાબા મંદિરમાં દર્શન કરશે. મહારાષ્ટ્ર સ્થિત શિરડી તીર્થસ્થળમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે. આ મંદિર અને સાઈ બાબાના જીવનની સાથે જોડાયેલા અમુક ચમત્કાર ખૂબ જ ફેમસ છે.  

ફોટોમાં દેખાયા ફક્ત ચરણ 
સાંઈ બાબા સાથે જોડાયેલી એક ઘટના ચોંકાવનારી છે. પ્રચલિત કથાઓ અનુસાર સાંઈ બાબાની કૃપાથી લોકોની મોટામાં મોટી બિમારીઓ પણ દૂર થઈ જાય છે. તેના કારણે લોકો દૂર દૂરથી તેમના દર્શન કરવા માટે આવે છે. 

આજ રીતે એક શ્રદ્ધાળુ સાંઈ બાબાના દર્શન કરવા માટે અવ્યો તો તેમણે તેમનો એક ફોટો ક્લીક કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે ભક્તે સાંઈ બાબાનો ફોટો ક્લિક કર્યો અને બાદમાં જ્યારે તેણે ફોટો જોયો તો તેમાં સાંઈ બાબાનો ફોટો નહીં પરંતુ ફક્ત તેમના ચરણ જ હતા. 

કડવા લીંમડાના મીઠા પાન 
સાઈ બાબએ પોતાના જીવનનો ઘણો સમય શિરડીમાં પસાર કર્યો છે. જ્યારે પણ તે શિરડી આવતા હતા તો વધારે સમય તે લીંમડાના ઝાડની નીચે જ બેસતા હતા. જેને હવે ગુરૂસ્થાનના નામથી ઓળખવામાં આવે છે. આ લીંમડાના ઝાડના પાનની ખાસીયત એ છે કે તે કડવા નહીં પરંતુ મીઠા છે. 

જો તમે ક્યારેય શિરડી જાઓ અને તમને આ ઝાડના પાન પડેલા મળે તો તેને ચાખીને જોજો. માનવામાં આવે છે કે જે પણ લોકોને આ લીંમડાના પાન ચાખવાનો મોકો મળે છે. તે હંમેશા સ્વસ્થ્ય રહે છે અને તેમને ક્યાકેય પણ કોઈ બીમારી નથી થતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ