પાકિસ્તાની ક્રિકેટર મહોમ્મદ રિઝવાને અમેરિકામાં રસ્તાની વચ્ચે કાર ઊભી રખાવી અને નમાજ અદા કરી. જુઓ વીડિયો.
પાકિસ્તાની ક્રિકેટર મહોમ્મદ રિઝવાનનો વીડિયો વાયરલ
અમેરિકાનાં રસ્તા પર કાર ઊભી રખાવી નમાજ અદા કરી
દાવા અનુસાર રસ્તા પર કપડું પાથરી નમાજ અદા કરી હતી
પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મહોમ્મદ રિઝવાન હાલમાં અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યૂનિવર્સિટીનાં એક એજ્યુકેશનલ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યાં છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનાં એજ્યુકેશન પ્રોગ્રામમાં આ બંને ખેલાડીઓ સહિત જગતનાં અન્ય કેટલાક દિગ્ગજો પણ શામેલ થયાં છે. ત્યારે હાલમાં રિઝવાનનો નમાજ અદા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Muhammad Rizwan Is Performing Namaz At New York, Ma Shaa Allah 🥺❤️ And Indeed Prayer Is The Permanent Key To Success 💗 pic.twitter.com/WdLvLb3u6q
રસ્તાની વચ્ચે નમાજ અદા કરી
આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝવાને અમેરિકાનાં રોડ પર વચ્ચે કાર ઊભી રખાવી અને નમાજ અદા કરી. રિઝવાનની કાર રોડનાં કિનારે લગાડવામાં આવી હતી જે બાદ તેમણે રોડની સાઈડમાં કપડું પાથરી અને નમાજ અદા કરી.
બંને ખેલાડીઓએ ક્લાસ કરી અટેંડ
આ બંને પાકિસ્તાની ખેલાડીઓએ 31 મેથી 3 જૂનની વચ્ચે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ક્લાસ અટેંડ કરી છે. બાબર આઝમે પોતે પણ ત્યાંનાં કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતાં.