બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Overweight or obesity are the main causes of fatty liver

હેલ્થ / આપનું લિવર ખરાબ કરી શકે છે Fatty Liver, બચવા માટે આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ

Pooja Khunti

Last Updated: 01:08 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ વજન અથવા સ્થૂળતા ફેટી લીવરનાં પ્રમુખ કારણો છે. તેથી તમારે તમારા વજન પર નિયંત્રણ રાખવું જોઈએ. તમારો વજન વધુ હોય તો તેને નિયંત્રિત કરવા માટે તમે કસરત અને યોગની મદદ લઈ શકો છો.

  • તમારા વજનને નિયંત્રિત કરો
  • સ્વસ્થ આહારનું સેવન કરવું જોઈએ 
  • તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરો 

ફેટી લીવર એક એવી સમસ્યા છે, જેમાં વધારાનું ફેટ લિવરમાં જમા થઈ જાય છે. જે ધીમે-ધીમે લીવરનાં કામને અસર કરે છે. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તેનાથી લિવરને નુકસાન થઈ શકે છે. આ સમસ્યા દારૂનાં સેવનના કારણે અથવા મેટાબોલિક ડિસઓર્ડરનાં કારણે થાય છે. ખરાબ ખાનપાન અને વધુ વજનને કારણે પણ ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે તમારે સક્રિય જીવનશૈલીનું પાચન કરવું પડશે. તમે તમારી જીવનશૈલીમાં આ બદલાવ કરીને ફેટી લીવરની સમસ્યાથી બચી શકો છો. 

તમારા વજનને નિયંત્રિત કરો 
વધુ વજન અથવા સ્થૂળતા ફેટી લીવરનાં પ્રમુખ કારણો છે. તેથી તમારે તમારા વજન પર નિયંત્રણ રાખવું જોઈએ. તમારો વજન વધુ હોય તો તેને નિયંત્રિત કરવા માટે તમે કસરત અને યોગની મદદ લઈ શકો છો. સવારે વહેલા ઊઠીને ચાલવા જવું જોઈએ. 

કસરત કરો 
તમારે તમારું વજન નિયંત્રિત કરવું હોય તો સવારે અને સાંજે નિયમિત રીતે કસરત કરવી જોઈએ. તેનાથી ફેટી લીવરનું જોખમ ઓછું થઈ જશે. કસરત કરવાથી શરીરની તંદુરસ્તી વધે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 

દારૂનું સેવન છોડી દો 
દારૂનાં સેવનથી લિવરને નુકસાન થાય છે. તેના કારણે તમને કેટલીક ગંભીર અને ઘાતક બીમારીઓ થઈ શકે છે. આ સાથે વધુ સુગરવાળા પીણાંનું પણ સેવન ન કરવું જોઈએ. તેનાથી પણ ફેટી લીવરની સમસ્યા સર્જાઇ શકે છે. 

વાંચવા જેવું: જિમમાં વર્કઆઉટ કરતાં સમયે ક્યારેય ન કરવી જોઈએ આ 5 ભૂલો, નહીંતર નહીં મળે કોઈ ફાયદો

સ્વસ્થ આહારનું સેવન કરવું જોઈએ 
સ્વસ્થ આહારનું સેવન કરવામાં આવે તો તેનાથી ફેટી લીવરની સમસ્યા ઓછી થઈ જાય છે. વધુ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી ફેટી લીવરનું જોખમ વધી જાય છે. તમારે લીલા શાકભાજી, ફળો અને અનાજનું સેવન  કરવું જોઈએ. 

તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરો 
ડાયાબિટીસ પણ ફેટી લીવર માટે એક જોખમી પરિબળ છે. તેથી તમારે તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખવું જોઈએ. તે માટે તમારે ફાયબરથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ