બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PHOTOS: How far did the construction of Ayodhya Ram Mandir reach? Glimpse of such magnificent carving work in front, you will be left looking

મેરે ઘર રામ આયે હૈ... / PHOTOS: અયોધ્યા રામમંદિરનું નિર્માણ કેટલે પહોંચ્યું? સામે આવી ભવ્ય કોતરણી કામની ઝલક, જોતાં જ રહી જશો

Vishal Khamar

Last Updated: 10:29 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા વર્ષથી ભક્તો અયોધ્યામાં રામ મંદિર બનવાની રાહ જોઈને બેઠા હતા. ત્યારે તે આતુરતાનો હવે અંત આવશે. ત્યારે અયોધ્યામાં બની રહેલ ભગવાન રામની મંદિરમાં પથ્થરો પર અનેક જાતની આકર્ષક કોતરણીઓ કરવામાં આવી છે.

  • અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે
  • કારીગરો દ્વારા ભગવાનનાં મંદિરને કલાત્મક આકર્ષક કોતરણીઓથી કંડાર્યું
  • આકર્ષક કોતરણીઓ ભક્તોને આશ્ચર્યચકિત કરશે

પ્રથમ તેમજ બીજી તસ્વીરમાં અયોધ્યામાં રામ મંદિરમાં અંદર પ્રવેશવાના માર્ગ પર કારીગરો દ્વારા સુંદર કલાત્મક કોતરણીઓ કંડારવામાં આવી છે. જે મંદિરનો શોભામાં વધારો કરે છે.

ત્રીજા ફોટામાં મંદિરમાં પ્રવેશવાનાં માર્ગ પર અંદરની બાજુ સાઈડમાં અન્ય કોઈ દેવી દેવતાની મૂર્તિ સ્થાપિત કરવાની હોય તે રીતે સુંદર તેમની સ્થાપના કરવાની જગ્યા બનાવવામાં આવી છે. તેમજ તેની આસપાસ સુંદર કલાત્મક કોતરણી પણ કરવામાં આવી છે.

ચોથા ફોટામાં રામ મંદિરનાં અંદરનાં ભાગની છતનો ફોટો છે. જેમાં કારીગરો દ્વારા સુંદર સફેદ પથ્થરમાં આકર્ષક કોતરણી કરી છે. જે જોઈને ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ જાય.  

22 જાન્યુઆરી 2024 નાં રોજ ભગવાન રામની સ્થાપના કરાશે

અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામની સ્થાપનાની પુજાને લઇને રામ મંદિર ટ્રસ્ટ તરફથી વડાપ્રધાન મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેને લઇને હજુ વડાપ્રધાન કાર્યાલય તરફથી તેના પર કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. રામ મંદિર ટ્રસ્ટ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની  પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવશે

છેલ્લા ઘણા વર્ષથી અયોધ્યામાં રામ મંદિર બનવાની રાહ જોઇ રહેલા લાખો શ્રદ્ધાળુઓની આતૂરતાનો અંત આવશે, એટલે 22 જાન્યુઆરી 2024ના રોજ નવા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરના આ કાર્યક્રમની સાથે દેશના તમામ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં ઉત્સવનો માહોલ જોવા મળશે. સાથે જ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં વર્ચ્યુલી દેખાડવામાં આવશે. તો અયોધ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપવા આવતા લાખોની ભક્તોની ભીડને નિયંત્રણ કરવા માટે પણ તૈયારી કરવામાં આવી છે. તો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન વાસ્તુ પુજાથી લઇને વિભિન્ન અનુષ્ઠાન અને પુજન પણ કરવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું

અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિર્માણના અત્યારસુધીના કાર્યની વાત કરીએ તો મંદિરના ગર્ભગૃહના ઉપરના ભાગનું કામ ચાલુ છે. ઓક્ટોબર 2023 સુધી રામ મંદિરનું મોટાભાગનું કામ પતી જશે અને જાન્યુઆરી 2024માં ભગવાન રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન છે. આ સમગ્ર કાર્યક્રમ અંદાજે સાત દિવસ સુધી ચાલશે. ત્યારબાદ રામભક્તો દર્શન માટે મંદિરની અંદર પ્રવેશી શકશે. હવે રામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. જેને લઇને  PMO તરફથી હાલ કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. જો કે આ અંગે ગમે તે ઘડીએ નિર્ણય લેવાઇ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ