બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Pakistani PM Shehbaz Sharif announced, will hand over the government in August, know the reason

BIG NEWS / હવે એક જ રસ્તો, ભીખનો વાટકો ફેંકીને...: પાકિસ્તાની PMએ ઓગસ્ટમાં સરકાર સોંપી દેવાનું કર્યું એલાન

Megha

Last Updated: 01:43 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે ભીખનો વાટકો ફેંકવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાની PMએ ઓગસ્ટમાં સરકાર સોંપી દેવાનું એલાન કર્યું હતું

  • પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું 
  • વર્તમાન સરકારનો કાર્યકાળ 14 ઓગસ્ટે સમાપ્ત થશે
  • ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત કરશે

પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ગુરુવારે રાષ્ટ્રને ખાતરી આપી હતી કે તેમની સરકાર સામાન્ય ચૂંટણીઓ દ્વારા તેનું નેતૃત્વ કરવા માટે ઓગસ્ટમાં વચગાળાની વ્યવસ્થા માટે સરકારની ભાગદોડ સોંપશે.  શાહબાઝ શરીફે બુધવારે એમ પણ કહ્યું હતું કે વર્તમાન સરકારનો કાર્યકાળ 14 ઓગસ્ટે સમાપ્ત થશે અને ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત કરશે. 

એક અહેવાલ અનુસાર શરીફે આ વાત સત્તાધારી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના વડા મૌલાના ફઝલુર રહેમાન સાથેની બેઠકના એક દિવસ બાદ કરી છે. સાથે જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન પીડીએમ પ્રમુખે સમયસર વિધાનસભા ભંગ કરીને ચૂંટણી કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભીખનો વાટકો ફેંકવાનો સમય આવી ગયો છે 
શહેબાઝ શરીફે કહ્યું કે આ બધું "આર્થિક વૃદ્ધિ તરફની પ્રગતિની ઝલક છે. હાલ દેશ સમક્ષ એક જ રસ્તો છે - ભીખ માંગવાનો વાટકો ફેંકી દઈએ અને પોતાના પગ પર ઊભા થઈએ, બીજા પર નિર્ભરતા ત્યારે જ ઓછી થશે જ્યારે આપણે સખત મહેનતમાં વિશ્વાસ રાખીએ. વચનો પૂરા કરીશું અને ઈમાનદારીથી દેશની સેવા કરીશું. ચાલો નફરતને ખતમ કરીએ અને પ્રેમ ફેલાવીએ. ચાલો એક રાષ્ટ્ર બનીએ. '' નોંધનીય છે કે પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી $3 બિલિયનની લોન માટે મંજૂરી મળી ગઈ છે.આનાથી પાકિસ્તાની રૂપિયામાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે.

પાકિસ્તાનની સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ 12 ઓગસ્ટ, 2018 ના રોજ  તે સમયની પીટીઆઈ સરકાર હેઠળ શરૂ થયો હતો અને ગયા વર્ષે એપ્રિલમાં અવિશ્વાસ મત દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની હકાલપટ્ટી પછી પીએમ-શાહબાઝની આગેવાની હેઠળના શાસક ગઠબંધન હેઠળ પૂર્ણ થશે. ગુરુવારે તેમના સંબોધનની શરૂઆતમાં વડા પ્રધાને યાદ કર્યું કે ગયા વર્ષે એપ્રિલમાં તેમને દેશ ચલાવવા અને આ કલ્યાણ માટે કામ કરવાની પવિત્ર જવાબદારી એમને આપવામાં આવી હતી. હવે અમે ઓગસ્ટ 2023માં આ જવાબદારી કાર્યવાહક સરકારને સોંપીશું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ