બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Modi had a meeting with 45 NDA MPs to discuss the 2024 election strategies

કહાની / એક વાયરલ વીડિયોએ કેવી રીતે જીતાડી ઉત્તરાખંડ વિધાનસભાની ચુંટણી? NDA સાંસદોની બેઠકમાં PM મોદીએ સંભળાવ્યો રોચક કિસ્સો

Vaidehi

Last Updated: 07:17 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદીએ 45 NDA સંસદોની સાથેની મીટિંગમાં જણાવ્યું કે કેવી રીતે એક વૃદ્ધ મહિલાનાં વાયરલ વીડિયોએ ઉત્તરાખંડની ચૂંટણી જીતવામાં મદદ કરી.

  • PM મોદીએ 45 NDA સંસદોની સાથે કરી હતી બેઠક
  • મીટિંગ દરમિયાન ઉત્તરાખંડ ઈલેક્શનની કરી વાત
  • કહ્યું એક વૃદ્ધ મહિલાનાં વાયરલ વીડિયોએ જીતાડી ચૂંટણી

PM નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પશ્ચિમી યૂપી, બૃજ અને કાનપુર બુંદેલખંડ ક્ષેત્રનાં 45 NDA સંસદોની સાથે બેઠક કરી. અહીં PM મોદીએ તમામ સાંસદોને જનતાની વચ્ચે વધુને વધુ સંવાદ કરવા માટે કહ્યું. આ દરમિયાન PM એ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ એક વૃદ્ધ મહિલાનાં વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો.

વીડિયોએ જીતાડી ચૂંટણી-PM
આ વીડિયોમાં મહિલા કહી રહી હતી કે, 'મારો દીકરો મારું ધ્યાન નથી રાખતો, પરંતુ દિલ્હીમાં મારો એક દીકરો છે જે મારું ધ્યાન રાખે છે.' PM મોદીએ કહ્યું કે,' આ એક વીડિયોએ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી જીતવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે.'

સોશિયલ મીડિયાને લઈને કરી વાતચીત
માહિતી અનુસાર PMએ સાંસદોને કહ્યું કે,' ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ પર પોતાના અને કેન્દ્ર-રાજ્ય સરકારનાં કામોનો વધુને વધુ પ્રચાર કરવું.' PMએ તેમને ઉદાહરણ આપતાં કહ્યું કે 'નાની-નાની ઘટનાઓ મોટો બદલાવ લાવી શકે છે. ' આ વાતચીત દરમિયાન PM મોદીએ વૃદ્ધ મહિલાનાં વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો.

'રામમંદિર નિર્માણ સિવાય પણ ઘણાં કામ'
PM મોદીએ કહ્યું કે આ ક્ષેત્રમાં NDAનો કોઈ સાંસદ નથી પરંતુ આપણે NDA સરકારનાં કાર્યક્રમોનાં વિશે જનતાને જણાવવું. આ સાથે જ તેમણે કહ્યું કે, ' રામમંદિર સિવાય પણ ઘણાં કામ છે જેને જનતાની સમક્ષ લઈ આવવું જોઈએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ