બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Opposition protests at Ahmedabad Municipal Corporation office in Pirana dump site case

અમદાવાદ / VIDEO: પીરાણા ડમ્પ સાઇટ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી, મામલો બેકાબૂ થતા પોલીસે કરી મધ્યસ્થી

Vishnu

Last Updated: 06:59 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પ્રદુષણ વધુ ફેલાવવા માટે પીરાણા ડમ્પિંગ સાઈટ ને ખુબ જ જવાબદાર ગણવામાં આવે છે.

  • અમદાવાદ મનપા ઓફિસ ખાતે વિપક્ષનો વિરોધ
  • પીરાણા ડમ્પ સાઇટ મામલે વિરોધ પ્રદર્શન 
  • ડમ્પ સાઇટનો નિકાલ લાવવા વિપક્ષની માગ

અમદાવાદ પીરાણા ડમ્પિંગ સાઈટ શહેરની મોટી સમસ્યા છે. તેની કાયાપલટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સાઈટ પરથી લાખો મેટ્રિક ટન કચરાનો પ્રોસેસ કરવામાં આવી હતી. પણ સામે કચરો પણ એટલા જ મેટ્રિક ઠલવાય છે જેથી ઘણા સમયથી આસપાસના ગામડાઓ અને વિસ્તારોમાંથી માંગ ઉઠી છે કે  ડમ્પ સાઇટનો નિકાલ લાવવામાં આવે પણ હજુ સુધી આ રજૂઆતનો GPCB અને AMC દ્વારા કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી.

પીરાણા ડમ્પિંગ સાઈટમાં ભ્રષ્ટાચાર,  ડમ્પ સાઇટનો નિકાલ લાવવા ઉગ્ર રજૂઆત
આજે અમદાવાદ મનપા ઓફિસ ખાતે AMC વિપક્ષ કોંગ્રેસના નેતા શહેજાદ ખાન દ્વારા મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોને ભેગા કરી પીરાણા ડમ્પ સાઇટ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાઇટમાં ભ્રષ્ટચાર થતો હોવાનો વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને વિવિધ બેનરો સાથે વિપક્ષ નેતા શહેજાદ ખાન અને કાર્યકરો મનપા ઓફિસ ખાતે વિરોધ શરૂ કર્યો હતો. વિપક્ષનું કહેવું હતું કે નારણપુરામાં બિલ્ડીંગ મટિરિયલ સાઇટ હટાવવા ત્વરિત નિર્ણય લેવાયો તો પીરાણા સાઇટથી આજુબાજુના ગામોના લોકો ત્રસ્ત છે તો કેમ AMC શાસક પક્ષ મૌન શા માટે? સમગ્ર મામલે GPCB અને AMC એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે પણ ડમ્પ સાઇટનો નિકાલ લાવવા કોઈ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.

બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો 
ડમ્પ સાઇટ મુદ્દે મેયર ઓફીસે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી જતા મામલો થોડા સમય માટે વધુ ઉગ્ર બની ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વચ્ચે પડીને સમગ્ર મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો આખરે ભારે બોલાચાલી અને સૂત્રોચ્ચાર બાદ પીરાણા ડમ્પ સાઇટ મામલે મેયરને આવેદન પત્ર સોંપાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ