બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / Pakistan: 24 killed, several injured as suicide bomber attacks police station

પાક.માં આતંકી હુમલો / વિસ્ફોટકો ભરેલી ગાડીથી પોલીસ સ્ટેશનને ઉડાવી મૂક્યું, આતંકીઓએ મચાવી કત્લેઆમ, 24થી વધુના મોત

Hiralal

Last Updated: 08:06 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સીમાએ આવેલા ડેરા ઈસ્માઈલ ખાનમાં આતંકીઓએ પોલીસ અને સેના પર હુમલો કરતાં 24થી વધુ લોકોના મોત થયાં હતા.

  • પાકિસ્તાનમાં આતંકીઓનો પોલીસ અને સેના પર ઘાતક હુમલો
  • 24થી વધુ લોકોના મોત
  • વિસ્ફોટકો ભરેલી ગાડી લઈને પોલીસ સ્ટેશનમાં ઘુસ્યાં
  • બીજા આતંકીઓએ કર્યો બોંબમારો અને ફાયરિંગ

પાકિસ્તાનમાં એક આર્મી બેઝ અને પોલીસ સ્ટેશન પર ભીષણ આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 24 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હવે મોતનો આંકડો હજુ વધી શકે છે. પહેલા એવા અહેવાલ હતા કે માત્ર 4 લોકોના મોત થયા છે, પરંતુ હવે આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. હુમલા સમયે મરનાર મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. આ તમામ લોકો સામાન્ય વસ્ત્રોમાં સજ્જ હતા અને સેનાના ગણવેશમાં ન હતા. આવી સ્થિતિમાં, એ કહેવું મુશ્કેલ છે કે આ હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા છે અને કેટલા નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

આતંકીઓ વિસ્ફોટકો ભરેલી ગાડી લઈને અંદર ઘુસ્યાં 
પાકિસ્તાની એજન્સીઓનું કહેવું છે કે આ આતંકી હુમલો એક આત્મઘાતી હુમલાખોરે કેટલાક અન્ય આતંકીઓ સાથે મળીને કર્યો હતો. આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયો હતો. જ્યારે તેને રોકવામાં આવ્યો, ત્યારે ફાયરિંગ શરૂ થઈ ગયું. આ હુમલામાં આતંકીઓએ બોમ્બ ઉપરાંત બંદૂકોનો પણ ઉપયોગ કર્યો હતો. આટલા મોટા હુમલા માટે સેના અને પોલીસ તૈયાર નહોતા. જેથી મોટું નુકસાન થયું હતું. આતંકી હુમલા બાદ તરત જ મોટી સંખ્યામાં સેનાને બોલાવવામાં આવી હતી અને તેણે પોઝિશન લઈને એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે.

અફઘાન સરહદે આવેલા ડેરા ઇસ્માઈલ ખાનમાં હુમલો 
આ હુમલો અફઘાનિસ્તાનની સરહદે આવેલા જિલ્લા ડેરા ઇસ્માઇલ ખાનમાં થયો હતો. આ હુમલો એ જગ્યા પર થયો જ્યાં નજીકમાં જ પોલીસ સ્ટેશન અને સેનાનું મથક આવેલું છે.

તહરીક-એ-જિહાદ પાકિસ્તાને લીધી હુમલાની જવાબદારી 
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તહરીક-એ-જિહાદ પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે વિસ્ફોટક ભરેલું વાહન પોલીસ સ્ટેશનના ગેટમાં ઘૂસી ગયું. આ પછી, કેટલાક આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં પેશાવરની એક મસ્જિદમાં મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 101 લોકોના મોત થયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનો અને સેનાને નિશાન બનાવીને આતંકી હુમલાઓમાં વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ