બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm modi called a high level meeting today expected a big discussion on the possible third wave

BIG NEWS / કોરોનાની ત્રીજી લહેર મુદ્દે PM મોદીએ તાબડતોબ બોલાવી હાઈલેવલ મીટિંગ, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

Dharmishtha

Last Updated: 08:28 AM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ મંગળવારે બેઠક બોલાવી છે.

  • બેઠકમાં પીએમ મોદી ત્રીજી લહેરની તૈયારીની સમીક્ષા કરી શકે
  • ત્રીજી લહેર સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી આવવાની આશંકા 
  •  આ બેઠક બહું મહત્વની કેમ કે...

બેઠકમાં પીએમ મોદી ત્રીજી લહેરની તૈયારીની સમીક્ષા કરી શકે 

સમાચાર છે કે બેઠકમાં પીએમ મોદી ત્રીજી લહેરને લઈને કરવામાં આવી રહેલી તૈયારીની સમીક્ષા કરી શકે છે. મીટિંગમાં સ્વાસ્થ્ય મંત્રાલય, કેબિનેટ સચિવ અને નીતિ આયોગ સામેલ થઈ શકે છે. હાલમાં એક રિપોર્ટ સામે આવી હતી. જેમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી આવવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

 આ બેઠક બહું મહત્વની 

મંગળવારે બપોરે 3.30 વાગે થનારી મહત્વની બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ પર ચર્ચા અને તૈયારીની સમીક્ષા કરવામાં આવી શકે છે. ગત જુલાઈમાં જ પીએમ મોદીના કેબિનેટમાં મોટો ફેરફાર થયો હતો. આ દરમિયાન સ્વાસ્થ્ય સહિત અનેક મોટા મંત્રાલયની જવાબદારી બદલાઈ ગઈ હતી. આ રીતે આ બેઠક બહું મહત્વની માનવામાં આવી રહી છે. જાણકારો પહેલા જ એ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર સૌથી વધારે બાળકોને અસર કરશે.

રિપોર્ટમાં શું

ગૃહ મંત્રાલય તરફતી એક એક્સપર્ટ પેનલ ગઠિત કરવામાં આવી હતી. જેણે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચે ત્રીજી લહેર આવવાનું અનુમાન લગાવ્યું હતુ. નેશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયાર કરવામાં આવેલી એક્સપર્ટ કમિટીએ કહ્યું કે વયસ્કોની જેમ બાળકોને પણ સમાન જોખમ હશે. કેમ કે મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થઈ જાય છે તો ડોક્ટર, વેન્ટિલેટર્સ, એમ્બ્યૂલન્સ વગેરેની સુવિધા પુરતી નથી.

પીએમ કાર્યાલયને પહોંચાડવામાં આવેલી રિપોર્ટમાં જોવા મળ્યું કે ભારતમાં અત્યાર સુધી ફક્ત 7.6 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થયું છે અને જો હાજર રસીકરણ દર નહીં વધે તો નેક્સ લહેરમાં રોજમાં 6 લાખ કેસ આવી શકે છે. એપ્રિલ મેમાં બીજી દરમિયાન દેશમાં મેડિકલની અસુવિધાના સમાચાર આવ્યા હતા. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો ત્રીજી લહેરની તૈયારીમાં લાગ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ