બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ભારત / PM Modi humble appeal to the countrymen after the demise of Ramlala

Ayodhya ram mandir / રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીની દેશવાસીઓને નમ્ર અપીલ, વીડિયો શેર કરી જુઓ શું કહ્યું

Kishor

Last Updated: 06:39 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષોની તપસ્યા બાદ આજે ભગવાન શ્રીરામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે. જેને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ તેઓએ દેશવાસીઓને વીડિયોના માધ્યમથી એક નમ્ર અપીલ કરી હતી. જુઓ શુ કહ્યું!

  • રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીનું ટ્વીટ 
  • દેશવાસીઓને PM મોદીએ કરી અપીલ
  • આજે શ્રીરામ જ્યોતિ પ્રજ્જવલિત કરવાની કરી અપીલ
  • તમામ લોકોને ઘરે શ્રીરામ જ્યોતિ પ્રજ્જવલિત કરવાની કરી અપીલ

આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે પીએમ મોદી દિલ્લી સ્થિત તેમના નિવાસસ્થાને દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરશે. દિલ્લીના લોક કલ્યાણ માર્ગ પર આવેલા પોતાના નિવાસ સ્થાન પર દિવાળીની ઉજવણી કરશે. પીએમ મોદી આ પહેલા પર 22 જાન્યુઆરીએ સૌ કોઈને દિપ પ્રગટાવવા માટે આહ્વાન કરી ચૂક્યા છે. આ સાથે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીની દેશવાસીઓને નમ્ર અપીલ કરી છે.

પ્રાણ પ્રતિષ્ઠાને એક નવા યુગનો આરંભ : મોદી

આજે પીએમ મોદીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને એક નવા યુગનો આરંભ થયો હોવાનું પ્રતિક ગણાવ્યું હતું અને આગામી હજારો વર્ષોને મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો નાખવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સિયાવર રામચંદ્ર કી જય અને જય શ્રીરામના ઉદ્ઘોષ સાથે પીએમ મોદીએ પોતાનું સંબોધન શરૂ કર્યું હતું અને કહ્યું કે આ જીતનો અવસર નહીં પણ વિનમ્રતાનો અવસર ગણાવ્યો હતો તેમને કહ્યું કે રામ મંદિર સમૃદ્ધ અને વિકસિત ભારતના ઉદયનું સાક્ષી બનશે.
 

ગર્ભગૃહમાં અભિષેક સમારોહમાં ભાગ લીધો હતો
પીએમ મોદીએ કહ્યું કે હવે આપણે આ પવિત્ર સમયની સાથે આગામી હજારો વર્ષ માટે ભારતનો પાયો નાખવાનો છે. મંદિરના નિર્માણથી આગળ વધીને આપણે સૌ દેશીવાસીઓને આ ક્ષણથી જ સમર્થ, સક્ષમ, ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ કરવાનું છે.આ પહેલા પ્રધાનમંત્રી રાજ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને લઈને ચાલી રહેલા કેસ પર 2019માં સુપ્રિમ કોર્ટના એતિહાસિક નિર્ણયથી સંભવ થયેલા રામ મંદિરના ગર્ભગૃહમાં અભિષેક સમારોહમાં ભાગ લીધો હતો.

આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે

Pm મોદીએ કહ્યું કે "આજે હું ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું, આપણા જ પ્રયાસમાં જ કઈ કમી રહી ગઈ હશે કે જેથી આપણે અત્યાર સુધી આ મંદિરનું નિર્માણ ન કરી શક્યા.પણ હવે આજે એ ચાહ પૂરી થઈ ગઈ છે. પીએમએ કહ્યું કે રામ મંદિરના ભૂમિપૂજન પછી સમગ્ર દેશમાં દરરોજ ઉત્સાહ વધી રહ્યો છે. “આજે આપણને સદીઓની ધીરજ વારસામાં મળી છે. આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે. આખો દેશ આજે દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. આજે સાંજે દરેક ઘરમાં રામજ્યોતિ પ્રગટશે.

વધુ વાંચો: જેના દર્શન વગર અધૂરી છે અયોધ્યા યાત્રા ત્યાં જઈ PM મોદીએ ઝુકાવ્યું શીશ, દેવાધિદેવ શિવનો કર્યો જળાભિષેક

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ ટ્વિટ કરીને પણ લોકોને અપિલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને અપીલ કરી કે આજે શ્રીરામ જ્યોતિ પ્રજ્જવલિત કરવી સાથે જ ભગવાન રામલલાનું સ્વાગત કરવા માટે અપિલ કરી છે.. કારણ કે આજે રામલલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ