બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistani cricketer Babar Azam, who came in support of King Kohli, shared this photo with Virat and gave this advice.

ક્રિકેટ / કિંગ કોહલીનાં સપોર્ટમાં આવ્યો પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ, વિરાટ સાથે ફોટો શેર કરીને આપી આ સલાહ

Megha

Last Updated: 09:38 AM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બધા વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે કોહલીને સપોર્ટ કરતી એક પોસ્ટ શેર કરી છે. એ પોસ્ટમાં બાબરે કોહલીને મજબૂત બની રહેવા માટે વાત કરી છે

  • લગભગ દોઢ વર્ષથી વિરાટ એક પણ સદી ફટકારી શક્યા નથી
  • ટેન્શન ન લો આ ખરાબ સમય જલ્દી જ વીતી જશે - બાબર આઝમ
  • ગઇકાલની મેચમાં કોહલીએ ત્રણ ચોકા માર્યા હતા. 

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો સમય થોડો ખરાબ ચાલી રહ્યો છે. લગભગ દોઢ વર્ષથી વિરાટ એક પણ સદી ફટકારી શક્યા નથી અને છેલ્લા ઘણા સમયથી મોટો સ્કોર પણ બનાવી શક્યા નથી પણ હવે તો સામાન્ય સ્કોર બનાવવા માટે પણ વિરાટ છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે. 

જો કે હાલ કોહલી તેને લાગેલ ઘા ને કારણે ઈંગ્લેન્ડ સામે પહેલો મેચ રમી શક્યા નહતા પણ એમને બીજા વનડે રમવાનો મોકો મળ્યો છતાં પણ વધુ સ્કોર કર્યા વિના વિરાટ પવેલિયન પાછા કારતઆ નજર આવ્યા હતા. આવા કપરા સમયે ઘણા ક્રિકટરો એમણે સપોર્ટ કરી રહ્યા છે તો ઘણા એમની આલોચના પણ કરી રહ્યા છે. 

બાબર આઝમે કોહલી માટે પોસ્ટ શેર કરી 
આ બધા વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે કોહલીને સપોર્ટ કરતી એક પોસ્ટ શેર કરી છે. એ પોસ્ટમાં બાબરે કોહલીને મજબૂત બની રહેવા માટે વાત કરી છે અને તેનો સપોર્ટ કોહલી સાથે છે એવું દર્શાવ્યું છે. એમને એક તસવીર શેર કરતાં સાથે લખ્યું કે ટેન્શન ન લો આ ખરાબ સમય જલ્દી જ વીતી જશે. બસ મજબૂત બની રહો. 

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં બીજો વનડે મેચ રમાયો હતો જેમાં ઈંગ્લેન્ડ 246 રન બનાવ્યા હતા અને રીમ ઈન્ડિયા ફક્ત 146 રન બનાવી શકી હતી. 100 રનના અંતરે ટીમ ઈન્ડિયા આ મેચ ઘણી ખરાબ રીતે હારી ગઈ હતી. કોહલીની વાત કરીએ તો એ આ વખતે પણ સારો સ્કોર ન બનાવી શક્યા અને એમણે 25 બોલમાં ફક્ત 16 રન બનાવીને પવેલીયન પાછા ફર્યા હતા. જો કે એ સમયે કોહલીએ ત્રણ ચોકા માર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ