બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Petrol pump owners demand additional commission for fuel in Gujarat

ક'મિશન' / ડોક્ટરો, શિક્ષકો બાદ હવે પેટ્રોલ પંપ માલિકો આંદોલનના રસ્તે, જાણો કયા દિવસે પેટ્રોલ-ડીઝલની ખરીદી રહેશે બંધ

Vishnu

Last Updated: 01:02 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા મહત્વની જાહેરાત કરાઈ, 12 ઓગસ્ટથી રાજ્યભરમાં દર ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી ડીલર્સ દ્વારા કરાશે નહીં

  • રાજ્યના પેટ્રોલ પંપ માલિકો આંદોલનના માર્ગે
  • 1 ઓગસ્ટ 2017થી કમિશન ન વધ્યાનો દાવો
  • ગુરુવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે
  • માંગ ન સ્વીકારાય ત્યાં સુધી બપોરે 1 થી 2 CNGનું વેચાણ બંધ

ગુજરાતમાં એક બાદ એક વધી રહેલા આંદોલન વચ્ચે સરકારનું ટેન્શન વધી રહ્યું છે. પહેલા ડોકટરો, પછી શિક્ષકો અને હવે પેટ્રોલ પંપના માલિકો આંદોલનના રસ્તે આવી ગયા છે
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે પેટ્રોલ પંપ એસોસિએશનને કમિશન વધારાની માંગ કરી છે. 1 ઓગસ્ટ 2017થી કમિશન ન વધ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કેમ પેટ્રોલ પંપ માલિકો આંદોલનના રસ્તે?

રાજ્યના પેટ્રોલ પંપ માલિકોએ  આંદોલનનો માર્ગે પકડ્યો છે. વધતાં પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે કમિશન ડબલ કરવાની માગણી કરી રહ્યા છે. દર વર્ષે કમિશન વધારવાનો નિયમ હોવાથી એસોસિએશન પેટ્રોલ, ડીઝલ અને CNG કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે. પેટ્રોલ પંપ એસોસિએશનનું કહેવું છે કે 1 ઓગસ્ટ 2017થી કમિશન વધારવામાં આવ્યું નથી જે નિયમથી વિરુદ્ધ છે, જો નિયમ પ્રમાણે કમિશન વધારવામાં આવે તો હાલની સ્થિતિએ મળતા કમિશનથી ડબલ કમિશન મળી શકે છે. જેથી સરકારનું ધ્યાન દોરવા પેટ્રોલ પંપ માલિકો આંદોલનના માર્ગે છે. હાલ પેટ્રોલમાં રૂ.3, ડિઝલમાં રૂ.2 અને CNG રૂ. 1.75 મળે છે કમિશન

પેટ્રોલ પંપ એસો. શું કર્યો નિર્ણય?

ઘણા સમયથી પેટ્રોલ પંપ એસો. વધુ કમિશનની માગણી કરી રહ્યું છે. પણ સરકાર દ્વારા માંગ સંતુષ્ટ  ન થતાં હવે કેટલાક નિર્ણયો લઈ સરકારએ ધેરવાની તૈયારી કરી રહ્યું છે જેમાં
હાલ પેટ્રોલ પંપ એસોસિએશન 12 ઓગસ્ટથી દર ગુરુવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે, જેમાં રાજ્યના 4 હજારથી વધુ પેટ્રોલ પંપ માલિકોનું સમર્થન છે. સાથે જ માંગ ન સ્વીકારાય ત્યાં સુધી બપોરે 1 થી 2 CNGનું પણ વેચાણ નહીં થાય તેવો નિર્ણય એસો દ્વારા લેવામાં આવ્યો છે.

વધારે કમિશનની માગથી કોને ફાયદો કોને નુકશાન?

હાલ દેશ સહિત રાજ્યમાં ઈધણ મામલે એવી સ્થિતિ સર્જાઇ છે કે 100 આંકડાને પેટ્રોલ ડીઝલ આંબી રહ્યું છે. આ પણ કોરોનાને કારણે ધંધા રોજગાર ઠપ્પ છે અને સરકારને કેટલાક આકારા નિર્ણય લેવા પડી શકે તેમ છે. આથી જો કમિશન વધારાની માગ પર મહોર મારવામાં આવે તો પેટ્રોલ પંપ માલિકોની લોટરી લાગી શકે છે. સામે જો કમિશન વધે તો  આડકતરી રીતે લોકો પર બોજ પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સરકાર વચ્ચેનો રસ્તો કાઢી જો રાજ્યના ઈધણના ટેક્સ ઘટાડી કમિશન આપે તો થોડી મુશ્કેલી ઓછી થઈ શકે છે. પણ ગુજરાત સરકારની તિજોરીમાં મોટાભાગની રકમ આ ટેક્સમાંથી આવતી હોવાથી આ રસ્તો પણ કઢીન દેખાઈ રહ્યો છે. તો હવે જોવું એ રહ્યું છે પેટ્રોલ પંપના માલિકો દ્વારા કરવામાં આવી રહેલું ક'મિશન'ની માંગણી સંતોષવામાં આવશે કે નહીં. હાલ પેટ્રોલમાં રૂ.3, ડિઝલમાં રૂ.2 અને CNG રૂ. 1.75 મળે છે કમિશન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ