બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Partial effect of Western Disturbance in Gujarat too, will it rain? Temporary posts made permanent, World Cup champion team's success

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસર, વરસાદ પડશે ખરો? હંગામી જગ્યાઓ કાયમી કરવાનો તખ્તો, વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનું સુરસુરિયું

Vishal Khamar

Last Updated: 11:34 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરમાં ઓવરબ્રિજની ગર્ડર પડી જવા મામલે તપાસ કમિટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ માટે ટૂંક સમયમાં આનંદનાં સમાચાર સામે આવશે. તો ગુરૂવારે વર્લ્ડ કપની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈગ્લેન્ડને વધુ એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ-સાત દિવસમાં વરસાદ વરસવાની કોઇ સંભાવના નથી. તાપમાનમાં પણ કોઇ મોટો ફેરફાર થાય એવું લાગતું નથી. આગામી બે દિવસમાં તાપમાન એકાદ ડિગ્રી સુધી નીચે આવી શકે છે. રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ ટ્રાન્ઝિશન મહિનો હોવાથી તાપમાન યથાવત્ રહેશે. બપોરે ગરમી અને વહેલી સવારે તથા મોડી રાતે ઠંડકનો અનુભવ થશે. દિવસે ૩૬ ડિગ્રી, જ્યારે રાતે ૨૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. 

CM Bhupendra Patel in action on Palanpur bridge slab collapse, GPC infrastructure blacklist, 2 employees relieved of duty

પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. આ કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. આર.ઓ.બી.ના કામના કોન્ટ્રાક્ટર જી.પી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી છે. તે જ રીતે, આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. આ આર.ઓ.બી.ની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાના આદેશો કરવાની સૂચના આપી છે.

Biggest News, Recruitment Information, Know Full Details on Permanent Temporary Vacancies in Health Department

 રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી છે. ત્યારે  રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એક થી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓ ને કાયમી જગ્યા માં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે મંગાવાઈ છે. જેમાં  હંગામી જગ્યામાં હાલ આઉટસોર્સિંગ કે અન્ય કોઈ રીતે કામ કરતા હોય તો તેની નોંધ લખવાની સૂચના પણ આપવામાં આવી છે.  આરોગ્ય વિભાગના પત્રમાં હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતર કરવાની યોજના સરકારની વિચારણા હેઠળનો છે ઉલ્લેખ કરાયો છે. 

Important decision of Vadodara Corporation, temporary employees will be taken as daily workers, this condition will also be...

 વડોદરા કોર્પોરેશનનાં સફાઈ કામદારો માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હંગામી કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય કરાયો છે. સેનેટરી અને એન્જીનીયરીંગનાં 238 કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સેનેટરી અને એન્જીનીયરીંગનાં 238 કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય લેવાનો કરાયો છે. 270 દિવસની કામગીરી પૂરી કરનાર હંગામી સફાઈ સેવકોને રોજમદાર તરીકે નિર્ણય લેવાયો છે. મ્યુનિસીપલ કમિશ્નર તરફથી આવેલી ભલામણને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. 

All districts of Gujarat will get DEO DPO after Diwali, Education Minister announced

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામા આવે તેવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે. જેનો સીધો અર્થે એ થાય છે કે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO મળશે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની નિમણૂક કરી શિક્ષણનું સ્તર સુધારવાની દીશામાં કાર્યવાહી ચાલી રહી છે. 

સાબરકાંઠા જિલ્લામાં હાથના રુંવાડા ઉભા કરી નાખે એવી ઘટના બની છે. સાબરકાંઠા જિલ્લાની એક સ્કૂલમાં 13 વિદ્યાર્થીઓને મસ્તી કરવા બદલ ડામ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે વાલીઓએ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ ગંભીર ઘટનાની તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 

લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ગુજરાત કેડરનાં  IAS અધિકારી વિજય નહેરાને ડેપ્યુટેશન પર જઈ રહ્યા છે. ત્યારે વિજય નહેરા સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ હતા. હવે તેઓ નેશનલ ડિફેન્સ કોલેજનાં સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે જોડાશે. જ્યારે અગ્ર સચિવ મોના ખંધાર જેઓ હાલ પંચાયત વિભાગનાં અગ્રસચિવ છે. તેઓને સાયન્સ અને ટેકનોલોજી વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમજ હાલ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ગુજરાતના સીઈઓ સુપ્રિત સિંઘ ગુલાટીને સીઈઓ સ્પેશ્યલ પ્રોજેક્ટ ધોલેરા સરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

Baap of Chart ansari received penalty from SEBI to credit 17 crore rupees in the bank

કોરોના સંકટ બાદથી શેરબજારમાં છૂટક રોકાણકારો વધુ રસ લેવા માંડ્યા છે અને એ જ કારણે સોશિયલ મીડિયા પર ઈનફ્લુએન્સરની સંખ્યા વધી ગઈ છે. SEBIએ  Baap of Chart  નામથી ઓપરેટ કરવામાં આવતાં ફાઈનેંશિયલ ઈનફ્લુએંસર પર બેન લગાવ્યું છે. આ સાથે જ તેને 17.20 કરોડ રૂપિયા પાછા આપવાનો આદેશ આપ્યો છે. બાપ ઓફ ચાર્ટનાં નામથી ઈનફ્લુએંસર અંસારીની વિરુદ્ધમાં મળેલી ફરિયાદો બાદ સેબીએ એક અંતિમ આદેશ આપ્યો જેમાં તેને શેરબજારમાં કોઈપણ પ્રકારની ડીલ કરવા પર પણ બેન લગાડી દીધું છે.

Qatar 8 Indian Nevi Officers sentenced to death, Indian Government is in Shock

કતારમાં 8 ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી છે. કતારમાં કોર્ટનાં આ નિર્ણય પર ભારત સરકારે નિવેદન આપ્યું છે. વિદેશમંત્રાલયે કહ્યું કે અમે આ નિર્ણયથી સ્તબ્ધ છીએ અને અમે વિસ્તૃત માહિતીની રાહ જોઈ રહ્યાં છે. એટલું જ નહીં અમે તમામ કાયદાકીય વિકલ્પો પણ શોધી રહ્યાં છે.

Hardik Pandya's injury serious! Can't play a match for this week

વર્લ્ડ કપ 2023 દરમિયાન હાર્દિક પંડ્યાની ઈજાએ ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. મહત્વનું છે કે, બાંગ્લાદેશ સામે હાર્દિક પંડ્યાને જે ઈજા થઈ હતી તે હવે વધુ ગંભીર બનતી દેખાઈ રહી છે. પહેલા એવા સમાચાર હતા કે, પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે અને તે એક મેચ નહીં ચૂક્યા બાદ ટીમ સાથે જોડાશે. પરંતુ હવે સમાચાર છે કે તેને લિગામેન્ટ ફાટી ગયું છે જેને સાજા થવામાં બે અઠવાડિયા લાગી શકે છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા આવનારી ઘણી મેચો ચૂકી શકે છે. 

Share Market 3.5 lakh crore rupees loss in 15 minutes! For the sixth day in a row, the stock market is in turmoil

ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ છે. નકારાત્મક વૈશ્વિક સંકેતો, તેલની વધતી કિંમતો, મધ્ય પૂર્વમાં તણાવને કારણે વિશ્વભરના શેરબજારો લાલનિશાન પર જોવા મળી રહ્યા છે એવામાં ભારતમાં પણ છેલ્લા પાંચ દિવસથી શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું અને આજે પણ તે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું હતું. 

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023માં વધુ એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાએ શાનદાર દેખાવમાં ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું અને ટુર્નામેન્ટમાં તેની બીજી જીત નોંધાવી. શ્રીલંકાએ સતત બીજી મેચ જીતી હતી. ઈંગ્લેન્ડની 5 મેચમાં આ ચોથી હાર છે. બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા માત્ર 156 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રીલંકાએ આ લક્ષ્યાંક 26 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાની આ જીતમાં ફાસ્ટ બોલર લાહિરુ કુમારા અને ઓપનર પથુમ નિસાન્કાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. હંમેશની જેમ ચાહકો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રનના વરસાદની અપેક્ષા રાખતા હતા. પછી જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું ત્યારે આ અપેક્ષાઓ વધુ વધી ગઈ. પરંતુ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલી ઈંગ્લેન્ડ આ તકનો ફાયદો ઉઠાવી શકી ન હતી. વર્લ્ડકપ પહેલા સૌથી ખતરનાક ગણાતી બેટિંગ લાઇન અપ સૌથી ખરાબ સાબિત થઈ છે અને સતત રન માટે સંઘર્ષ કરી રહી છે. બેંગલુરુમાં તેની હદ થઈ ગઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ