બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / pcs wife jyoti verma was accused by her husband of killing her and cheating on her in prayagraj

સનમ બેવફા / પતિએ અધિકારી બનાવવામાં કોઈ કમી ન રાખી, પત્નીએ સફળતા મળતા જ એવો દગો આપ્યો કે સાંભળીને ધ્રુજી જશો

Manisha Jogi

Last Updated: 11:03 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાયતી રાજ વિભાગમાં ચતુર્થ શ્રેણીના કર્મચારી પતિ આલોક મૌર્યેએ તેની પત્ની જ્યોતિ મૌર્ય પર આરોપ લગાવ્યો છે. પત્નીએ પતિને દગો આપ્યો અને પતિની હત્યા કરવાનો તથા અન્ય સાથે ઘર વસાવવાનો પ્લાન બનાવવા લાગી.

  • પતિએ પત્નીને ઉચ્ચ શિક્ષા અપનાવીને પત્નીને પીસીએસ અધિકારી બનાવી
  • પત્ની અન્ય સાથે ઘર વસાવવાનો પ્લાન બનાવવા લાગી
  • પત્નીએ પતિ સામે કરી દહેજ માંગવાની ફરિયાદ

પ્રયાગરાજમાંથી એક કેસ સામે આવ્યો છે. ચોથા ગ્રેડના કર્મચારી પતિએ પત્નીને ઉચ્ચ શિક્ષા અપનાવીને પત્નીને પીસીએસ અધિકારી બનાવી. પત્નીએ પતિને દગો આપ્યો અને પતિની હત્યા કરવાનો તથા અન્ય સાથે ઘર વસાવવાનો પ્લાન બનાવવા લાગી. પંચાયતી રાજ વિભાગમાં ચોથી શ્રેણીના કર્મચારી પતિ આલોક મૌર્યેએ તેની પત્ની જ્યોતિ મૌર્ય પર આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. પીસીએસ પત્નીએ પતિ અને તેના પરિવારજનો પર દહેજ માંગવાનો, બદનામ કરવાનો અને શોષણ કરવાનો આરોપ મુકીને ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. 

આલોક મૌર્યે જણાવે છે કે, વર્ષ 2009માં પંચાયતી રાજ વિભાગમાં ચતુર્થ શ્રેણી કર્મચારીની પોસ્ટ પર તેની પસંદગી થઈ હતી અને પ્રતાપગઢમાં પોસ્ટિંગ હતી. વર્ષ 2010માં વારાણસીના ચિરઈ ગામની જ્યોતિ સાથે લગ્ન થયા. જ્યોતિએ લગ્ન પછી ભણવાની ઈચ્છા દર્શાવી. આલોક મૌર્યએ તેના ઓછા પગારમાંથી પણ જ્યોતિના ભણવા માટે પૈસા ભેગા કર્યા. જ્યોતિ મૌર્યએ સારી રીતે ભણીને પીસીએસની પરીક્ષા આપી. વર્ષ 2015માં બે જોડીયા બાળકીને જન્મ આપ્યો અને તે દિવસે પીસીએસની પરીક્ષાનું પરિણામ આવ્યું અને જ્યોતિનું પીસીએસમાં સિલેક્શન થઈ ગયું. જ્યોતિએ કે માટે તેના પતિને અને સસરાને શ્રેય આપ્યો. 

જ્યોતિને પ્રેમી સાથે પકડી
વર્ષ 2019માં ધૂમનગંજનાઝલવામાં આલોકના પિતાએ નિવૃત્તિ પછીના પૈસાથી જ્યોતિના નામે ઘર ખરીધ્યું. વર્ષ 2020માં આલોકને તેની પત્ની પર શક થતા જ્યોતિનો ફોન ચેક કર્યો. જેમાં મનીષ દુબે સાથેની ચેટ સામે આવી, મનીષ દુબે હોમગાર્ડ કમાન્ડન્ટના પદ પર તહેનાત છે. આલોકે ના પાડતા જ્યોતિએ ઉગ્ર રૂપ ધારણ કર્યું. આલોકે જ્યોતિને સમજાવવાની કોશિશ કરી, પરંતુ મામલો ના સુધરતા આલોકે મનીષ દુબેની પત્નીનો સંપર્ક કર્યો. તેણે પણ ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેનું કોઈ પરિણામ ના આવ્યું. 22 ફેબ્રુઆરી 2023ના રોજ આલોકે જ્યોતિ અને મનીષ દુબેના રંગે હાથે પકડી લીધા. બંનેને મારી નાખવા માટે દોડાવ્યા અને તેઓ બચી ગયા. 

જ્યોતિ મારી નાખવાની ધમકી આપે છે: આલોક
આલોક જણાવે છે કે, જ્યોતિએ મનીષ દુબેની વાતોમાં આવીને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. જ્યોતિ મારી નાખવાની અને જેલ મોકલવાની ધમકી આપે છે. મનીષ દુબેએ તેની પત્ની સાથે ડાયવોર્સ માટે કોર્ટમાં અરજી આપી છે. જ્યોતિએ પણ આલોકને તલાક આપવાનું કહ્યું છે. 

જ્યોતિએ પીસીએસ પરીક્ષામાં 16મો રેન્ક મેળવ્યો
આલોક મૌર્યની પત્ની જ્યોતિએ વર્ષ 2015માં આપેલ પીસીએસ પરીક્ષામાં 16મો રેન્ક મેળવ્યો હતો. પીસીએસ બન્યા પછી જ્યોતિ જૌનપુર, કૌશાંબી, પ્રતાપગઢ, પ્રયાગરાજ અને લખનઉમાં તહેનાત થઈ ચૂકી છે. હાલમાં જ્યોતિ શુગર મિલમાં જનરલ મેનેજર છે. મનીષ દુબે ગાઝિયાબાદમાં હોમગાર્ડ કમાન્ડન્ટ છે. 

જ્યોતિનો પતિ આલોક પર આરોપ
જ્યોતિ મૌર્ય જણાવે છે કે, આલોક મૌર્ય ગ્રામ પંચાયતમાં અધિકારી છે તથા અન્ય ભાઈઓ પણ અધિકારીઓ હોવાનું કહીને અરેન્જ કર્યા હતા. ત્યાર પછી જાણવા મળ્યું કે, આલોક સફાઈ કર્મચારી છે અને મારી સાથે દગો થયો. આલોક મંજૂરી વગર જ્યોતિનો મોબાઈલ ખોટી રીતે ટ્રેસ કરતો હતો. ગમેતેવા આરોપ લગાવવાને કારણ મનભેદ વધી ગયો. આલોક પરિવાર માટે સુવિધાની સાથે પૈસાની પણ માંગ કરતો હતો અને પૈસા ના આપતા છબી ખરાબ કરવાની ધમકી આપતો હતો. જેથી ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. 3 મહિના પહેલા તલાકની પ્રક્રિયા શરૂ કરતા ધમકી અનુસાર કામ કરવાનું શરૂ કર્યું. હવે કાયદાકીય રીતે જવાબ આપીશ. જે પતિ તેની પત્નીના ખોટી રીતે વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપે તેની સાથે કેવી રીતે રહી શકાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ