બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Pakistan has been taken off from FATF's grey list

ઝટકો / BIG BREAKING: FATF ના ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાન બહાર, ભારતે વ્યક્ત કરી નારાજગી

Vishnu

Last Updated: 09:12 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન FATF ની ગ્રે લીસ્ટમાંથી બહાર આવી ગયું છે. મની લોન્ડરીંગ અને  ટેરર ફાઈનાન્સિંગ પર નજર રાખતી FATF ની બે દિવસીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • પાકિસ્તાન FATF ની ગ્રે લીસ્ટમાંથી બહાર
  • ભારતે વ્યક્ત કરી નારાજગી

પાકિસ્તાન FATF ની ગ્રે લીસ્ટમાંથી બહાર આવશે તેવી અટકળો વચ્ચે ચાલી રહી હતી. જે બાદ આખરી નિર્ણય પાકિસ્તાન તરફ આવ્યો છે અને તે હવે  FATF ની ગ્રે લીસ્ટમાંથી બહાર નીકળી ગયું છે.

મહત્વનું છે કે પાકિસ્તાનને એક સંગઠને રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ પાકિસ્તાન પર આતંકવાદનો ખતરો વધી ગયો છે. એજન્સીના જણાવ્યા મુજબ એસ સ્થાનિક થીંક-ટેંકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં એક વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં રેકોર્ડ 51  ટકાનો વધારો જોવા મળ્યો છે.

પાકિસ્તાન 2018થી ગ્રે લિસ્ટમાં છે

આપને જણાવી દઇએ કે, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગને રોકવામાં નિષ્ફળ રહેલું પાકિસ્તાન 2018 થી પેરિસ સ્થિત ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની 'ગ્રે' લિસ્ટમાં સામેલ થયેલ છે. જો કે, ઓક્ટોબર 2019 સુધીમાં તેને પૂર્ણ કરવા માટે એક એક્શન પ્લાન આપવામાં આવ્યો હતો.

શું ગેરફાયદા હતા પાકિસ્તાનને ?

પાકિસ્તાન 'ગ્રે' લિસ્ટમાં રહેવાને કારણે તેના માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF), વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને યુરોપિયન યુનિયન પાસેથી નાણાકીય સહાય મેળવવી વધુ મુશ્કેલ બની હતી, જેના કારણે દેશમાં આર્થિક સ્થિતિ ડામાડોળ બની.

શું છે FATF ?

આપને જણાવી દઇએ કે, FATF એક આંતર-સરકારી સંસ્થા છે. જેની સ્થાપના 1989 માં મની લોન્ડરિંગ, આતંકવાદને ધિરાણ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમની અખંડિતતા સામેના જોખમો સામે લડવા માટે કરવામાં આવી હતી. 39 સભ્યો આજે FATFમાં સામેલ છે, જેમાં બે પ્રાદેશિક સંગઠનો, યુરોપિયન કમિશન અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલનો પણ સમાવેશ થાય છે.

તાલિબાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે...
ઉલ્લેખનીય છે કે, વિશ્વની મહાસત્તાઓ રશિયા અને અમેરિકા અફઘાનિસ્તાન છોડવા સંમત થયું. ત્યારે તાલિબાને કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો. પાક ઈન્સ્ટિટ્યૂટ ઓફ પીસ સ્ટડીઝ એ અફઘાન સિચ્યુએશનના પરિણામો અને પાકિસ્તાનની પોલિસી રિસ્પોન્સ નામનો રિપોર્ટ રજૂ કર્યો છે કે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે કાબુલમાં આતંકવાદી હુમલાઓની સંખ્યામાં 51 ટકાને વધારો થયો છે. PIPS રિપોર્ટ અનુસાર 15 ઓગસ્ટ 2021 થી 14 ઓગસ્ટ 2022 વચ્ચે પાકિસ્તાનમાં 250 આતંકી હુમલાઓમાં 433 લોકો માર્યા ગયા અને 719 ઘાયલ થયા.

લાઈસન્સ ધરાવતા હથિયારો રાખવા અંગે સલાહ
અહેવાલમાં જણાવાયું છે કે તાજેતરમાં જ લોઅર ડીરમાં પોલીસે સ્થાનિક પ્રતિષ્ઠીત લોકોને તેમની સુરક્ષા અને સુરક્ષા માટે સર્જાતી પરિસ્થિતિને ધ્યાને રાખી પગલાં લેવાની સલાહ આપી છે. તેમજ બિનજરુરી ગતિવિધિઓ ધટાડવા અને લાયસન્સવાળા હથિયાર રાખવાની સલાહ આપવામાં આવી છે.  10 ઓગસ્ટના રોજ સ્વાત પોલીસે એક નિવેદન આપ્યું  હતું કે તેઓ બાલાસુર અને કબાલના પહાડો તેમજ ખ્વાજખેલા તહસીલમાં આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વિશ્લેષણાત્મક કાગળોનો હેતું અફધાનિસ્તાન શાંતિ અને સમાધાનમાં તેની ભૂમિકાને વિસ્તૃત કરવાનો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ