બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Parliament lasted only 76 hours in 25 days

મહામંથન / 25 દિવસમાં માત્ર 76 કલાક ચાલી સંસદ, લોકોના કરોડો સ્વાહા, ખોરવાતી સંસદની કાર્યવાહી લોકશાહીને લૂણો કોણ લગાવે છે?

Vishal Khamar

Last Updated: 09:30 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદની કાર્યવાહિ છેલ્લા કેટલાક સમયથી થોડાક સમય માટે ઠપ્પ રહે છે. સરકાર અને વિપક્ષના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી ઠપ થતી રહી. અંતે બજેટ સત્ર પૂર્ણ થઇ ગયું.

હોબાળાને કારણે સંસદની કાર્યવાહી અમુક કલાકો,દિવસો સુધી ઠપ રહી. આ સામાન્ય લાગતી બાબત જનતા માટે ખુબ મહત્વની છે.  કેમ કે કાયદો બનાવવાનું મૂળ કામ જયા થાય છે તે છે સંસદ. કાર્યપાલિકાને નિયંત્રણ કરવાનું કામ કરે છે સંસદ. કેબિનેટ અને સરકાર સંસદ પ્રત્યે ઉતરદાયી રહેશે તેવું બંધારણમાં કહેવાયું છે. લોકસભામાં જો કોઇ દળને બહુમતી ન હોય તો સરકાર ન બની શકે. ભારતમાં સંસદ પાસે રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ અને સાથે જ સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના જજો પર મહાભિયોગ ચલાવાનો અધિકાર છે. આ સિવાય નાણાકીય બાબતને જોડાયેલા કામો પણ સંસદમાં થઇ શકે છે. બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઇને 6 એપ્રિલ સુધીનો હતો. આ દરમિયાન લોકસભાની કાર્યવાહી માત્ર 45 કલાક અને રાજ્યસભાની કાર્યવાહી માત્ર 31 મિનિટ ચાલી. લોકસભામાં 35 ટકા કામ થયું. તો રાજ્યસભામાં 130 કલાકમાંથી 31 કલાક એટલે કે 24 ટકા કામગીરી થઇ . 
સરકાર અને વિપક્ષના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી ઠપ થતી રહી. અંતે બજેટ સત્ર પૂર્ણ થઇ ગયું. સંસદ ચલાવવાની સૌથી પહેલી જવાબદારી રાજ્યસભાના સભાપતિ પર હોય છે. ત્યાર બાદ લોકસભાના અધ્યક્ષ પર અને તે બાદ સંસદીય કાર્યમંત્રી પર અને તે પછી ચોથા ક્રમે આવે છે નેતા પ્રતિપક્ષ એટલે વિપક્ષી પાર્ટીના સાંસદોમાંથી એક નેતા. હોબાળાના ભોગે મહત્વના બિલ પાસ ન થાય તેનું નુકસાન માત્રને માત્ર આપણે એટલે કે જનતાને છે. સવાલ એ છે કે સંસદની કાર્યવાહી ઠપ થવી તંદુરસ્ત લોકશાહી માટે કેટલું યોગ્ય છે?શું વિપક્ષને માત્ર હોબાળામાં જ રસ હોય છે? મહત્વના બિલ ચર્ચા વગર જ પસાર થાય તેવી સ્થિતિ કેમ આવે છે?સંસદ વધુ ને વધુ ચાલે તે માટે શાસક પક્ષ શું પ્રયાસ કરી શકે? 

  • સંસદની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે
  • સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો વગર કોઈ નક્કર નિષ્કર્ષે પૂરો થયો
  • સંસદનો આ સત્રનો મોટાભાગનો સમય હોબાળામાં જ વેડફાયો
  • સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો રાહુલ ગાંધી, અદાણીની ચર્ચામાં જ પસાર થયો

સંસદની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે. ત્યાર સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો વગર કોઈ નક્કર નિષ્કર્ષે પૂરો થયો. અને સંસદનો આ સત્રનો મોટાભાગનો સમય હોબાળામાં જ વેડફાયો છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો રાહુલ ગાંધી, અદાણીની ચર્ચામાં જ પસાર થયો છે.  કેટલાક બિલ પણ વગર ચર્ચાએ પસાર થયા છે. એકંદરે તંદુરસ્ત લોકશાહી માટે સારી સ્થિતિ ન કહેવાય એવું ચિત્ર રજૂ થયું. સત્તાપક્ષ અને વિપક્ષ પોતાના વલણ ઉપર જ અડગ રહ્યા હતા.

  • સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં 15 બેઠક મળી
  • બંને ગૃહમાં મળીને કુલ 5 કલાક પણ કાર્યવાહી ન ચાલી
  • બીજા તબક્કાની તમામ બેઠક હોબાળામાં જ પૂરી થઈ

આ સ્થિતિ ચિંતાજનક

સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં 15 બેઠક મળી હતી. બંને ગૃહમાં મળીને કુલ 5 કલાક પણ કાર્યવાહી ન ચાલી. જ્યારે બીજા તબક્કાની તમામ બેઠક હોબાળામાં જ પૂરી થઈ ગઈ. ત્યારે લોકો સાથે જોડાયેલા કોઈપણ મુદ્દે સાર્થક ચર્ચા ન થઈ. સંસદના બંને ગૃહમાં પ્રતિ દિવસ સરેરાશ 15 મિનિટ જ કાર્યવાહી ચાલી.

લોકસભામાં કેટલું કામ થયું?

નક્કી કરેલો સમય 133.6 કલાક
કેટલું કામ થયું? 45 કલાકથી વધુ

રાજ્યસભામાં કેટલું કામ થયું 

નક્કી કરેલો સમય 130 કલાક
કેટલું કામ થયું? 31 કલાકથી વધુ

બંને ગૃહમાં કામકાજની ટકાવારી 

લોકસભા નિર્ધારીત સમયના 34.85% જ કામકાજ થયું

રાજ્યસભા નિર્ધારીત સમયના 24.4% જ કામકાજ થયું

પ્રશ્નકાળની સ્થિતિ 

લોકસભા 4 કલાક 32 મિનિટ

રાજ્યસભા 2 કલાક 25 મિનિટ

 

સંકળાયેલા મુદ્દાઓ

Parliament Rajya Sabha Uproar Vtv Exclusive adjournment alarming budget session lok sabha બજેટ સત્ર રાજ્યસભા લોકસભા સંસદ સ્થગીત હોબાળો Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ