બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / People who go to watch the movie "The Kerala Story" don't have to spend rickshaw fare, a unique service for Yuvadhan to learn something from th

સુરત / ધ કેરલા સ્ટોરી'' ફિલ્મ જોવા જનારે નહી ખર્ચવું પડે રીક્ષા ભાડુ, યુવાધન ફિલ્મમાંથી કંઈક શીખે તે માટે અનોખી સેવા

Vishal Khamar

Last Updated: 05:11 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં રિક્ષાચાલક યુવાન દ્વારા અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ''ધ કેરલા સ્ટોરી'' ફિલ્મ જોવા જનારાને નિશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે.

  • રિક્ષા ચાલક યુવાનની અનોખી સેવા
  • લોકોને ફિલ્મ જોવા સિનેમા સુધી ફ્રિમાં પહોચાડશે  
  • સેવા માટે વિજય ભરવાડે 2 રિક્ષાઓ મૂકી 

સુરતમાં રિક્ષા ચાલક યુવાનની અનોખી સેવા શરૂ કરી છે. જેમાં ચલથાણનાં વિજય ભરવાડ દ્વારા અનોખી સેવા શરૂ કરી છે. જેમાં ''ધ કેરલા સ્ટોરી'' ફિલ્મ જોવા જનારાને નિશુલ્ક સેવા આપવાનું રિક્ષા ચાલક યુવાન દ્વારા નક્કી કરાયું છે. લોકોને ફિલ્મ જોવા સિનેમાં સુધી ફ્રીમાં પહોંચાડશે. સુરતનાં કોઈપણ સિનેમામાં મુવૂ જોનારાને થીયેટર સુધી ફ્રીમાં પહોંચાડવામાં આવશે. ત્યારે વિજય ભરવાડે નિઃ શુલ્ક સેવા માટે 2 રિક્ષાઓ પણ મુકી છે.

સિનેમામાં મૂવી જોનારાને થિયેટર સુધી ફ્રીમાં પહોંચાડશે
''ધ કેરલા સ્ટોરી'' ફિલ્મ કાશ્મીર ફાઈલ્સની જેમ ફરી એક વખત ચર્ચામાં છે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને જોવા જનાર માટે ઘણી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ધ કેરાલા સ્ટોરીને લઈને ઘણી સેવાઓ લોકોએ શરૂ કરી છે. જેમાં સુરત નજીક ચલથાણ ગામમાં રહેતા યુવક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જે પરિવાર આ ફિલ્મ જોવા થિયેટરમાં જશે. તેમની પાસેથી કોઈ ભાડું વસુલ કરવામાં આવશે નહી.  તેમજ મુવી જોવા જતી વખતે ફ્રી માં રિક્ષામાં તેઓને થિયેટર સુધી પહોંચાડવામાં આવશે. 

અમુક રાજ્યમાં લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છેઃ વિજય ભરવાડ
આ બાબતે વિજય ભરવાડે જણાવ્યું હતું કે, જ્યારે આવી સારી ફિલ્મ બનતી હોય. ત્યારે આજનાં યુવાનોને સંદેશ મળે. તેમજ અમુક રાજ્યમાં લવ જેહાદનાં કિસ્સા પણ સામે આવે છે. જે ખૂબ જ ચિંતાજનક છે. અને આ ફિલ્મમાં એક જ ધર્મનાં લોકોનું આ ષડયંત્ર છે. જેને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. જેથી અમે મિત્રોએ ભેગા મળી  ધ કેરલા સ્ટોરી ફિલ્મ જોવા માટે જનાર પરિવારને અમે થિયેટર સુધી નિઃશુલ્ક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ