બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Pinkiben Soni has been announced as the new Mayor of Vadodara

BIG BREAKING / વડોદરાને મળ્યા નવા નગરપતિ: પિન્કીબેન સોની મેયર બન્યા તો ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર, જાણો અન્ય પદો પર કોની વરણી

Malay

Last Updated: 11:17 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના નવા મેયર તરીકે પિન્કીબેન સોનીના નામની જાહેરાત થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરાયું છે.

  • વડોદરા શહેરને મળ્યા નવા મેયર
  • મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર
  • ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર 
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શિતલ મિસ્ત્રી
  • પક્ષના નેતા તરીકે મનોજ પટેલનું નામ જાહેર

Vadodara News: વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે. વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા આજે ભાજપ કાર્યલય ખાતે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા, જ્યાં સૌથી પહેલા તેઓની શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિજય શાહ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ નામોની જાહેરાત કરાઈ છે.


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોને બનાવાયા?
વડોદરા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શીતલ મિસ્ત્રીની વરણી કરવામાં આવી છે. તો શાસકપક્ષના નેતા તરીકે મનોજ પટેલ અને દંડક તરીકે શૈલેષ પાટીલના નામની જાહેરાત કરવામાં આવી છે. પિન્કીબેન સોની વડોદરાના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે.

પિન્કીબેને પાર્ટીનો માન્યો આભાર
મેયર તરીકે પિન્કીબેનનું નામ જાહેર થતાં જ તેઓ VTV સાથેની વાતચીતમાં પાર્ટીનો આભાર માન્યો હતો. પિન્કીબેને કહ્યું કે, 'મને આ જવાબદારી સોંપવા બદલ હું પાર્ટીનો આભાર માનું છું. હું વડોદરાના વિકાસ અને લોકકલ્યાણના કાર્યને વેગ આપીશ.'
No description available.
હાથ ધરાઈ હતી સેન્સ પ્રક્રિયા
તાજેતરમાં જ વડોદરાના સંયાજીગંજ વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ દિપક સાથી, ધારાસભ્ય રાકેશ શાહ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કોર્પોરેટરો, પ્રભારીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે યોજાઈ હતી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
ત્યારબાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ સભ્ય, ધારાસભ્યો અને પક્ષના અગ્રણીઓએ પોતપોતાના માનિતા કોર્પોરેટરના નામો રજૂ કર્યા હતા. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે પાંચ હોદ્દા માટે પાંચ કોર્પોરેટરની યાદી તૈયાર કરી ગુપ્ત કવર વડોદરા શહેરના પ્રભારી ગોરધન ઝડફિયાને સુપ્રત કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ