બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Pink guava contains potassium. Which is good for heart health

તમારા કામનું / ગુણોનો ખજાનો! ડાયાબિટીઝથી લઈને હાર્ટની બીમારીઓને રાખે દૂર, વજન ઘટાડે: ખૂબ જ ફાયદાકારક છે શિયાળામાં મળતું આ ફળ

Pooja Khunti

Last Updated: 04:12 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pink Guava: ગુલાબી જામફળની અંદર પોટેશિયમ હોય છે. જે હ્રદયનાં સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તેના સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે 
ગુલાબી જામફળને હ્રદયનાં સ્વાસ્થ્ય માટે ગુણકારી
આંખો માટે ફાયદાકારક 

જામફળનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો સફેદ જામફળની જગ્યાએ ગુલાબી જામફળનું સેવન કરવાનું કહે છે. તે સ્વાદિષ્ટ હોય છે. જાણો ગુલાબી જામફળ ખાવાથી થતાં ફાયદાઓ વિશે. 

રોગપ્રતિકારક શક્તિ વધારે 
ગુલાબી જામફળની અંદર વિટામિન C હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શિયાળાની ઋતુમાં ગુલાબી જામફળનું સેવન કરવું જોઈએ. 

ડાયેટરી ફાયબર 
ગુલાબી જામફળ ડાયેટરી ફાયબરનો ઉત્તમ સ્ત્રોત છે. જે સારી રીતે પાચન કરવામાં મદદ કરે છે.  સ્વાસ્થ્ય નિષ્ણાંતો પાચનની સમસ્યામાં ગુલાબી જામફળનું સેવન કરવાનું કહે છે. 

એન્ટીઓક્સિડેન્ટ 
ગુલાબી જામફળમાં હાજર કેરોટીનોઈડ્સ અને પોલિફીનોલ્સ જેવા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો શરીરને ફ્રી રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ સાથે, આ ગુણધર્મો ઓક્સિડેટીવ તણાવને ઘટાડીને ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

વાંચવા જેવું: હાઇ બ્લડ પ્રેશર હોય તેવા લોકો માટે ખૂબ ફાયદેમંદ છે આ 5 ફળ, હંમેશા કંટ્રોલમાં રહેશે BP

ડાયાબિટીસ 
ગુલાબી જામફળની અંદર ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જેના કારણે ડાયાબિટીસનાં દર્દીઓને ગુલાબી જામફળનું સેવન કરવાનું કહેવામાં આવે છે. ગુલાબી જામફળમાં ભરપૂર પ્રમાણમાં પાણી અને ફાયબર હોય છે. 

હાર્ટ હેલ્થ 
ગુલાબી જામફળને હ્રદયનાં સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. ગુલાબી જામફળમાં પોટેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. જેના કારણે હાર્ટ અટેક અને હ્રદય રોગનું જોખમ ઘટી જાય છે. 

આંખો માટે ફાયદાકારક 
ગુલાબી જામફળની અંદર વિટામિન A હોય છે. જે આખોને સ્વસ્થ રાખે છે. 

વજન નિયંત્રિત રાખે 
ગુલાબી જામફળનાં સેવનથી વજન નિયંત્રણમાં રહે છે. ગુલાબી જામફળની અંદર ફાયબરનું ભરપૂર પ્રમાણ હોય છે. જેનાંથી પેટ ભરેલું રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ