બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Places to visit in Gujarat in 2-3 days, tourist places

મિની વેકેશન / ગુજરાતમાં 2 દિવસ હરવા-ફરવા માટેના સૌથી બેસ્ટ સ્થળો, કુદરતી સૌદર્ય તો ખરું જ સાથે બાળકોને પણ પડશે વિશેષ મોજ

Vaidehi

Last Updated: 05:20 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ લોન્ગ વિકેન્ડ પર પરિવાર કે મિત્રો સાથે મિની ટ્રિપ કરવાનાં પ્લાનમાં છો? તો જલ્દીથી વાંચી લો ગુજરાતમાં આવેલી એવી 5 જગ્યાઓ કે જ્યાં તમે સરળતાથી 2-3 દિવસમાં હરી-ફરી શકશો.

  • શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો?
  • ફરવા જવા માટે ગુજરાતના આ 5 સ્થળો બજેટ ફ્રેન્ડલી 
  • અમદાવાદથી નજીક આવેલ છે આ 5 સ્થળો 

ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ જો 2-3 દિવસની રજાઓ એકસાથે આવતી હોય તો-તો પરિવાર અથવા મિત્રો સાથે લોકો ફરવા નિકળી જ પડતા હોય છે. ગુજરાતીઓ મીની વેકેશનમાં સૌથી વધુ હરવા ફરવાના અને પ્રવાસના આયોજનો કરતા હોય છે. તેવામાં આજે અમે અમદાવાદથી નજીકનાં ગુજરાતનાં એવા 5 સ્થળો વિશે જણાવશું જ્યાં તમે 2-3 દિવસમાં ઘણું બધું ફરી શકશો. 

SoU

સ્ટેટ્યૂ ઓફ યુનિટી
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આજે ક્રિસમસના તહેવારને લઈ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાની મોજ માણી રહ્યાં છે..આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે.. .ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહીતનું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયુ છે.. વધુ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા રાજપીપલા ST ડેપોની 30 બસો પણ મુકવામાં આવી છે. નર્મદા જિલ્લા માં જ્યારથી સ્ટેચ્યુ   ઓફ યુનિટી નું લોકાર્પણ થયું ત્યાર થી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં   પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓમ 50 હજાર   કરતા વધુ પ્રવાસીઓ આવ્યા ત્યારે આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં દિવાળી વેકેશન માં આવેલા પ્રવાસીઓ કરતા પણ વધુ પ્રવાસીઓ નોંધાયા છે.   જે રેકોર્ડબ્રેક કહી શકાય.

Kutch

કચ્છ
PM નરેન્દ્ર મોદીએ લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન પાસે કચ્છના રણને પ્રસિધ્ધિ અપાવી હતી, જેને લીધે આજે દેશ-દુનિયામાંથી લોકો કચ્છ જોવા માટે આવી રહ્યાં છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ ભુજથી ૬૦ કિમી દૂર આવેલ ધોરડો ખાતે રણ ઉત્સવ યોજાય  છે, જેની દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અહી સમીટ યોજાઈ છે. કચ્છમાં સુપ્રસિદ્ધ માં આશાપુરાનો માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર, હાજી પીરનો મેળો પણ અનેક શ્રદ્ધાળુઓને આસ્થાનું કેન્દ્ર છે. માંડવી અને મુન્દ્રાના પોર્ટ, અંજારમાં જેસલ તોરલની સમાધિ, ધોળા વીરાની પ્રાચીન સંસ્કૃતિના પુરાવા સમૂહ, માંડવીમાં દરિયા ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિર્મિત શ્યામાપ્રસાદ વર્મા સ્મૃતિ સ્મારક  તેમજ ભુજમાં સ્મૃતિ વન, ભુજીયો, કાળો ડુંગર, હમીરસર તળાવ,  આયના મહેલ, વિજય વિલાસ પેલેસ, સહીતના સ્થળો આવેલ છે.  

Gir

ગીર-સોમનાથ
જૂનાગઢના સાસણમાં આવેલ ગીર અભ્યારણ જોવા માટે લોકો દેશ વિદેશથી આવતા હોય છે.  ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે જેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી. આ અભ્યારણ્ય એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાળવણી હેઠળ છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા છે. જો તમે પણ 2-3 દિવસની ટ્રિપ પ્લાન કરી રહ્યાં છો તો આ સ્થળની વિઝિટ જરૂરથી લેવી જોઈએ. આ સિવાય સોમનાથ પણ એવું ધાર્મિક સ્થળ છે જ્યાં પરિવાર સાથે દર્શન માટે જઈ શકાય છે. 12 જ્યોતિર્લીંગમાનુ સૌ પ્રથમ તથા ચંદ્રએ આરાધેલા સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે તે સુપ્રસિધ યાત્રાધામ ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ ભાલકા તીર્થમાં લીધા હતા તો પિતૃ શ્રાદ્ધ માટે જાણીતા પ્રભાસ પાટણ ઉપરાંત વિશાળ દરિયા-કિનારો હોવાથી સોમનાથ, ચોરવાડ, માંગરોળ, આદ્રી, વેરાવળ વગેરે પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.   

Saputara

સાપુતારા
ગુજરાતમાં શિયાળામાં સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશનવિશે કોઈ કહે તો સૌથી ટોપ પર નામ આવે સાપુતારાનું (Saputara). દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ગાઢ જંગલોની વચ્ચે સહ્યાદ્રિ ગિરિમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર કહેવાતું હિલસ્ટેશન (Hill Station) છે. ગુજરાતમાં જંગલોની વાત આવે તો સૌથી પહેલા ગીરનું નામ યાદ આવે અને પછી જો ક્યાંય જનગોળો જોવા મળે છે તો એ છે ડાંગ (Dang). સાપુતારા હિલસ્ટેશનની એક ખાસિયત એ છે કે ઉનાળાની ભીષણ ગરમીમાં પણ ત્યાંનું તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. સાપુતારાની ખૂબસૂરતી વધુ પડતી ચોમાસામાં ખીલી ઉઠે છે અને એ સમયે સાપુતારા ગુજરાતીઓ માટે અને ગુજરાતની આસપાસના રાજ્યોના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે. તમે અહીં તમારું બેસ્ટ વિકેન્ડ સ્પેન્ડ કરી શકો છો. 

સીમા દર્શન- નડાબેટ 
નડાબેટ એ આપણા ગુજરાતમાં આવેલ વાઘાબોર્ડર છે, જ્યાં ભારત-પાકિસ્તાનની બોર્ડર આવેલ છે.  બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ એ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. નડાબેટ સીમાદર્શનમાં પ્રવાસીઓના આકર્ષણ માટે ટી પોઇન્ટ, આગમન પ્લાઝા, ઓડિટોરિયમ, પાર્કિંગ, રિટર્નિંગ વોલ, રી-ટ્રીટ સેરોમની સરહદની રોમાંચનો અનુભવ કરવા માટે ત્યાંની મુલાકાત લેવી જોઈએ. આ સાથે જ નડાબેટના T પોઇન્ટથી ઝીરો પોઇન્ટ સુધી લોકો સુરક્ષા દળો સેનાની કામગીરીથી પરિચિત થાય એ માટે રસ્તા વચ્ચે 1971ના યુદ્ધમાં વપરાયેલ મિગ 21 વિમાન, સરફેસ ટુ સરફેસ મિસાઈલ, 55 ટેન્ક આર્ટિલરી ગન, ટોર્પિડો વિંગ ડ્રોપ ટેન્ક, ડિસ્પ્લે પણ કરવામાં આવ્યા છે. 

સરહદ પર જોવાના બિંદુ માં પ્રમુખ આકર્ષણ તરીકે બીએસએફના રિટરેટ સેરિમની, ફ્યુઝન બેન્ડ અને ઊંટ શો જોવા લાયક હશે. સરહદ પર પ્રવાસન કોર્પોરેશન (ટીસીજીએલ) દ્વારા નવા વિકસિત સ્થાન પર પ્રવાસીઓ હથિયાર પ્રદર્શની, ફોટો ગેલેરી અને બીએસએફના એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ શકો છો.આ સિવાય ત્યાં નલેશ્વરી મા નું મંદિર પણ આવેલ છે જેનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે. 

અમદાવાદથી નડાબેટ 203 કિલોમીટર દૂર આવેલ છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નડાબેટ ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો ત્યાં ફરવા જવા માટે બુકિંગ કરાવું પડે છે અને ત્યાં જવા માટે અલગ અલગ સમય પણ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ