બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Pakistani actress ushna shah trolled for wearing Indian clothes in wedding social media handle had to be closed

લો બોલો! / લગ્નમાં ઈન્ડિયન કપડાં પહેરવાના કારણે પાકિસ્તાની અભિનેત્રી થઈ ટ્રોલ, બંધ કરવું પડ્યું સોશ્યલ મીડિયા હેન્ડલ

Arohi

Last Updated: 03:30 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના લગ્નમાં ઈન્ડિયન લુક કેરી કરવાને લઈને પાકિસ્તાની એક્ટ્રેસ ઉશના શાહને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. ઉશનાએ ટ્રોલર્સના કારણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધુ છે.

  • ઈન્ડિયન કપડા પહેરવા બદલ ટ્રોલ થઈ પાકિસ્તાની એક્ટ્રેસ 
  • લોકોએ સોશિયલ મીડિયા પર કરી નાખી ટ્રોલ 
  • એક્ટ્રેસે બંધ કરવું પડ્યું સોશિયલ મીડિયા હેન્ડલ 

પાકિસ્તાનની ફેમસ એક્ટ્રેસ ઉશના શાહ પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેણે હાલમાં જે ગોલ્ફ પ્લેયર હમઝા અમીન સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંન્નેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પોતાના લગ્નમાં ઉશના દુલ્હનના આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. 

પરંતુ સોશિયલ મીડિયા પર તેના લગ્નના આઉટફીટને લઈને તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે ખબર સામે આવી રહી છે કે ઉશનાએ ટ્રોલર્સના કારણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધુ છે. 

લગ્નમાં ડાન્સ કરવાને લઈને પણ એક્ટ્રેસ થઈ ટ્રોલ 
મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર ઉશનાના લગ્નનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દુલ્હા હમઝા અમીન અને અન્ય લોકો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીના લગ્ન પર ઈન્ડિયન બ્રાઈડલની જેમ લાલ રંગનો લહેંગો પહેરવા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. 

સાથે જ અમુક લોકોએ ઉશનાના પોતાના લગ્નમાં ડાન્સ કરવા પર પણ વાંધો ઉઠાવીને તેને ટ્રોલ કરી છે. જેનો એક્ટ્રેસે જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. પરંતુ હવે લાગે છે કે ઉશના સતત ટ્રોલિંગના કારણે પરેશાન થઈ ગઈ છે. 

સોશિયલ મીડિયાથી લીધો બ્રેક 
હાલમાં જ ઉશનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છે. ઉશનાએ લખ્યું કે તેણે પોતાના લગ્નને પ્રાઈવેટ રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા.

પરંતુ જ્યારે તેના ફોટો પરવાનગી વગર ઓનલાઈન શેર કરવામાં આવ્યા તો લાલ લહેંગો પહેરવા પર તેને ધમકાવવામાં આવી. તેણે એ પણ જણાવ્યું કે તેના માનસિક સ્વાસ્થ્યના માટે તે ઈન્સ્ટાગ્રામ પરથી બ્રેક લઈ રહી છે.  

લગ્ન પ્રાઈવેટ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ...: ઉશના

ઉશનાએ આગળ લખ્યું, "પોતાના લગ્નને પ્રાઈવેટ રાખવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ મારા લગ્ન એક ડ્રોનના કારણે ટ્રોલ્સના નિશાના પર આવી ગયા. જેણે મારા લગ્નના ફોટોને વાયરલ કર્યા. તેના માટે મને હજારોની સંખ્યામાં મેસેજ આવી રહ્યા છે. મેં જે પહેર્યું હતું તેને પહેરવા માટે કૃપા મને ક્ષમા કરો. મેં તેમાંથી કોઈ પણ માટે સાઈન અપ નથી કર્યું."

હું પણ એક માણસ છું....: ઉશના 
ઈન્સ્ટાગ્રામ આઈડી ડીએક્ટિવેટ કર્યા પહેલા ઉશનાએ કહ્યું, "હું વર્ષોથી ઓનલાઈન ટ્રોલિંગ પર પ્રતિક્રિયા નથી આપી રહી. પરંતુ હું પણ એક માણસ છું. એક નવા ઘરમાં એક નવી દુલ્હન છું.

ફોટોગ્રાફીથી લઈને ગેસ્ટની લિસ્ટ સુધી મે દરેક વસ્તુને ખૂબ જ પ્રાઈવેટ રાખવાનો પ્રયત્ન કર્યો છે. હું એજ શેર કરવા માંગતી હતી જેને લઈને હું કન્ફર્ટેબલ છું. પરંતુ અમુક લોકોએ મારી પ્રાઈવસીનું સન્માન ન કર્યું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ