બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / pan card is hidden in the gst number can t find it when it is fake

જાણવા જેવું / શું તમારું PAN CARD ક્યાંક નકલી તો નથી ને? GSTની મદદથી આ રીતે કરો ચેક, જાણો ટિપ્સ

Arohi

Last Updated: 08:32 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Number PAN Card: GST નંબરની ઓળખ ખૂબ જ સરળ હોય છે. જો તમે તેની ઓળખ ન કરી શકો તો કોઈ તમારૂ નુકસાન કરી શકે છે. આવો જાણીએ તેના વિશે.

  • તમારૂ PANCARD ક્યાંક નકલી તો નથી ને?
  • GST નંબરની આ રીતે કરો ઓળખ 
  • જાણો તેના માટે સરળ ટિપ્સ 

વાર્ષિક ટર્ન ઓવર 20 લાખ રૂપિયા કે તેનાથી વધારે હોવા પર વિક્રેતાઓ/ બિઝનેસ માટે જીએસટી રજીસ્ટ્રેશન જરૂરી છે. જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સરકારની તરફથી કોઈ ફી નથી લેવામાં આવતી. જો સમય મર્યાદામાં બિઝનેસ/ વિક્રેતા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી નહીં કરો તો બાકી ટેક્સના 10 ટકા કે 10 હજાર રૂપિયા પેનલ્ટી લાગશે. 

ટેક્સ ચોરીના મામલામાં દંડ 100 ટકા સુધી લેવામાં આવે છે. જો વિક્રેતા કે બિઝનેસ એકથી વધારે રાજ્યમાં વ્યાપાર કરે છે તો તેને દર રાજ્ય માટે અલગ અલગ જીએસટી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 

ખાસ હોય છે જીએસટી નંબર 
જીએસટી નંબર 15 આંકડાના અલ્ફાન્યૂમેરિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે જેમાં પહેલા બે ડિજિટ રાજ્યના કોડને દર્શાવે છે. તેના બાદના 10 અંક પાન કાર્ડ નંબરના હોય છે. જો તમારે આ નંબર મેચ થતા નથી દેખાતા તો તમે સમજી જાઓ કે નંબરમાં કોઈ મુશ્કેલી છે. માટે ક્યારેય પણ પાન કાર્ડ નંબરથી જીએસટી નંબરને ક્રોસ ચેક કરી લેવું જોઈએ. 

આ વેબસાઈટની લઈ શકો છો મદદ 
જીએસટીઆઈએનની તપાસ માટે તમે ઓફિશ્યલ જીએસટી પોર્ટલ https://www.gst.gov.in/ પર જઈ શકો છો. જ્યાં જીએસટીઆઈએન નંબરની તપાસ માટે સર્ચ ટેક્સપેયરને સિલેક્ટ કરો. જો જીએસટીઆઈએન યોગ્ય છે તો તમને તેના ડિટેલ પોર્ટલ પર મળી જશે. જો ન મળે તો તે એક ફેક નંબર છે. 

જણાવી દઈએ કે 2017માં જીએસટીને લાગુ કરી દેશમાં ટેક્સેશન સિસ્ટમને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં વેટ, સર્વિસ ટેક્સ વગેરે જેવા ઘણા ઈનડાયરેક્ટ ટેક્સને હટાવવામાં આવ્યા.

પાન કાર્ડનો અહીં થાય છે ઉપયોગ 
પાન કાર્ડ નંબરમાં 10- નંબરનો એક યુનિક કોડ હોય છે જે લેમિનેટેડ કાર્ડમાં પ્રસ્તુત કરવામાં આવે છે. તેને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એ લોકોને જાહેર કરવામાં આવે છે જે પાન કાર્ડ માટે અરજી કરે છે. 

એક વખત પાન કાર્ડ રેડી થઈ જાય તેના બાદ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બધા જ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પાન કાર્ડ સાતે લિંક્ડ થઈ જાય છે. તેમાં ટેક્સ પેમેન્ટથી લઈને ક્રેડિટ કાર્ડથી થતા ટ્રાન્ઝેક્શનની બધી જાણકારી ડિપાર્ટમેન્ટની પાસે જતી રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ