બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan will benefit if the match is not played even on Reserve Day

Asia Cup 2023 / Ind vs Pak: રિઝર્વ ડેમાં પણ મેચ ન ખેલાઈ તો? કોણે મળશે ફાઈનલની ટિકિટ, સમીકરણ ટીમ ભારત માટે ચિંતાજનક

Kishor

Last Updated: 07:11 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ વેરી થાય અથવા કોઈ કારણસર મેચ નહિ રમાઈ તો કઈ ટીમને ફાયદો થશે? સમગ્ર મામલો જાણો આ અહેવાલમાં!

  • કોલંબોમાં ભારે વરસાદને કારણે અટકેલી મેચ આજે રમાશે
  • તો પાકિસ્તાનની ટીમને થઇ શકે છે ફાયદો
  • આજ પણ મેચ શરૂ નહીં થાય તો કોને ફાયદો? જાણો સમગ્ર વિશ્લેષણ

વરસાદી વિઘ્ન નડતા કોલંબોમાં ભારે વરસાદને કારણે મેચ બંધ રાખવાની નોબત આવી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 24.1 ઓવરમાં 147 રન બનાવ્યાં હતા પરંતુ ત્યાર પછી ભારે વરસાદને કારણે મેચ અટકાવી દેવી પડી હતી. છેક રાતના 8.30 વાગ્યે કોલંબાના પ્રેમદાસા સ્ટેડિયમમાં ફરી વરસાદ પડતાં આખરે મેચ રદ કરીને રિઝર્વ ડેમાં મેચ રમાડવાનો નિર્ણય લેવાયો હતો.

Image
 ભારત માટે ફાઇનલમાં પહોંચવા માટે આ મેચ જરૂરી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈ પણ મેચ હોય તેનો ક્રેઝ અદ્દભૂત જ હોય છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેને લઈને અગાઉ જ રિઝર્વ ડે તરીકે રાખવાનો નિર્ણય લીધો હતો. વરસાદની શકયતા અને દર્શકોની માંગને પગલે આ નિર્ણય લેવાયો હતો. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ભારત માટે ફાઇનલમાં પહોંચવા માટે આ મેચ જરૂરી છે. જે મેચ હવે આજે 11મીએ રમાશે.

આજે મેચ નહિ રમાઈ તો શું થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આજે 11મી સપ્ટેમ્બર એટલે કે રિઝર્વ ડેના દિવસે યોજાશે. પરંતુ આ મેચમાં પણ વરસાદ વેરી થાય અથવા કોઈ કારણસર મેચ નહિ રમાઈ તો શું થશે? આ પ્રશ્ન ક્રિકેટપ્રેમીઓને સતાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે જો ભારતીય ટીમે પોઈન્ટ શેર કરવા પડશે તો પાકિસ્તાનને ફાયદો થશે. પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવીને 2 પોઈન્ટ મેળવ્યા છે અને ભારત સામેની મેચ બાદ તેના 3 પોઈન્ટનો વધારો થઇ શકે છે. બીજી તરફ શ્રીલંકાના પણ 2 પોઈન્ટ છે અને ભારતે શ્રીલંકા સાથે સાથે બાંગ્લાદેશ સામે પણ રમવું પડશે. આવી સ્થિતિમાં ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરવા ભારતીય ટીમ માટે હવે પછીની બંને મેચ જીતવી જરૂરી રહેશે.

Image

 શુભમન ગિલ પણ આઉટ 
ભારતીય ટીમને બીજો આંચકો લાગ્યો હતો. શુભમન ગિલ શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. ગિલને શાહીન આફ્રિદીએ આગા સલમાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગિલે 52 બોલમાં 58 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. હવે કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો છે. ભારતનો સ્કોર 18 ઓવરમાં બે વિકેટે 124 રન છે. 

56 રન બનાવીને રોહિત આઉટ 

ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો હતો. શાદાબ ખાને  ફહીમ અશરફના હાથે રોહિતને કેચઆઉટ કરાવી દીધો હતો. રોહિત 49 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો જેમાં 6 ફોર અને 4 સિક્સ સામેલ હતી. ભારતનો સ્કોર 17 ઓવરમાં એક વિકેટે 122 રન છે. ગિલ 58 રન અને વિરાટ કોહલી 1 રન સાથે રમી રહ્યા છે.

ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ