બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Petrol and diesel prices may drop by Rs 10, Modi government is gearing up to give a New Year gift

આનંદો / પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક ઝાટકે આટલા રૂપિયાની રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર, લોકોને મળશે ન્યૂયરની ગિફ્ટ!

Pravin Joshi

Last Updated: 12:20 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દેશના લોકોને નવા વર્ષની મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે. આ માટે સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમની કિંમતોમાં 8 થી 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

  • કેન્દ્ર સરકાર લોકોને આપશે નવા વર્ષની શાનદાર ભેટ
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થઈ શકે છે ઘટાડો 
  • પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા સરકારે તૈયાર કર્યો ડ્રાફ્ટ
  • પેટ્રોલ ડીઝના ભાવમાં રૂ.8 થી 10 નો ઘટાડો થઈ શકે છે

કેન્દ્ર સરકાર દેશના લોકોને નવા વર્ષની મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે. આ માટે સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમની કિંમતોમાં 8 થી 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત પહેલા નવી કિંમતોની જાહેરાત કરવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હવે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી મળવાની બાકી છે. મંત્રાલયનું કહેવું છે કે આયાતી કાચા તેલની કિંમતો ઝડપથી નીચે આવી છે, તેથી દેશના લોકોને પણ તેનો લાભ મળવો જોઈએ. તમને જણાવી દઈએ કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 78.71 ડોલર (અંદાજે 6545 રૂપિયા) છે.

તો શું આ પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી જશે? નિષ્ણાતો જુઓ શું કહી રહ્યાં છે  | The price of petrol and diesel may come down before the Assembly elections

ક્રૂડ ઓઈલના ભાવની સ્થિતિ 

નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત $77.14 (લગભગ 6416 રૂપિયા) છે. સપ્ટેમ્બરમાં આ આંકડો 93.54 ડોલર (લગભગ રૂ. 7780) હતો અને ઓક્ટોબરમાં આ આંકડો 90.08 ડોલર (લગભગ રૂ. 7492) હતો. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કાચા તેલની સરેરાશ કિંમત 93.15 ડોલર (લગભગ 7748 રૂપિયા) પ્રતિ બેરલ હતી.

વાંચવા જેવું : ફાયદાની વાત / મ્યુચ્યુઅલ ફંડ-ડીમેટ એકાઉન્ટ ધારકોને મોટી રાહત, લંબાવાઇ નોમિની જોડવાની ડેડલાઇન, હવે આ છે અંતિમ તારીખ

2027 સુધી ભારતમાં ડીઝલના વાહનો પર...', પેટ્રોલિયમ મંત્રાલયનું સરકારને સૂચન  / 'All diesel vehicles should be banned by 2027', petroleum ministry's  important suggestion to the government

2022માં પણ કર્યો હતો ઘટાડો

તમને જણાવી દઈએ કે 6 એપ્રિલ, 2022થી પેટ્રોલ અને ડીઝલની પ્રી-રિફાઈનરી કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 22 મે, 2022 ના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી હતી. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે અને કેન્દ્ર સરકાર મોંઘવારી મુદ્દે વિપક્ષને ઘેરવાની તક આપવા માંગતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ