બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / PM Modi laid the foundation stone of 3 semiconductor plants including Sanand.

આત્મનિર્ભર ભારત / PM મોદીએ સાણંદ સહિત 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ, કહ્યું આ સેક્ટર વિકાસનો દ્વાર

Vishal Khamar

Last Updated: 12:27 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોલેરા ખાતે સેમિકંડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે 1962 થી આ પ્રયાસ ચાલતો હતો. જેમાં આજે સફળતા મળી છે. આજનો દિવસ ઈતિહાસમાં યાદ રખાશે. આજે એક સાથે 3 પ્લાન્ટનું ભૂમિપૂજન અને ચોથો માઈક્રોન પ્રોજેક્ટ પણ છે. યુવા પેઢીને સુનિશ્ચિત કરવા અને વિકસિત કરવાનો આ નિર્ણય અને પ્રોજેક્ટ છે.

ધોલેરા ખાતે સેમિકંડક્ટર પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંદે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશનાં ભવિષ્યનો પાયો નાંખવા મોદી જેવું નેતૃત્વ હોવું જોઈએ. 1962 થી આ પ્રયાસ ચાલતો હતો. આજે સફળતા મળી છે. પીએમનાં વિઝનનાં કારણે આ સફળતા મળી છે. તેમજ આજનો દિવસ ઈતિહાસમાં યાદ રખાશે. આજે એક સાથે 3 પ્લાન્ટનું ભૂમિપૂજન અનો ચોથો માઈક્રોન પ્રોજેક્ટ પણ છે. દરેક વસ્તુ કે જેમાં ઓન અને ઓફ થાય તે દરેક વસ્તુમાં સેમી કન્ડક્ટર હોય છે. પીએમ માટે આ મહત્વનું છે અને પીએમનો રોલ વધુ છે. એક પ્લાન્ટ આસામમાં લાગી રહ્યો છે અને મેડ ઈન આસામ, મેડ ઈન ગુજરાતથી વસ્તુ વિશ્વમાં આવશે. ડબલ એન્જીન સરકાર માટે આ 4 પ્લાન્ટ ઉદાહરણ છે. જૂન 2021 માં કામને  સરકારે મંજૂરી આપી અને કામ શરૂ થયું. 29 ફેબ્રુઆરી 2024 માં પ્લાન્ટને મંજૂરી અપાઈ અને 15 દિવસમાં તેની શરૂઆત મોટું પગલું છે. યુવા પેઢીને સુનિશ્ચિત કરવા અને વિકસિત કરવાનો આ નિર્ણય અને પ્રોજેક્ટ છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  ભારતનાં સૌ પ્રથમ સેમિકંડક્ટર પ્રોજેક્ટનાં ભૂમિ પૂજન સમારોહમાં આપણી વચ્ચે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આસામના મુખ્યંત્રી હેમંત બિશ્વાહ, કેન્દ્રીય મંત્રી અશ્વિને વૈષ્ણલ, ટાટા ગ્રુપનાં ચેરમેન એન.ચંદ્રશેખર તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા તમામ લોકો. આ કાર્યક્રમનાં માધ્યમથી સેમિ કંડક્ટર પ્રોજેક્ટનાં ભૂમિ પૂજન માટે વડાપ્રધાન આપણી સાથે વર્ચ્યઅલી માધ્યમથી જોડાયેલા છે. હું એક વખત ફરી વડાપ્રધાનનો આભાર માનું છું. અમે બધા આ બાબતનાં સાક્ષી છીએ કે વડાપ્રધાનનાં નરેન્દ્ર મોદીનાં વિકાસશીલ ગુજરાતનાં મીશન હેઠળ ભારતીય ઉદ્યોગ દિન પ્રતિદિન નવી ઉંચાઈ મેળવી રહ્યો છે.  

ભારત વૈશ્વિક શક્તિ બની રહ્યું છે: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ટેક ટેક ચિપ્સ ફોર ડેવલપ્ડ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે ત્રણેય સેમિકન્ડક્ટર યુનિટનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે ભારત પહેલાથી જ સ્પેસ, ન્યુક્લિયર અને ડિજિટલ પાવર છે અને હવે આવનારા સમયમાં દેશ સેમિકન્ડક્ટર સેક્ટરમાં વૈશ્વિક શક્તિ બનશે. તેમણે કહ્યું કે અમે અત્યારે જે નિર્ણયો લઈ રહ્યા છીએ અને અમે જે નીતિઓ બનાવી રહ્યા છીએ તેનાથી અમને વ્યૂહાત્મક ફાયદો થશે. 

ત્રણ સેમિકન્ડક્ટર યુનિટનો શિલાન્યાસ કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આ ક્ષેત્રમાં ભારતના વિકાસનો સૌથી વધુ ફાયદો દેશના યુવાનોને થવાનો છે. તેમણે કહ્યું, '21મી સદી ટેક્નોલોજી આધારિત છે અને તેની ઈલેક્ટ્રોનિક ચિપ્સ વિના કલ્પના પણ કરી શકાતી નથી. મેડ ઈન ઈન્ડિયા ચિપ, ભારતમાં ડિઝાઈન કરાયેલી ચિપ ભારતને આત્મનિર્ભરતા અને આધુનિકતા તરફ લઈ જશે.

'સેમિકન્ડક્ટર સેક્ટર એ વિકાસનું પ્રવેશદ્વાર છે'
પીએમ નરેન્દ્ર મોદીએ ત્રણ સેમિકન્ડક્ટર એકમોનો શિલાન્યાસ કરતી વખતે તેમના સંબોધનમાં કહ્યું હતું કે આ ક્ષેત્રમાં ભારતના વિકાસનો સૌથી વધુ ફાયદો દેશના યુવાનોને થવાનો છે. તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર સેક્ટર કોમ્યુનિકેશનથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીના ઘણા ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેશમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના અને ચિપ મેન્યુફેક્ચરિંગ દ્વારા રોજગારીની વિશાળ તકો ઉભી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેમિકન્ડક્ટર સેક્ટર એ વિકાસનું પ્રવેશદ્વાર છે, જે અમર્યાદ શક્યતાઓથી ભરેલું છે. ભારતીય યુવાનોની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે આજે સેમિકન્ડક્ટર ચિપની ડિઝાઇન અને તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતા મગજ ભારતીય યુવાનોના છે. 

 સ્ટાર્ટઅપ્સ માટે નવી તકોઃ વડાપ્રધાન 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચિપ મેન્યુફેક્ચરિંગ માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ તે દેશના વિકાસના દરવાજા ખોલે છે, જે અમર્યાદ શક્યતાઓથી ભરેલો છે. આ ક્ષેત્ર માત્ર ભારતમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવા જઈ રહ્યું નથી, પરંતુ તકનીકી પ્રગતિના ક્ષેત્રમાં પણ ઘણી પ્રગતિ થવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું, 'એક તરફ, અમે દેશમાં ઝડપથી ગરીબી ઘટાડી રહ્યા છીએ અને બીજી તરફ, અમે ભારતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવી રહ્યા છીએ અને દેશને આત્મનિર્ભર બનાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં માત્ર 2024માં જ 12 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના મતે, ભારત સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમમાં ત્રીજું સૌથી મોટું ખેલાડી છે અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં આપણા સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો ઊભી થવા જઈ રહી છે. 

વધુ વાંચોઃ PM મોદીએ બ્રિટેન સમકક્ષને ધુમાવ્યો ફોન, આ મહત્વના મુદ્દાઓ પર થઈ મજબૂત ચર્ચા

આત્મનિર્ભર ભારત મિશનમાં મહત્વની ભૂમિકા
પીએમ મોદીના સંબોધન પહેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 'આજે એક સાથે 3 સેમિકન્ડક્ટર યુનિટનું ભૂમિપૂજન છે. આ ત્રણ પ્રોજેક્ટ અને તાજેતરનો માઇક્રોન પ્રોજેક્ટ મળીને 4 મોટા પ્લાન્ટ બનાવશે અને ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગની સ્થાપના કરશે. તેમણે કહ્યું કે પીએમ મોદીના આત્મનિર્ભર ભારત મિશનમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ ચારમાંથી એક પ્લાન્ટ આજે આસામમાં સ્થાપિત છે, આ ચાર પ્લાન્ટ એક ઉદાહરણ છે કે ડબલ એન્જિન સરકારમાં વસ્તુઓ કેવી રીતે કામ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ