બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan team will not come to India in World Cup 2023? PM Shahbaz Sharif took a big decision

World Cup 2023 / વર્લ્ડ કપ 2023માં ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ? PM શહબાજ શરીફે લીધો મોટો નિર્ણય

Vishal Khamar

Last Updated: 10:58 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં 2023 વન ડે વર્લ્ડ કપ રમાવાનો છે. આ મેચમાં પાકિસ્તાન ભાગ લેશે કે નહી. તેની અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

  • ઓક્ટોબર-નવેમ્બર 2023 માં રમાનાર વર્લ્ડ કપની ભારતમાં રમાશે
  • 2023 નાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભાગ લેશે કે નહી તેનાં પર હજુ અસમંજસ સ્થિતિ
  • ઉચ્ચસ્તરીય સુરક્ષા પ્રતિનિધિ મંડળ ભારત મોકલવામાં આવશે

 પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શાહબાજ શરીફે આ વર્ષે ઓક્ટોમ્બર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર 2023 વન ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભાગ લેશે કે નહી તે માટે નિર્ણય કરવા માટે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. 
પ્રધાનમંત્રી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB ) નાં અધ્યક્ષ
ત્યારે સમિતિ પીએમ શરીફને રિપોર્ટ આપતા પહેલા ભારત અને પાકિસ્તાનનાં સબંધોનાં તમામ પાસાઓ, રમત અને રાજકારણને અલગ રાખવા માટેની સરકારની નીતી તેમજ ખેલાડીઓ અને  અધિકારીઓ, પ્રશંસકો તેમજ મીડિયા માટે ભારતમાં કેવી સ્થિતિ છે તેની પર ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB ) નાં અધ્યક્ષ પણ છે.  
05 ઓક્ટોબરે પાકિસ્તાનની ટીમ ભારત આવી શકે છે
આંતરરાષ્ટ્રી ક્રિકેટ બોર્ડ (ICC) અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પહેલા જ વિશ્વ કપનો કાર્યક્રમ જાહેર કરી ચૂક્યા છે. ત્યારે તેઓને આશા છે કે પાકિસ્તાન 05 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત આવશે. 
પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહી તેની મંજૂરી સરકાર પર આધારીત
પરંતું પીસીબીએ જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે વચ્ચે તણાવપૂર્ણ સબંધ હોવાનાં કારણે આ સ્પર્ધામાં તેમની રાષ્ટ્રીય ટીમ ભાગ લેશે કે નહી તેની મંજૂરી સરકાર પર આધારીત છે. 
ઉચ્ચસ્તરીય સુરક્ષા પ્રતિનિધિ મંડળ ભારત આવશે
સમિતિનાં અન્ય સદસ્યો રમત ગમત મંત્રી અહસાન મજારી, મરિયમ ઔરંગજેબ, અસદ મહમૂદ, અમીન ઉલ હક, કમર જમાન કૈરા તેમજ ભૂતપૂર્વ રાજદ્વારી તારિક ફાતમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સબંધિત મંત્રીઓએ પીસીબી ને પહેલા જ સંકેત આપી દીધો હતો કે,  એક ઉચ્ચસ્તરીય સુરક્ષા પ્રતિનિધિ મંડળ ભારત મોકલવામાં આવશે. તેમજ જ્યાં જ્યાં સ્ટેડિયમમાં પાકિસ્તાનની મેચ રમાવાની છે તે તમામ સ્થળોનું નીરીક્ષણ કરશે. 
બેઠકમાં સુરક્ષાનાં કારણોને લઈ ટીમને નહી મોકલવાનો મુદ્દો ઉઠાવી શકે છે
ક્રિકેટ બોર્ડનાં કાર્યકારી પ્રમુખ જકા અશરફ અને મુખ્ય સંચાલન અધિકારી સલમાન તાસીર ICC ની બેઠકમાં ભાગ લેવા માટે ડરબન જશે. તેમજ આ બેઠકમાં અશરફ ભારતનાં સુરક્ષા કારણો વિશે જણાવી તેમની ટીમને નહી મોકલવાનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. 
ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે મેચ
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં ભારે રસાકસી વાળી મેચ 15 ઓક્ટોબરમાં અમદાવાદમાં વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે. તે પહેલાની પાકિસ્તાન તેની બંને મેચો હૈદરાબાદમાં રમશે જે બાદ તે જ સ્થળે નેધરલેન્ડ અને શ્રીલંકા વિરૂદ્ધ વિશ્વ કપની મેચો રમશે. પાકિસ્તાનની ટીમ ચેન્નઈ, બેંગ્લોર તેમજ કલકત્તામાં પણ મેચો રમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ