બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Oscar 2023 Oscar host said such a thing about RRR that social media users got angry said Shame on you

મનોરંજન / RRRને લઇ ઓસ્કાર હોસ્ટે કહી એવી વાત કે સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યાં, કહ્યું 'શરમ....'

Arohi

Last Updated: 12:46 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્કર અવોર્ડ 2023 12 માર્ચે યુએસના લોસ એન્જલિસમાં 95માં એકેડમી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. ભારતમાં ઓસ્કર એવોર્ડ્સ 13 માર્ચે બતાવવામાં આવ્યા હતા. અવોર્ડમાં ભારત માટે ખાસ દિવસ રહ્યો જ્યારે RRRને બેસ્ટ ઓરિજનલ સોન્ગની કેટેગરીમાં અવોર્ડ મળ્યો.

  • 12 માર્ચે યોજાયા હતા ઓસ્કર અવોર્ડ 
  • ફિલ્મ RRRને બેસ્ટ ઓરિજનલ સોન્ગનો મળ્યો અવોર્ડ 
  • ઓસ્કર હોસ્ટે RRRને લઈને કહી આ વાત 

આ વાતને ઓસ્કર એવોર્ડ્સમાં એસએસ રાજામૌલીની ફિલ્મ RRRએ ઈતિહાસ રચ્યો હતો. તેમના ગીત 'નાટૂ- નાટૂ'ને બેસ્ટ ઓરિજનલ કેટેગરીમાં પુરસ્કાર મળ્યો. આ પહેલી વાર છે જ્યારે ઈન્ડિયન સિનેમાંથી કોઈ ફિલ્મને આ શ્રેણીમાં ઓસ્કર મળ્યો છે. 

RRR ફિલ્મને ઓસ્કર મળવાના કારણે આખા ભારતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સેલિબ્રિટીથી લઈને ફેંસ સુધી સોશિયલ મીડિયા પર ટીમને શુભકામનાઓ આપવામાં આવી. ફિલ્મે અવોર્ડ તો પોતાના નામે કર્યો પરંતુ હોસ્ટ જીમી કિમેલના એક શબ્દથી આ ખુશીનો મોકો થોડો બગડી ગયો. 

હોસ્ટની આ ભૂલ પર યુઝર્સ થયા ગુસ્સે 
હકીકતે ઓસ્કરના હોસ્ટ જીમી કિમેલે અવોર્ડ વખતે RRRને બોલિવુડની ફિલ્મ કહી દીધુ. જ્યારે એસએસ રાજામૌલીએ કહ્યું હતું કે આ એક તેલૂગુ ફિલ્મ છે. 

સાઉથ સિનેમાથી આવેલી આ ફિલ્મને બોલિવુડની ગણાવવા પર લોકોમાં નારાજગી જોવા મળી. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ વાતને લઈને નારાગજી જાહેર કરી. 

યુઝર્સ આપી રહ્યા પ્રતિક્રિયા 
ઉજ્જલ નામના એક યુઝરે ટ્વીટ પર લખ્યું, "#Oscarને કોન્ટ્રોવર્સી અને મતભેદ કરવો પસંદ છે. #RRRને બોલિવુડ ફિલ્મ કહેવી એ પણ ત્યારે જ્યારે ક્રિએટર્સે તેને ઈન્ડિયન ફિલ્મના નામ પર મહિનો સુધી પ્રમોટ કરી."

એક અન્ય યુઝરે લખ્યું, "જીમી કિમેલ કરેક્શન- RRR ભારતી, તેલુગૂ, તમિલ ફિલ્મ છે ન કે બોલિવૂડ ફિલ્મ." એક યુઝરે તો એમ પણ કહ્યું કે RRRને બોલિવુડ ફિલ્મ ગણાવવા પર એકેડમીને શરમ આવવી જોઈએ. વેસ્ટર્ન કલ્ચરમાં પ્રતિનિધિત્વની કમી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ