બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Please don't come drunk or else...: Rajkot's Koli family's marriage kankotri is hotly debated

અનોખી પહેલ / મહેરબાની કરીને કોઇએ દારૂ પીને ન આવવું નહીં તો....: રાજકોટના કોળી પરિવારની લગ્ન કંકોત્રી ભારે ચર્ચામાં

Vishal Khamar

Last Updated: 04:12 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં લગ્નની એક કંકોત્રી હાલ ભારે ચર્ચામાં છે. હડાળા ગામે રહેતા કોળી પરિવારની લગ્ન કંકોત્રી વાયરલ થઈ છે. હડાળા ગામના મનુસખભાઈ સીતાપરા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

  • રાજકોટમાં લગ્નની એક કંકોત્રી ભારે ચર્ચામાં
  • હડાળા ગામે કોળી પરિવારની લગ્ન કંકોત્રી થઈ વાયરલ
  • મહેરબાની કરી કોઈએ દારૂ પી ને આવવું નહીં તેવો કંકોંત્રીમાં ઉલ્લેખ

 રાજકોટમાં લગ્નની એક કંકોત્રી હાલ ભારે ચર્ચામાં છે. હડાળા ગામે રહેતા કોળી પરિવારની લગ્ન કંકોત્રી વાયરલ થઈ છે.  હડાળા ગામના મનુસખભાઈ સીતાપરા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.  તેઓની પુત્રીના આવતીકાલે લગ્ન પ્રસંગ હોઈ આ કંકોત્રીએ સમગ્ર ગુજરાતભરમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે.  મનસુખભાઈએ કંકોત્રીમાં લગ્ન પ્રસંગમાં મહેરબાની કરીને કોઈએ દારૂ પી ને આવવું નહી તેવો કંકોત્રીમાં ઉલ્લેખ કર્યો છે. આ કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોની કોમેન્ટસ પણ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહી છે. 

 

સગા-સબંધીઓ તેમજ વેવાઈ દ્વારા આ મોહિમને બિરદાવી
આ બાબતે મનસુખભાઈ સીતાપરાએ જણાવ્યું હતું કે  આવતીકાલે મારી દિકરીના લગ્ન છે. લગ્નની કંકોત્રીમાં તેઓએ કોઈએ દારૂ પી ને આવવું નહી તેવું છપાવ્યું છે. કંકોત્રીમાં આવું છપાવતા ઘરના તમામ લોકો તેમજ સગા-સબંધીઓ તેમજ વેવાઈ દ્વારા તેઓની આ મોહિમને બિરદાવી હતી. ત્યારે 2012 માં પણ તેઓએ પેમ્પલેટ છપાવ્યા હતા. જેમાં લખ્યું હતું કે દારૂ પી ને આવનાર વ્યક્તિને 501 દંડ ફટકારવામાં આવશે. તે સમયે પણ લોકોએ તેઓની આ મોહિમને બિરદાવી હતી.

રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દારૂની પાર્ટી યોજાઈ હતી
ગત રોજ રાજકોટમાં યોજાયેલ લગ્ન સમારંભમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂ ની રેલમછેલ કરી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલીક એક્શન લઈ તમામ 7 લોકોની ધરપકડ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ