બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Over 6,500 superrich people may leave India by 2023 Why study abroad craze has increased among intellectuals? The survey statistics are shocking

મહામંથન / 2023 સુધી 6,500 થી વધુ સુપરરિચ લોકો છોડી શકે છે ભારત, બુદ્ધિધનોમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઘેલછા કેમ વધી? સરવેના આંકડા ચોંકાવનારા

Vishal Khamar

Last Updated: 03:12 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોનો વિદેશગમન પ્રત્યે વધુને વધુ ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે ભારતની સંસ્થામાં ભણીને લોકો વિદેશમાં જઈને ત્યાં સ્થાયી થઈ રહ્યા છે. IIT ટોપર્સ વિદેશ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

હજુ તો તાજેતરમાં જ એક સરવે આવ્યો જેમાં એવો અંદાજ હતો કે 2023ના અંત સુધીમાં 6 હજાર 500થી વધુ સુપરરિચ લોકો ભારત છોડી શકે છે. બીજી તરફ હવે નેશનલ ઈકોનોમીક બ્યુરોનું તારણ કહે છે કે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના ટોપર્સની પહેલી પસંદ ભારત નથી રહ્યું. IIT, IISC, કે IIM દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે અને તેમના ટોપર્સ કે પાસઆઉટ વિદ્યાર્થીને સારામા સારા પેકેજની ઓફર થાય છે. હવે સવાલ એ છે કે અડધાથી વધુ ટોપર્સની પસંદ વિદેશ જવાની જ હોય તો ભારતની બુદ્ધિધન ભારતને કયારે કામ આવશે?. ભારતનુ બુદ્ધિધન પરદેશ જ જતું રહે તો સ્વભાવિક છે કે બધો લાભ પરદેશીઓ જ લઈ જશે. IIT ટોપર્સ કે અન્ય પ્રિમિય ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની પ્રાથમિકતા કેમ બદલાઈ રહી છે.. ભારતમાં શું એવું વાતાવરણ નથી મળતું કે જેમાં ટોપર્સને પોતાનું ભવિષ્ય સુરક્ષીત ન લાગે. ભારતે પોતાના બુદ્ધિધનને જતું રોકવા શું કરવું જોઈએ, ક્યાંક આપણી સંસ્થાઓના વૈશ્વિક રેન્કિંગમાં પારદર્શિતા નથી જળવાતી એવું તો નથી ને.

  • નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમીના સરવેમાં મહત્વનું તારણ
  • દેશની IITના ટોપર્સમાંથી 60% વિદેશ ચાલ્યા જાય છે
  • IIT ગ્રેજ્યુએટ માટે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી પ્રાથમિકતા

નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમીના સરવેમાં મહત્વનું તારણ છે.  દેશની IITના ટોપર્સમાંથી 60% વિદેશ ચાલ્યા જાય છે.  IIT ગ્રેજ્યુએટ માટે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી પ્રાથમિકતા છે.  વિદેશના નવા ડેસ્ટીનેશન પણ વધ્યાએ મહત્વનું કારણ છે.  1980-90ના દાયકાનો ટ્રેન્ડ ફરી જોવા મળ્યો છે.  

  • 2013 થી 2020ની વચ્ચે ટોપ-250 IIT પાસઆઉટ પર રિસર્ચ થયું
  • ટોચના 250 IIT પાસઆઉટમાંથી અડધાથી વધુ અમેરિકામાં છે
  • અમેરિકામાં સરેરાશ 30 થી 32 વર્ષની ઉમરના ભારતીય IIT પાસઆઉટ છે

IIT પાસઆઉટ પર રિસર્ચમાં શું સામે આવ્યું?
2013 થી 2020ની વચ્ચે ટોપ-250 IIT પાસઆઉટ પર રિસર્ચ થયું.  ટોચના 250 IIT પાસઆઉટમાંથી અડધાથી વધુ અમેરિકામાં છે.  અમેરિકામાં સરેરાશ 30 થી 32 વર્ષની ઉમરના ભારતીય IIT પાસઆઉટ છે. 30થી ઓછી ઉમરના IIT પાસઆઉટ મોટેભાગે ભારતમાં છે. રિસર્ચમાં કેટલાક વિદ્યાર્થી કોમ્પ્યુટર સાયન્સના પણ છે. 

  • દેશના ટેકનોક્રેટની પહેલી પસંદ અમેરિકા છે
  • રિસર્ચ મુજબ 65% ટેકનોક્રેટ અમેરિકામાં ગયા હતા
  • 5% બ્રિટન જયારે 16% અન્ય દેશમાં ગયા હતા

ટેકનોક્રેટનું વિદેશગમન!
દેશના ટેકનોક્રેટની પહેલી પસંદ અમેરિકા છે.  રિસર્ચ મુજબ 65% ટેકનોક્રેટ અમેરિકામાં ગયા હતા. 5% બ્રિટન જયારે 16% અન્ય દેશમાં ગયા હતા. 83% વિદ્યાર્થી એવા હતા જે માસ્ટર-Ph.D.ના અભ્યાસ અર્થે વિદેશ ગયા. 17% વિદ્યાર્થી એવા હતા જે રોજગાર માટે વિદેશ ગયા. IIT ટોપર્સમાં વિદેશ જવાની શક્યતા 5% વધુ છે. IIT ટોપર્સને અમેરિકાની કોલેજમાં સરળતાથી પ્રવેશ મળે છે. 

  • નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમીનું તારણ
  • ટોપ-100 રેન્કવાળા JEEના 62 વિદ્યાર્થીઓ વિદેશ ગયા
  • ટોપ-1000 રેન્કવાળા 36%એ અભ્યાસ કે કામ માટે વિદેશની પસંદગી કરી
  • ટોપ-10 રેન્કમાંથી 9 વિદ્યાર્થીઓએ વિદેશ જવાનું નક્કી કર્યું

JEE ટોપર્સ પણ વિદેશ ભણી!
નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમીનું તારણ. ટોપ-100 રેન્કવાળા JEEના 62 વિદ્યાર્થીઓ વિદેશ ગયા. ટોપ-1000 રેન્કવાળા 36%એ અભ્યાસ કે કામ માટે વિદેશની પસંદગી કરી. ટોપ-10 રેન્કમાંથી 9 વિદ્યાર્થીઓએ વિદેશ જવાનું નક્કી કર્યું. .

  • ભારતના રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની વૈશ્વિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન
  • નેચર ઈન્ડેક્સમાં ટોપ-100માં ભારતની યુનિવર્સિટી નહીં
  • નેચર ઈન્ડેક્સમાં ટોપ-100માં અમેરિકાની 37, ચીનની 33 કોલેજ

ટેકનોક્રેટનું વિદેશ જવાનું કારણ શું?
ભારતના રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની વૈશ્વિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન.  નેચર ઈન્ડેક્સમાં ટોપ-100માં ભારતની યુનિવર્સિટી નહીં.  નેચર ઈન્ડેક્સમાં ટોપ-100માં અમેરિકાની 37, ચીનની 33 કોલેજ. ભારતની IISC 161માં ક્રમે છે.  IITના પૂર્વ વિદ્યાર્થીઓનું વિદેશમાં મજબૂત નેટવર્ક છે.  ભારતના IIT પાસઆઉટને માહિતી મેળવવામાં સરળતા છે.  અમેરિકામાં કોમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામમાં ભારતની IITના 6% વ્યક્તિ ફેકલ્ટી મેમ્બર છે.  IITના પૂર્વ વિદ્યાર્થી વિદેશ હોય ત્યારે દેશના પાસઆઉટના વિદેશગમનની શક્યતા વધુ છે.  ભારતમાં IITના ટીચર્સનો મહત્વનો સમય ક્લાસરૂમમાં જ જાય છે. અમેરિકાની MIT જેવી સંસ્થાની સાપેક્ષે રિસર્ચ પાછળ સમય આપવાનો અભાવ છે.  MIT કે અન્ય સંસ્થાની ફેકલ્ટી ઉપર અભ્યાસનું દબાણ ખૂબ જ ઓછું છે.  IITના અંડર ગ્રેજ્યુએટમાં રિસર્ચ પાછળ સમય આપવાનો અભાવ છે. 

કેટલા ભારતીયો વિદેશમાં કરે છે અભ્યાસ? 

  • 2022ના આંકડા શું કહે છે?

અમેરિકા
4 લાખ 65 હજાર 791
 
કેનેડા
1 લાખ 83 હજાર 310
 
UAE
1 લાખ 64 હજાર
 
ઓસ્ટ્રેલિયા
1 લાખ 9
 
સાઉદી અરેબિયા
65 હજાર 800
 
UK
55 હજાર 465
 
ઓમાન
39 હજાર 550
 
જર્મની
34 હજાર 864
 
ફિલીપાઈન્સ
15 હજાર
 
ફ્રાંસ
10 હજાર 3
 
સિંગાપોર
10 હજાર
 
ચીન
6 હજાર 436
 
ન્યુઝીલેન્ડ
2 હજાર 664

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ