બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Paracetamol should not be taken even by mistake in dengue fever! Know the side effectsVitamin C is the best

સાવધાન / ડેન્ગ્યુના તાવમાં ભૂલથી પણ ન લેવી જોઈએ Paracetamol! જાણી લો સાઈડ ઈફેક્ટ્સ, વિટામિન-C સૌથી બેસ્ટ

Kishor

Last Updated: 10:37 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરાસીટામોલ માત્ર ડેન્ગ્યુના દર્દીઓને રાહત આપે છે. પરંતુ પેરાસીટામોલથી રોગનો ઈલાજ થતો નથી  તે માત્ર તાવ અને દુખાવાના લક્ષણો ઓછા કરી શકે છે.

  • પેરાસીટામોલથી ડેન્ગ્યુના રોગનો નથી થતો ઈલાજ
  • પેરાસીટામોલ સ્વાસ્થ્ય માટે સાબિત થઇ શકે છે ગંભીર
  • નારંગી, લીંબુ સહિતના ફળનું સેવન કરવું

હાલની સ્થિતિમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશ જાણે ડેન્ગ્યુના બૉમ્બ ઉપર બેઠો હોય તેમ ડેન્ગ્યુના કેસમાં વધારો થતો હોવાના અહેવાલો મળી રહ્યા છે. માનવ શરીર માટે ગંભીર ગણાતો ડેન્ગ્યુ રોગ મચ્છર કરડવાથી થાય છે અને તેની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો અમુક કિસ્સાઓમાં મોત પણ થઈ શકે છે. ડેન્ગ્યુમાં હાડકા દુખવા ઉપરાંત માથું દુઃખવુ અને તાવ પણ આવે છે. ઘણી વખત લોકો તાવથી બચવા માટે પેરાસીટામોલ લેતા હોય છે. પરંતુ આવું કરવું એ સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઇ શકે છે.

Topic | VTV Gujarati

લીવર અને કિડનીમાં નુકસાન

પેરાસીટામોલ માત્ર ડેન્ગ્યુના દર્દીઓને રાહત આપે છે. પરંતુ પેરાસીટામોલથી રોગનો ઈલાજ થતો નથી  તે માત્ર તાવ અને દુખાવાના લક્ષણો ઓછા કરી શકે છે. વધુમાં આધાશીશી, માથાનો દુખાવો અને પિરિયડ્સમાં પણ આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનાથી અમુક આડસરની ભીતિ સેવાતી હોય છે. આ દવાના ગેરફાયદાની વાત કરવામાં આવે તો થાક શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત અમુક કિસ્સાઓમાં પેટમાં દુખાવો તથા ઉબકા ઉલટી અને એનીમિયા તેમજ લીવર અને કિડનીમાં નુકસાન સહિત અનેક સમસ્યાઓ થતી હોય છે.

પેરાસીટામોલ જેવી દવાઓ હવે કાગળના કચરામાંથી જ બનાવી દેવાશે! આખા સમાચાર  જાણીને ખરેખર ચોંકી જશો I Scientist found a method of making a paracetamol  and medicines with the help of ...

વિટામિન સી થી ભરપૂર ખોરાક ખાઓ

ડેન્ગ્યુ તાવના ઘરગથ્થુ ઉપાયની વાત કરીએ તો ડેન્ગ્યુ તાવથી પીડિત વ્યક્તિઓએ ખૂબ પાણી પીવું જોઈએ. ઉપરાંત નારીયલ પાણી અથવા અન્ય કોઈ પણ પ્રવાહી પીવું જોઈએ. જેનાથી શરીરમાં ડીહાઇડ્રેશન રોકવામાં મદદ થાય છે. ડેન્ગ્યુ તાવએ એક થકાવી દેતી બીમારી છે. આથી આરામ કરવો ખૂબ જ મહત્વનો છે તેમજ ઠંડા પાણીનો કોમ્પ્રેસ તાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં વિટામિન સી એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરતું હોવાથી વિટામિન સી થી ભરપૂર ખોરાક જેવા કે નારંગી, લીંબુ સહિતના ફળનું સેવન કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ