બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / PM Modi Reviews Covid Situation In India, Centre May Recommend Masks: Sources

મહામારી / BIG NEWS : કોરોના હાઈ લેવલ મીટિંગમાં PM મોદીએ રાજ્યોને આપ્યો મોટો આદેશ, હવે કરશે બીજું કામ

Hiralal

Last Updated: 06:08 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટ બીએફ.7નું જોખમ હોવાથી, તેને વધારે ફેલાતો અટકાવવા માટે તાબડતોબ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

  • કોરોના ભારતમાં ન ફેલાય તે માટે સરકારની મોટી તૈયારી
  • પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલ રિવ્યુ મીટિંગ
  • અમિત શાહ સહિતના મંત્રીઓ અને ટોચના અધિકારીઓ રહ્યાં હાજર 
  • રાજ્યોને બૂસ્ટર ડોઝ વધારવાનો આદેશ 
  • રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પીએમ મોદી 

ભારતમાં કોરોનાનું સંકટ સર્જાતા અત્યારથી તેને બેસાડી દેવા માટે કેન્દ્રીય સ્તરે મોટાપાયે ધમધમાટ શરુ થયો છે. ગઈકાલે માંડવિયાની મોટી બેઠક બાદ આજની આઈએમએની ગાઈડલાઈન્સની સાથે પ્રધાનમંત્રી મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને કેન્દ્રીય મંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિને લઈને ચર્ચાવિચારણા કરી હતી. બે કલાક ચાલેલી મીટિંગમાં પીએમ મોદીએ રાજ્યોને એક મોટો આદેશ આપ્યો હતો. 

રાજ્યોને બૂસ્ટર ડોઝ વધારવાનો આદેશ
પીએમ મોદીએ બેઠકમાં રાજ્યોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને વધુમાં વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પીએમ મોદી ટૂંક સમયમાં જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. રાજ્યો માટે અલગથી એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન, નીતિ આયોગના સીઈઓ પરમેશ્વરન અય્યર, આરોગ્ય મંત્રાલય, નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઈ) અને અન્ય ટોચના અધિકારીઓ અને પ્રધાનો હાજર રહ્યાં હતા. 

ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી થશે- વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ચીનમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. આપણે દુનિયાની ફાર્મસી છીએ અને આ રીતે હંમેશા બીજા દેશોની મદદ કરી છે. આપણે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરવાની છે. 

ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા 
ચીનમાં કોરોના ફેલાવાને કારણે ભારતમાં ભયની સ્થિતિ છે અને ચોથી લહેર આવવાની સંભાવના છે. સરકારે પણ કોંગ્રેસ પાર્ટીને તેની ભારત જોડો યાત્રા બંધ કરવાની સૂચના આપી છે. એટલું જ નહીં ભાજપે પોતે રાજસ્થાનમાં પોતાની જનક્રોશ યાત્રા સ્થગિત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ સરકાર આપી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ