બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / PAK VS SL: Rameez Raja stunned at the question of Indian journalist, snatched his mobile phone - VIDEO

બળતરા / પાકિસ્તાન હાર્યું એમાં ભડક્યા બોર્ડના ચેરમેન, ભારતીય પત્રકારનો ફોન આચંકી લીધો, જુઓ VIDEO

Megha

Last Updated: 02:39 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની હાર પછી મીડિયા જ્યારે પીસીબીના સીઇઓ અને પૂર્વ ક્રિકેટર રમીઝ રાજા પાસે સવાલ-જવાબ કરવા માટે ગયા હતા ત્યારે તો તેમણે ભારતીય પત્રકાર સાથે ઘણું ખરાબ વર્તન કર્યું હતું.

  • શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું હતું
  • પાકિસ્તાનની હારનો જવાબદાર શાબાદ 
  • ભારતીય પત્રકાર સાથે રમીઝ રાજાએ કર્યું ખરાબ વર્તન

એશિયા કપ 2022ના ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું હતું. ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે શરૂઆત સારી નહોતી કરી, તેમણે એક સમયે 58 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાએ પાકિસ્તાનને જીત માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 147 રન જ કરી શક્યું હતું. શ્રીલંકાએ પાકિસ્તાનને ઓલ આઉટ કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત સાથે શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાનની હાર પછી મીડિયા એ જ્યારે પીસીબી (Pakistan Cricket Board)ના સીઇઓ અને પૂર્વ ક્રિકેટર રમીઝ રાજા પાસે સવાલ-જવાબ કરવા માટે ગયા હતા ત્યારે તો તેમણે ભારતીય પત્રકાર સાથે ઘણું ખરાબ વર્તન કર્યું હતું.

વીડિયો વાયરલ 
એશિયા કપ 2022ની ફાઈનલ પછી જ્યારે ભારતીય પત્રકારે રમીઝને પૂછ્યું હતું કે, 'શું પાકિસ્તાનના લોકો હારથી દુ:ખી છે, તમે તેમને શું સંદેશ આપશો?' આ સવાલના જવાબમાં રમીઝે ખરાબ રીતે વર્તન કરતાં કહ્યું હતું કર, “તમે ભારતથી હશો? તમે તો બહુ ખુશ હશોને..?' જો કે વાત અહીંયા નથી અટકતી, રમીઝ રાજા થોડા ડગલાં આગળ વધીને સવાલ પૂછનાર પત્રકારનો મોબાઈલ ફોન પણ છીનવી લેતા જોવા મળ્યા હતા. હાલ આ વીડિયો ટ્વિટર પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનની હારનો જવાબદાર શાબાદ 
પાકિસ્તાની ખેલાડી શાદાબ ખાન માટે એશિયા કપની આ ફાઈનલ મેચ કોઈ ખરાબ સપનાથી ઓછી ન હતી. શાદાબનો ખરાબ દિવસ ત્યારે શરૂ થયો જ્યારે તે એક ઓવરથ્રોને રોકવાની કોશિશ કરતી વખતે પોતાની જાત પરથી નિયંત્રણ ગુમાવીને અને જમીન પર લપસી ગયો હતો. 

બે કેચ છોડ્યા 
એક સમય એવો હતો જ્યારે મેચ પાકિસ્તાનના નિયંત્રણમાં જણાતી હતી પણ એ સમયે શાદાબ ખાને 18મી ઓવરમાં હારીસ રૌફના ત્રીજા બોલ પર ભાનુકા રાજપક્ષેનો એક ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડ્યો હતો. તે સમયે ભાનુકા રાજપક્ષે 45 રન પર રમી રહ્યા હતા. જો કે એ પછી શાબાદે બીજો એક કેચ પણ છોડ્યો હતો. બીજો કેચ પકડતી વખતે તેના સાથી ખેલાડી આસિફ અલી સાથે ટકરાયો હતો. આ ઘટના ઇનિંગની 19મી ઓવરમાં બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ