બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / parliament to take up electricity amendment bill in winter session know details

ધ્યાન આપો / રાંધણ ગેસની જેમ ગ્રાહકોને વધુ એક સબસિડી આપવાની તૈયારી, ખાતામાં જમા થશે પૈસા, જાણો નવા બિલ અંગે

Premal

Last Updated: 07:21 PM, 25 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના 29 નવેમ્બરથી શરૂ થતાં શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર એક નવુ વિજળી સંશોધન બિલ પણ રજૂ કરવાની છે. વિજળી સંશોધન બિલનો ડ્રાફ્ટ લગભગ ફાઈનલ થઇ ગયો છે.

  • 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ
  • કેન્દ્ર સરકાર નવુ વિજળી સંશોધન બિલ કરશે રજૂ
  • વિજળી સંશોધન બિલનો ડ્રાફ્ટ ફાઈનલ થઇ ગયો

સંસદમાં કેન્દ્ર સરકાર નવુ વિજળી સંશોધન બિલ રજૂ કરશે

આ બિલ મુજબ, વિજળી કંપનીઓને સરકાર તરફથી કોઈ સબસિડી આપવામાં આવશે નહીં. પરંતુ સરકાર ગ્રાહકોના બેન્ક એકાઉન્ટમાં સબસિડીને ડાયરેક્ટ ટ્રાન્સફર કરશે. આ બિલ્કુલ એવુ જ હશે જેમકે રસોઈ ગેસની સબસિડીમાં થાય છે. આ બિલના માધ્યમથી વિજળી વિતરણને ડી-લાયસન્સ કરવાની દરખાસ્ત મુકવામાં આવશે. જેનો ફાયદો એ થશે કે વિજળી વિતરણના પ્રાઈવેટ પ્લેયર સરકારી વિતરણ કંપનીઓની સાથે પ્રતિસ્પર્ધા કરી શકશે. આ સિવાય વિજળીના ગ્રાહકો નક્કી કરી શકશે કે વિજળી વિતરણ કરનારી કંપનીઓમાંથી કઈ કંપની પાસેથી વિજળી લેવા માંગો છો. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગયા યુનિયન બજેટમાં કહ્યું હતુ કે સરકાર આવુ કોઈ ફ્રેમવર્ક લાવવા અંગે કામ કરી રહી છે. મહત્વનું છે કે, આ સંશોધનો પર મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળ પહેલાં જ વાંધો દર્શાવી ચૂક્યા છે.

ગ્રાહકોને થશે અસર

મનાઈ રહ્યું છે કે સરકારના આ નિર્ણયની અસર વિજળી ગ્રાહકો પર પડશે. અત્યાર સુધી રાજ્ય સરકારો વિજળી પૂરી પાડતી કંપનીઓને એડવાન્સમાં સબસિડી આપે છે. આ સબસિડીના આધારે વિજળીના ભાવ નક્કી કરવામાં આવે છે. કારણકે હવે વિજળી કંપનીઓને સબસિડી મળશે જ નહીં તો તેની સીધી અસર ગ્રાહક પર પડશે. ગ્રાહકોના બિલમાં વધારો થવાની સંભાવનાઓ છે. જોકે, બિલમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ હજુ સુધી આ સ્પષ્ટ થયુ નથી કે કયા ગ્રાહકોને સબસિડી મળશે અને કોને નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ