બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Part of the balcony of Uttamnagar slum quarters in Maninagar of Ahmedabad city collapsed

મોતની ઇમારત! / મણિનગરમાં ઈમારત ધરાશાયી થતાં 3નું રેસ્ક્યુ, લોકો જીવના જોખમે જર્જરિત ઈમારતોમાં રહેવા મજબૂર

Malay

Last Updated: 10:48 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના ઉત્તમનગરમાં આવેલા 60 વર્ષ જૂના સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમો સ્લમ કવાટર્સ ખાતે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

 

  • મણિનગરમાં સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી
  • બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ
  • કાટમાળ નીચે ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આજે વહેલી સવારે ઉત્તમનગરના સ્લમ ક્વાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતા. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

સવારે 7 વાગ્યે બાલ્કનીનો ભાગ થયો હતો ધરાશાયી  
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઉત્તમનગર વિસ્તારમાં 60 વર્ષ જૂના સ્લમ કવાટર્સ આવેલા છે. આ ક્વાટર્સમાં કુલ 8 જેટલા બ્લોક અને 256 જેટલા મકાનો આવેલા છે. ત્યારે આજે સવારે 7 વાગ્યાની આસપાસ આ ક્વાટર્સના ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તો પોલીસની ટીમ પણ સ્લમ કવાટર્સ ખાતે દોડી આવી હતી. 

ફાયરની ટીમોએ હાથ ધરી હતી બચાવ કામગીરી      
જે બાદ તાત્કાલિક ફાયરની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમો દ્વારા કાટમાળમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 8 બાળકો સહિત કુલ 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. ઘટના બન્યા બાદ ધરાશાયી થયેલા કાટમાળનો ભાગ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. 

AMC દ્વારા અનેકવાર અપાઈ છે નોટિસ
મણિનગર વિસ્તારમાં આવેલા આ ક્વાટર્સ લગભગ 60 વર્ષ જેટલા જૂના છે. આ મકાનો ખૂબ જ જૂના હોવાના કારણે AMC દ્વારા અનેકવાર આ મકાનોને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં આ આવાસ તોડી પાડવામાં આવ્યા નથી. જોકે, અંતે આજે આ દુર્ઘટના ઘટી છે. તો બીજુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ મોતની ઇમારતો આવેલી છે. આવી ઇમારતોમાં જીવના જોખમે લોકો રહી રહ્યા છે. બીજી વ્યવસ્થા ન હોવાથી લોકો જર્જરિત ઇમારતોમાં રહેવા મજબુર બન્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ