બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / passport verification people dont have to rush to the police station

ઘણી રાહત / પાસપોર્ટ વેરિફિકેશનને લઈ ગુડ ન્યૂઝ, લોકોએ પોલીસ સ્ટેશનનો ધક્કો નહી ખાવો પડે, પોલીસ ઘરે આવશે, નિયમ પણ જાણો

Kishor

Last Updated: 10:35 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસને અરજીકર્તાના ઘરે જવાનો નિયમ છે છતાં અમુક આળસુ અધિકારીઓ નિયમને ઘોળીને પી જતા હોવાની ફરિયાદ ઉઠતી હોય છે. ત્યારે શુ છે આ નિયમ? જાણો આ અહેવાલમાં!

  • પાસપોર્ટ વેરિફિકેશન માટે લોકોએ નહી ખાવો પડે પોલીસ સ્ટેશનનો ધક્કો
  • પોલીસ કમિશનરે અરજીકર્તાને ફોન કરતા માહિતી સામે આવી 
  • કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કર્મચારીને કરાયો સસ્પેન્ડ 

પાસપોર્ટ વેરિફિકેશન માટે લોકોએ પોલીસ સ્ટેશન ધક્કો નહી ખાવો પડે અને પોલીસ તપાસ માટે ઘરે આવશે. આવો નિયમ છે. પરંતુ અમુક આળસુ અધિકારીઓ નીતિ નિયમને નેવે મૂકી અને પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજીકર્તાઓને પોલીસ સ્ટેશનને બોલાવતા હોય છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન પાસપોર્ટની વેરિફિકેશનનું કામ કરતા કર્મચારીના દાવાનું પોલીસ કમિશનરે તપાસ હાથ ધરી ક્રોસ ચેકિંગ કરતા પોલીસ કર્મચારીની પોલ છતી થઈ ગઈ હતી. જેને લઈને બેદરકાર પોલીસ કર્મી સામે આકરી કાર્યવાહી કરાઈ હતી.

Now get E <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/passport' title='Passport'>Passport</a> for Gujarat people

આવો છે નિયમ

નિયમની વાત કરીએ તો અગાઉ નિયમ એવો હતો કે પાસપોર્ટ માટેની ઓનલાઇન અરજી કર્યા બાદ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોસપોર્ટ વિભાગ દ્વારા અરજદારોને પોસપોર્ટ વેરિફિકેશન રહેઠાણના પુરાવા સહિત જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. પરંતું, સિનિયર સીટીઝન સહિતના કેટલાક નાગરિકોને જે-તે જવાબદાર અધિકારી પોલીસ સ્ટેશને સંજોગોવસાત હાજર નહીં મળતા ધક્કો ખાવો પડતો હતો. જો વળી કેટલાક પાસપોર્ટ અરજદારો દ્વારા ભાડા કરાર જેવા રહેઠાણના ખોટા પુરાવા રજુ કરવામાં આવતા હતા. ત્યારે અગાઉ જે તે સમયના અમદાવાદ પોલીસ કમિશન આશિષ ભાટીયાએ આ અંગે ગંભીરતાથી નોંધ લઇને પોલીસ જ અરજદારના ઘરે જઇ વેરિફિકેશન કરે તેવો નિર્ણય કર્યો હતો. જોકે તેની અમલવારીમાં છીંડા હોવાના અનેક કિસ્સો સામે આવે છે આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે.

જી.એસ.મલિક, અમદાવાદ શહેર પોલીસ કમિશનર

શું બની હતી ઘટના?

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. માલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પૂછ્યું હતું કે કોઈ સ્ટાફને કાંઈ પ્રશ્ન કે કોઈ તકલીફ નથી ને? બાદમાં પાસપોર્ટ શાખામાં ફરક બજાવતા કર્મચારીઓને પૂછ્યું હતું કે તમે પાસપોર્ટની કામગીરી કઈ રીતે કરો છો?તો કર્મચારીઓએ કહ્યું હતું કે અમે અરજદારોના ઘરે જઈ વેરિફિકેશન કરીએ છીએ અને મહિનામાં સાતથી આઠ અરજી આવતી હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં કમિશનરે પાસપોર્ટ વેરિફિકેશન માટેની યાદી મંગાવી અને એક અરજદારને ફોન કર્યો હતો.

police will come home for passport verification

પોલીસ કમિશનરે અરજદાર સાથે વાતચીત કરી જણાવ્યું કે તમારો પાસપોર્ટ આવ્યો અને વેરિફિકેશન માટે પોલીસ તમારે ઘરે આવી હતી? તો સામેથી જવાબ મળ્યો કે ના પોલીસ અમારે ઘરે નથી આવી અમે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન એ ગયા હતા. જેના જવાબને લઈને પોલીસ કર્મચારીઓના દાવાનો પરપોટો ફૂટી ગયો હતો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. બાદમાં પોલીસ કમિશનરે કર્મચારીને બરોબરનો ખખડાવ્યો હતો અને સ્પષ્ટ સૂચના આપી દીધી હતી.લોકોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવાતા કસૂરવાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવાયો છે. મહત્વનું છે કે ફાઈલમાંથી નંબર લઈ પોલીસ કમિશનરે અરજી કરનારને ફોન કરતા બેદરકારી સામે આવી હતી. જેને લઈને કમિશનર આકરા પાણીએ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ